તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર

ખેડૂત-સામાન્ય માણસ-મધ્યમ વર્ગને બલ્લે બલ્લે : રોટી-કપડા-મકાન ત્રણેય સસ્તાઃ મોદી સરકારની ભેટઃ કુલ ૪૮૦૦૦ કરોડની રાહત : પીએમ મોદીએ વચન પાળી બતાવ્યું: હવે ૫-૧૨-૧૮ અને ૨૮ સ્લેબને બદલે જીએસટીનાં માત્ર ૫ અને ૧૮ ટકાનાં સ્લેબઃ જીએસટીનાં નવા દરો ૨૨મીથી અમલીઃ જીવન-સ્વાસ્થ્ય વીમા પ્રીમીયમ પર જીએસટી નાબુદઃ ઘી-પનીરથી લઇને કાર-બાઇક-સસ્તા થશેઃ ટીવી-એસી-ફ્રીઝ-ટ્રેકટર સસ્તા થવાનાઃ કપડા-જુતાં-સિમેન્ટ વગેરે સસ્તા થશેઃ જીવન રક્ષક દવાઓ સસ્તી થશે પાન-મસાલા મોંઘા : હવે ૧૨% અને ૧૮% ટેક્સ સ્લેબ હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ પર ફક્ત ૫% GST : જીવનરક્ષક દવાઓ પર ૦% GST. તબીબી ઉપકરણો અને ચશ્મા પર ૫% GST : હવે દૂધ, રોટલી-પરંપરા એટલે કે ૦% GST પર કોઈ ટેક્સ રહેશે નહીં: હવે કળષિ સંબંધિત તમામ વસ્તુઓ અને ખેડૂતોની આવશ્યક ચીજવસ્તુઓ પર ૫% GST: હસ્તકલા, ગ્રેનાઈટ, ચામડાની ચીજવસ્તુઓ પર પણ ૫% GST. સિમેન્ટ પર GST ૨૮% થી ઘટાડીને ૧૮%: AC, TV, ફ્રિજ, બાઇક પર GST૨૮% થી ઘટાડીને ૧૮%.10:59 AM IST
નમકીન,ટીવી, બાઇક, કાર, વીમો... જીએસટી પર મધ્યમ વર્ગને બખ્ખા : રોજિંદી વસ્તુઓ સસ્તી થશે : ૩૩ જીવનરક્ષક દવાઓ પર રાહતઃ સિમેન્ટ પર જીએસટી ૨૮% થી ઘટાડીને ૧૮% કરવામાં આવ્યો છેઃ ૩૫૦ સીસી સુધીની નાની કાર અને મોટરસાયકલ પર હવે ૨૮% ને બદલે ૧૮% ટેક્સ લાગશે : હેર ઓઇલ, ટોઇલેટ સોપ બાર, શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાયકલ, ટેબલવેર, કિચનવેર, અન્ય ઘરગથ્થુ વસ્તુઓ વગેરે જેવી સામાન્ય માણસની ઘણી વસ્તુઓ પર જીએસટી ૧૮% અથવા ૧૨% થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો9:56 AM IST
જયશંકરે ટ્રમ્પને અરીસો બતાવ્યો, કહ્યું- ભારતે હંમેશા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાનું સમર્થન કર્યું : જયશંકરે કહ્યું કે ભારત યુક્રેન યુદ્ધના વહેલા અંતને સમર્થન આપે છે. તેમણે તેમના યુક્રેનિયન સમકક્ષ એન્ડ્રી સિબિહા સાથે ફોન પર વાતચીત બાદ આ વાત કહી:સિબિહાએ કહ્યું કે અમને શાંતિ પ્રયાસોમાં ભારતની સક્રિય ભૂમિકામાં વિશ્વાસ છે: બંને દેશોના વિદેશ મંત્રીઓએ ફોન પર યુદ્ધ સમાપ્ત કરવાના મુદ્દા પર ચર્ચા કરી.1:06 AM IST
જોધપુરમાં RSS ની મહત્વપૂર્ણ બેઠક :રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થશે: 32 સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે : RSSની ત્રણ દિવસીય બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સંઘની શતાબ્દી ઉજવણી અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થાઓના પડકારો પર ચર્ચા કરાશે :બેઠક 7 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. 32 સંલગ્ન સંસ્થાઓના 320 પ્રતિનિધિઓ ભાગ લેશે12:51 AM IST
દેશભરમાં લગભગ 47% મંત્રીઓ સામે હત્યા, અપહરણ જેવા કેસ નોંધાયા: ADR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : ભાજપના ૩૩૬ મંત્રીઓમાંથી ૧૩૬ (૪૦ ટકા) એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે અને ૮૮ (૨૬ ટકા) સામે ગંભીર આરોપો : રાષ્ટ્રીય સ્તરે, ૭૨ કેન્દ્રીય મંત્રીઓમાંથી ૨૯ (૪૦ ટકા) એ પોતાના સોગંદનામામાં ગુનાહિત કેસ જાહેર કર્યા : આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પુડુચેરીના ૬૦ ટકાથી વધુ મંત્રીઓ સામે ગુનાહિત કેસ નોંધાયેલા10:53 PM IST
ચિંતાજનક: દુનિયામાં દર 3માંથી 1 વ્યક્તિ મગજના રોગથી પીડાય છે, NITI આયોગે જિલ્લા સ્તરે 'બ્રેન હેલ્થ ઇનિશિયેટિવ' શરૂ કર્યો: બિન-ચેપી રોગો (NCDs) ના નિવારણ પર વિશેષ ધ્યાન : આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મગજના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો, નિવારક પગલાં લેવાનો અને સંકલિત કાર્યવાહી દ્વારા સ્થાનિક સ્તરે લોકોને મદદ કરવાનો9:22 PM IST
મેક્સિકોનું ચિહુઆહુઆ રણ વિશ્વમાં એક એવી જગ્યા છે જ્યાં કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ કામ કરતું નથી : વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત : જ્યારે ટીમે તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આ વિસ્તારમાં દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણ મૃત્યુ પામે છે. ટીવી સિગ્નલ, રેડિયો સિગ્નલ, શોર્ટ વેવ અને સેટેલાઇટ સિગ્નલ કામ કરતા નથી6:56 PM IST
સાહેબ, તમારી જન્મકુંડળી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે : કૌન બનેગા કરોડપતિમાં એક સ્પર્ધકે અમિતાભ બચ્ચનને તેમના વૈદિક જ્યોતિષથી આશ્ચર્યચકિત કરી દીધા : કેબીસી ૧૭નો સ્ટેજ ફક્ત જ્ઞાનનો જ નહીં, પણ ક્યારેક મનોરંજન અને આશ્ચર્યથી પણ ભરેલો હોય છે : આદિત્ય જોશી શો કૌન બનેગા કરોડપતિ ૧૭ માં સ્પર્ધક તરીકે દેખાયા હતા : વૈદિક જ્યોતિષના તેમના અભ્યાસથી અમિતાભ બચ્ચન ખૂબ જ ઉત્સાહિત થયા 6:52 PM IST
ઉંદર કરડવાથી બે નવજાત શિશુઓના મોત પર રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- પીએમ અને મુખ્યમંત્રીએ શરમથી માથું ઝુકાવવું જોઈએ ઉંદર કરડવાથી નવજાત શિશુઓના મોત થવા એ ખુબજ શરમજનક કહેવાય : વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ : મધ્યપ્રદેશમાં સરકારી હોસ્પિટલમાં ઉંદર કરડવાથી નવજાત શિશુઓના મોત પર રાહુલ ગાંધીએ બીજેપી પર કર્યા આકરા પ્રહાર : આ અકસ્માત નથી પણ હત્યા છે : આ ઘટના એટલી ભયાનક, અમાનવીય અને અસંવેદનશીલ છે કે તે સાંભળીને પણ આત્મા કંપી જાય5:44 PM IST
પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે ૮૮૩ લોકોના મોત : ઇસ્લામાબાદમાં 'પૂર'નું એલર્ટ : હાહાકાર : પાકિસ્તાનના હવામાન વિભાગે આગામી ૧૨ થી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી : સિંધમાં 58, પાકિસ્તાન અધિકૃત ગિલગિટ-બાલ્ટિસ્તાન (PoGB) માં 41, PoK માં 38, બલુચિસ્તાનમાં 26 અને ઇસ્લામાબાદમાં 9 લોકોના મોતની પુષ્ટિ 5:49 PM IST
ખૂબ ખાઓ મટર પનીર અને ખૂબ દૂધ પીઓઃ ખેડૂતોની દિવાળી પણ સુધરશે : કાઉન્સિલે અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર (UHT) દૂધ અને ચીઝને કરમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી છે. હવે આના પર ૫% જીએસટીને બદલે શૂન્ય દર લાગુ થશે. : ટ્રેક્ટરના ટાયર-ટ્યુબ, હાઇડ્રોલિક પંપ, બ્રેક એસેમ્બલી, ગિયર બોક્સ, રેડિયેટર અને કૂલિંગ સિસ્ટમ જેવા ભાગો પર જીએસટી૧૮% થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો9:55 AM IST
સિંગાપોરના પ્રવાસે જવાનો પ્લાન છે? તો આ સુંદર દેશની મુલાકાત દરમિયાન કોઈપણ મુશ્કેલીથી બચવા આ વાત ધ્યાનથી વાંચી લો, નહીં તો જેલ કે લાઠી ખાવાનો વારો આવશે! : આ કાયદાઓ સિંગાપોરને આટલું સ્વચ્છ અને સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે. તેથી, કોઈપણ મુશ્કેલીથી બચવા માટે, નિયમોની જાણકારી રાખવી એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય5:26 PM IST
વિદેશમાં પૈસા મોકલવા પર નવી મુસીબત! RBIના ઈશારે બેંકોએ બંધ કર્યો 'અન્ય સેવાઓ' હેઠળ ટ્રાન્સફરનો રસ્તો: જોકે ઘણા કાયદેસરના વ્યવહારો માટે કોઈ ચોક્કસ કોડ અસ્તિત્વમાં જ નથી! : દેશના નાણાકીય માળખાને વધુ મજબૂત બનાવે પગલું, પરંતુ રોજબરોજના કાયદેસર વ્યવહારો માટે તે એક નવો પડકાર: શું આ કડકાઈ જરૂર કરતાં વધારે છે, કે પછી બદલાતા સમયની માંગ?5:25 PM IST
ટ્રમ્પ ટેક્સ કે બિહાર ચૂંટણી ? શું સરકાર ડરી ગઈ!: ચિદમ્બરમે પ્રશ્ન જીએસટી અંગે સરકારને કર્યા આકરા સવાલ : વિપક્ષ 2017 થી આ ખામીઓ સામે અવાજ ઉઠાવી રહ્યો હતો, પરંતુ અમારા અવાજને અવગણવામાં આવ્યો : જો કે ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ GST દરોમાં ઘટાડા અને માળખામાં ફેરફારનું સ્વાગત કર્યું5:24 PM IST
નરેન્દ્રભાઈ મોદી અને તેમની માતાના અપમાનના વિરોધમાં પ્રદર્શન : બિહારમાં આજે NDA દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન : વ્યાપક પ્રભાવ રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળ્યો : બંધ દરમિયાન રાજ્યની સામાન્ય જનજીવન પર મોટો પ્રભાવ પડ્યો,બજારો, દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ મોટાભાગે બંધ જોવા મળી,શાળાઓ અને ખાનગી ઓફિસોમાં પણ અસર 5:10 PM IST
યમુનાના પાણીનો પ્રકોપ: દિલ્હી જળબંબાકાર, સ્મશાનગૃહો ડૂબતા રસ્તાઓ પર અંતિમ સંસ્કાર!: NH 44 પર અલીપુર નજીક ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડતા એક ઓટો રિક્ષા ફસાઈ : જોકે, રાહતની વાત એ છે કે યમુનાનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. છતાં જો હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી વધુ પાણી છોડવામાં આવે તો દિલ્હી માટે હજુ પણ ખતરો 4:57 PM IST
મહારાષ્ટ્રમાં કેબિનેટમાં મહત્વનો નિર્ણય : કારખાના કાયદા 1948ના નિયમ પ્રમાણે હવે દૈનિક કામના કલાકો 9ને બદલે દસ કરવામાં આવ્યા : આ નિયમથી કામદાર ઘટક અને ઉદ્યોગ બન્નેને અસર થશે : જોકે સામાન્ય જનજીવન પર આની ઘણી અસર પડશે, ખાસ કરીને મુંબઈ,થાણે,પુણે જેવા શહેરોમાં રહેતા કામદારો માટે આ અઘરું બની રહેશે4:42 PM IST
મણિપુરમાં શાંતિનો માર્ગ મોકળો: કેન્દ્ર, રાજ્ય અને કુકી-ઝો જૂથો વચ્ચે ઐતિહાસિક કરાર!: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની સંભવિત મુલાકાત પહેલા મહત્વનો નિર્ણય : આ ઐતિહાસિક પગલું મણિપુરમાં સામાન્ય જીવનને પાટા પર લાવવામાં અને લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવામાં મદદ કરશે તેવી આશા4:18 PM IST
NIRF રેન્કિંગ 2025 જાહેર: IIT મદ્રાસ ફરી નંબર 1, સતત સાતમી વખત તેને દેશની શ્રેષ્ઠ સંસ્થાનો તાજ: ગુજરાતની કોઈ યુનિવર્સિટી ટોપ-10માં નહીં! : આ રેન્કિંગ્સ શિક્ષણ, સંશોધન, વ્યાવસાયિક પ્રેક્ટિસ અને ગ્રેજ્યુએશન પરિણામો જેવા અનેક માપદંડો પર આધારિત હોય છે, જે સંસ્થાઓની ગુણવત્તાનું કરે છે મૂલ્યાંકન 4:15 PM IST
કોકા-કોલા પેપ્સી સહિત પીણાં પર હવે ૪૦% કર 4:22 PM IST
IIT મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા : એઇમ્સ મેડિકલમાં અને કોલેજોમાં દિલ્હીની હિંદુ નં.૧ : આ વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિયુટ ઓફ સાઇન્સ IISC ૨૦૨૫ રેન્કિંગની યુનિવર્સિટી શ્રેણીમાં છઠ્ઠી વખત ટોચ પર : શિક્ષણ મંત્રાલયે દેશના ટોપ કોલેજોની લિસ્ટ NIRF ૨૦૨૫ જાહેર કર્યુ : ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ, બેંગ્લોરને બીજુ સ્થાન મળ્યુ3:52 PM IST
રસોડાથી બાથરૂમ સુધી ઘરગથ્થુ વસ્તુઓ સસ્તી થશે : હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, ડાબર, મેરિકો, ITC અને નેસ્લે જેવી મોટી FMCG કંપનીઓને ફાયદો થવાની ધારણા ચોકલેટ, બિસ્કિટ, કોર્નફ્લેક્સ, કોફી, આઈસ્ક્રીમ, બોટલ્ડ વોટર, હેર ઓઈલ, શેમ્પૂ, સાબુ, શેવિંગ ક્રીમ અને ટૂથપેસ્ટ પરનો ટેક્સ ૧૮% થી ઘટાડીને ૫%3:31 PM IST
દેશમાં ૫ વર્ષમાં ૩૭,૬૬૩ સરકારી સ્કૂલોને તાળા! પ્રાઈવેટ સ્કૂલો વધી : સરકારી સ્કૂલો બંધ, પ્રાઈવેટ સ્કૂલોની બોલબાલા...છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં સ્કૂલોની સંખ્યા નોંધપાત્ર ઘટી છે ગુજરાતમાં છેલ્લાં આઠેક વર્ષમાં જ ૫૨૫ સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના બહાને ૫૯૧૨ સરકારી સ્કૂલ બંધ કરવાની ફિરાકમાં 9:51 AM IST
મોરલ પોલીસિંગ શું છે ? નૈતિક અથવા ધાર્મિક પોલીસની વ્યવસ્થા ફક્ત ઈરાનમાં જ નથી, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા અને સુદાન સહિત 17 થી વધુ દેશોમાં ઉપલબ્ધ : એક સરકારી વ્યવસ્થા છે જે સમાજના મૂળભૂત ધોરણો (સામાજિક આચાર સંહિતા) નું પાલન સુનિશ્ચિત કરે છે : મોરલ પોલીસિંગની વ્યવસ્થા એવા દેશોમાં વધુ પ્રચલિત છે જ્યાં વહીવટ ધર્મ આધારિત કાયદા દ્વારા ચલાવવામાં આવે છે : આવા દેશોમાં, નાગરિકોના નૈતિક ચારિત્ર્યનું નિરીક્ષણ, મૂલ્યાંકન અને નિયમન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે9:10 PM IST
ભારત ટેરિફ લગાવી આપણને મારી રહ્યું છે: :ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલ પર કહી મોટી વાત : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની વેપાર નીતિઓને એકતરફી ગણાવી અને કહ્યું કે ભારત અમેરિકન હિતો વિરુદ્ધ કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત સાથે તેમના સંબંધો સારા રહ્યા છે પરંતુ ભારતીય આયાત પર લાદવામાં આવેલી ડ્યુટી ઘટાડવાના કોઈ સંકેત આપ્યા નથી.9:42 PM IST
RBIનો મોટો નિર્ણય? ટાટા સન્સને લિસ્ટિંગમાંથી મુક્તિ મળશે : SP ગ્રુપના હિસ્સાના મુદ્રીકરણ અને આંતરિક મતભેદો પર સસ્પેન્સ વધુ ઘેરું બન્યું : કંપનીએ તેનું દેવું (લગભગ રૂ. 1,200 કરોડ) ઘટાડ્યું : NBFC (નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની) લાઇસન્સ છોડી દીધું : ટાટા સન્સે વચન આપ્યું છે કે તે જૂથની અન્ય કંપનીઓ માટે નવી લોન લેશે નહીં અને કોઈ ગેરંટી આપશે નહીં9:42 PM IST
શું સસ્તું થશે અને શું મોંઘુ ? સામે આવી ગયું ફુલ એન્ડ ફાઈનલ લિસ્ટ : નવા GST સુધારાઓથી સામાન્ય જનતા, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને મોટી રાહત મળશે : રોજિંદા જીવન જરૂરી વસ્તુઓ, આરોગ્ય સેવાઓ, વાહનો અને શિક્ષણ સામગ્રી સસ્તી થશે, જ્યારે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પરનો કર વધશે11:53 AM IST
દૂધ, ચીઝ, બ્રેડ... હવે આ વસ્તુઓ પર કોઈ ટેક્સ નહીં, ફૂટવેર અને કપડાં પર પણ અપાઈ રાહત : કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 56મી બેઠકમાં સામાન્ય લોકો સાથે જોડાયેલી તમામ વસ્તુઓ પરના કરમાં ઘટાડો કરાયો :સરકારે દૂધ, કપડાં, જૂતા, ટેલિવિઝન, એર કંડિશનર અને બાઇક પર પણ GST ટેક્સ ઘટાડ્યો11:51 PM IST
અમેરિકાના ફ્લોરિડામાં બાળકો માટેની તમામ રસી ફરજિયાત નહીં રહે: બાળ રસીકરણના નિયમો રદ કરવાની યોજનાથી વિવાદ: કોઈને પણ એ અધિકાર નથી કે તે નક્કી કરે કે કોઈ બાળકના શરીરમાં શું દાખલ કરવું જોઈએ: ફ્લોરિડાના સર્વોચ્ચ સ્વાસ્થ્ય અધિકારી જોસેફ લડાપોની જાહેરાત : અત્યારે, ફ્લોરિડામાં બાળકોને શાળામાં પ્રવેશ માટે ઓરી, ગાલપચોળિયાં, પોલિયો, અછબડા અને હેપેટાઇટિસ બી જેવી બિમારીઓ સામે રસી લેવી ફરજિયાત છે*12:33 AM IST
૭૯૨ કરોડ રૂપિયાની ઠગાઈ : ED દ્વારા હૈદરાબાદથી કંપનીના COOની ધરપકડ :૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા : સાયબરાબાદની આર્થિક ગુના શાખા દ્વારા દાખલ કરાયેલી ત્રણ FIR ના આધારે તપાસ શરૂ : અમરદીપ કુમાર, કેપિટલ પ્રોટેક્શન ફોર્સ અને અન્ય ઘણા લોકોએ ભોળા રોકાણકારોને તેમના રોકાણ પર મોટા વળતરનું વચન આપીને છેતર્યા હોવાનો આરોપ1:05 AM IST

સજ્જડ બંધ.....

જળબમ્બાકાર....

વિરોધ પ્રદર્શન.....

બચાવ કામગીરી....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત રાજ્યમાં વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય : આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ : અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી : આઠમી તારીખે વરસાદની તીવ્રતા એકદમ ઘટી જશે : સોમવારે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી5:22 PM IST
સુરતમાં વધુ એક પરિણીતા પૂજા પટેલે તેમના બે વર્ષના પુત્ર ક્રિશિવને લઈને 13 મા માળેથી ઝંપલાવ્યુ : બંનેના મોત : ગણેશજીની મૂર્તિથી આશરે 50 મીટર દૂર આ માતા અને પુત્રના મૃતદેહ પડ્યા : પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી : 13મા માળેથી પડવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી ,પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસવાનું અને આસપાસના લોકો તથા સંબંધીઓના નિવેદનો લેવાનું શરૂ કર્યું3:59 PM IST
‘મેઘરાજાની મેઘમહેર’ ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ :જ્યારે ઉત્તર ગુજરાતમાં ૯૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો : સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ૧૧૩ ડેમ હાઈએલર્ટ પર : ૯૬ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ : ૮૨ ડેમ ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૬૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા : જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૯ ટકાથી વધુ જળસંગ્રહ11:59 AM IST
યાત્રાધામ અંબાજી માતાજીના સાનિધ્યમાં ભાદરવી પૂનમનો મહામેળો ૨૦૨૫ : ૧૮ વર્ષની અવિરત પરંપરા… અન્નસેવામાં અગ્રેસર જય જલિયાણ સેવા કેમ્પ” :જુઓ વિડીયો : ભક્તિ, ભોજન અને સેવાનો અનોખો સંગમ: રતનપુર-દાંતા માર્ગ પર માઇભકતોનું મનગમતું આશ્રયસ્થાન : ચા, નાસ્તો, મસાજ અને મેડિકલ સુવિધા સાથે ચોવીસ કલાક ભોજન પ્રસાદની વ્યવસ્થા12:53 PM IST
અમિતભાઈ ૧૩ અને ૧૪ના ગુજરાત આવી રહ્યાના સમાચારોથી સિનિયર IPS અધિકારીઓમાં આશાનું કિરણ જાગવાનું કારણ આવું છે : ૧ ડઝન જેટલા સિનિયર ips કોઇ કામવગર અર્થાત્ પોસ્ટિંગ વગર બેઠા છે, ગણપતિ વિસર્જન પછીનું આશ્વાસન ગાંધીનગરે આપ્યું છે, તેમાં ટોચ લેવલના નિર્ણયો કે કે એ ગુજરાત છોડ્યા પછી જેમના પર બધું નિર્ભર છે, તેવા કેન્દ્રીય મંત્રીનું આગમન મહત્વનું માનવામાં આવે છે વિસાવદરના લોકોનો અલગ મિજાજ ગણી ગોપાલ ઇટાલિયાની જીતને હાઈકમાન્ડ હળવાશથી એટલે લેતુ નથી તેનું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયા જયા જાય છે, ત્યાં પાટીદાર યુવાનો સહિત યુવા પેઢી ઉમટી પડે છે રાજકીય રીતે મહત્વની ગણાતી ib વડાનું સ્થાન સરકારના ખૂબ વિશ્વાસુ હાથોમાં સોંપવાનો સમય આવી જવા સાથે કામચલાઉ ભરાયેલ સીઆઇડી વડા, અમદાવાદ રેન્જ વિગેરે માટે વિચારવામાં ઢીલ કરવી હવે ભૂલ ગણાય... લાંબા વર્ષોથી જેનું મહેકમ મંજૂર થયેલ છે તેવા ગાંધીનગર, વિગેરેને કમિશ્નરેટ, રાજકોટ રેન્જ, બોર્ડર રેન્જમાં ભાગ પાડી નવી રેન્જ વિગેરે પ્રશ્ને તાકીદે નિર્ણય થશે કે આ મામલો બાકી રાખી બાકીના સ્થાનો ભરાશે? લાખ રૂપિયાનો આ સવાલ ips લેવલે આખા રાજ્યમાં હોટ ટોપિક છે...3:42 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રમોશન માટે દિલ્હીમાં અગ્રગણ્ય ઉદ્યોગકારો-સંગઠનો સાથે ફળદાયી સંવાદ-બેઠક : ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશીપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ સ્ટેટ છેઃ મુખ્યમંત્રી :વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથનું ગુજરાત મોડલ બનશેઃ મુખ્ય સચિવ પંકજ જોષી:ગુજરાત VGRCના નવા ઈનેશિયેટીવથી દેશમાં લીડ લઈને અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યુઃ DPIIT સચિવ અમરદીપસિંઘ ભાટીયા8:11 PM IST
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના આંકડામા નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એનઆરઆઈ ડિપોઝિટમાં 16.97 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો : ડોલર સામે ભારતીય રૂપિયાના મજબૂતીકરણ અને વૈશ્વિક રેમિટન્સમાં વધારાને કારણે ઉછાળો આવ્યો : ગલ્ફ, ઉત્તર અમેરિકા અને યુરોપમાં કામ કરતા ભારતીય કામદારોની કમાણી અને અનુકૂળ ચલણની હેરફેરને કારણે રેમિટન્સ મજબૂત બન્યા4:49 PM IST
ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં ‘બોઇલર તંત્ર’ દ્વારા નોંધાયેલા કાર્યરત બોઈલરોનું ૧૦૦ ટકા નિરીક્ષણ: છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ પ્રાણઘાતક અકસ્માત નહીં : વર્ષ ૨૦૨૨ થી ૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૨૩ હજાર કરતાં વધુ બોઈલર અને ૬૭૫ ઇકોનોમાઇઝરને પ્રમાણિત કરાયા : બોઈલર નિરીક્ષણ ફી થકી સરકારને રૂ. ૩૬ કરોડથી વધુની માતબર આવક પણ થઈ11:25 AM IST
દેશના સામાન્ય નાગરિકોના હિતમાં અનેકવિધ ચીજ-વસ્તુ અને સેવા પરના વેરાના દરમાં ધરખમ ઘટાડો કરાવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વેરાના દરમાં સુધારા થવાથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણ અને સામાજીક સુરક્ષામાં વધારો થશે: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ : દિલ્હી ખાતે મળેલી ૫૬મી જીએસટી કાઉન્સિલમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયને આવકાર3:58 PM IST
જમીન ધસવાની જે સમસ્યા ઉત્તરકાશી અને જોશીમઠમાં હતી તે હવે ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા શહેરો પર પણ આવવા લાગતા લોકોમા ચિંતા : અમદાવાદના બોપલ અને વટવા વિસ્તારોમાં આ દર વાર્ષિક 3.5 સેન્ટિમીટર હતો,સુરત પણ આનાથી પાછળ નથી 2014 અને 2020 ની વચ્ચે અહીં વાર્ષિક 0.01 થી 6.7 સેન્ટિમીટર જમીન ધસી રહી હોવાનું નોંધાયું હતું જેમાં કરંજ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો'તો4:19 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અને ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાલે અમદાવાદમા ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ : પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહેશે : ૩૦ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે 2:32 PM IST
સરધાર નજીકથી કારમાં રાજકોટના જગદીશ અને વિજયસિંહ ૪.૧૦ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા : અગાઉ દારૂના ચાર ગુનામાં સામેલ જગદીશે હવે માદક પદાર્થની હેરાફેરી ચાલુ કરીઃ વિજયસિંહની ગાડી લઇ બંને રાજસ્થાનથી એમડી લાવ્યાઃ વેંચે એ પહેલા પકડાઇ ગયા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએઅસાઇ ધ્રાંગુ અને ટીમની કાર્યવાહીઃ ઇન્દ્રજીતસિંહ જાડેજા અને ફિરોઝભાઇ રાઠોડની બાતમી2:24 PM IST
માતાએ તેડેલા ૧૦ વર્ષના બાળકના હાથમાંથી સોનાની કડલીની ચિલઝડપ કરી ગઠીયો ‘છૂ'! : સામા કાંઠે ‘ચંપકનગર કા રાજા ગણેશ પંડાલ'માંથી દર્શન કરીને નીકળ્યા ત્યારે બનાવ સિલ્વર નેસ્ટના અવધ મકવાણા પત્નિ પુત્રને લઇ દર્શન કરવા ગયા હતાં: ચાલીને વાહન પાર્ક કર્યુ હતું તે તરફ જતાં હતાં ત્યારે બનાવઃ બંનેએ પીછો કર્યો પણ ગિરદીનો લાભ લઇ ભાગી ગયોઃ બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી3:51 PM IST
રાજકોટથી સિદસર સુધીની પદયાત્રાનું પ્રસ્થાનઃ ૯૦૦ પદયાત્રીકો જોડાયા : શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સતત ૨૬ મી પદયાત્રાનું પ્રસ્થાન કરાવતા સાંસદ પરસોતમભાઈ રૂપાલા :મા ઉમિયાના જયઘોષ ભજન કિર્તન સાથે પદયાત્રીકોનો સંઘ રવાનાઃ શનિવારે ઉમિયાધામ સિદસર પહોંચશેઃ સિદસરમાં ભાદરવી પૂનમે શ્રી ૧ા શતાબ્દી વર્ષની પૂર્ણાહુતી ઉત્સવઃ ભાવીકોનો પ્રવાહ ઉમટશે2:29 PM IST
આંબેડકરનગરમાં પિતા-પુત્ર-પુત્રીનો સામુહિક આપઘાતનો પ્રયાસઃ વ્યાજખોરોનો અનહદ ત્રાસ : નાગજીભાઇ બાબરીયાએ પીજીવીસીએલ ક્લાર્ક પુત્ર અને પુત્રી સાથે ફિનાઇલ પીતાં સારવારમાં : બીઝનેસ માટે અલગ અલગ શખ્સો પાસેથી ૧૫ થી ૨૦ ટકા લેખે ચાલીસેક લાખ લીધા હતાં: સ્યુસાઇડ નોટમાં દસ જેટલા નામો લખ્યાઃ નાગજીભાઇએ ચિઠ્ઠીમાં લખ્યું-સમાજમાં અમને ક્યાંય બેસવા જેવુ ન રહેતાં મરવા મજબૂર થયા છીએઃ ૧૮ મહિનાથી વ્યાજખોરો અમને હેરાન કરે છે, વ્યાજ-રકમ ચુકવી દીધા છતાં પીછો છોડતા નથીઃ મારા દિકરા, તેના પત્નિને પણ સતત ધમકીઓ મળે છેઃ ઘરે આવી ધમકાવે છેઃ અમારા મર્યા પછી આવા લોકોને ફાંસીની સજા કરાવજો4:08 PM IST
ડી.આઇ- ડ્રેનેજના ખોદકામ બાદ ૩૧.૧૫ કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓ થશે ચકાચક : શનીવારે મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટી મળશેઃ ૨૩ દરખાસ્ત : વેસ્ટઝોનના વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨ના વિવિધ વિસ્તારમાં મેટલીંગ કામગીરી કરવા કાર્યવાહીઃ વગડ ચોકથી ટીલાળા ચોક સુધીનો રોડ સીમેન્ટથી મઢાશેઃ વિવિધ વિકાસકામો અંગે થશે નિર્ણય3:04 PM IST
બરકતીનગરમાં રાકેશ પર આશીફ-અલીની ટોળકીનો સશષા હુમલોઃ હાથ-પગ ભાંગી નાંખી હત્યાનો પ્રયાસ : કોઠારીયા સોલવન્ટમાં વીસેક દિવસ પહેલા નાના ભાઇ રવિએ પડોશી આશીફના સગા અલીના ૩ વર્ષના દિકરાને ઠપકો આપ્યો હોઇ ખાર રાખી કાવત્રુ ઘડી રવિના મોટા ભાઇ રાકેશને તે પત્નિ માટે દવા લેવા જતો'તો ત્યારે ઘેરી લઇ ઘા કર્યાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો :આશીફ અંસારી, અલી, આશીફના ભાઇઓ જુનેદ, અશરફ અને પાંચ અજાણ્યા સામે ગુનોઃ કાર-બૂલેટ પર આવી તૂટી પડયા2:25 PM IST
મોચીબજારમાં સફાઇ કામદારના ઘરમાંથી સગાના છોકરાએ જ કરી'તી ચોરીઃ ૩.૨૧ લાખના દાગીના સાથે પકડાયો : રવિભાઇ વાઘેલા માસીનું અવસાન થતાં માતા સાથે ભાવનગર ગયા હોઇ સગીરે ઘર રેઢુ હોવાનું જાણી ભાવનગરથી રાજકોટ આવી હાથફેરો કરી લીધો હતોઃ પીઆઇ બી.વી. બોરીસાગર, પીએસઆઇ રાણા, એએસઆઇ બી. વી. ગોહિલની ટીમની કાર્યવાહીઃ કનુભાઇ, સાગરભાઇ, કરણભાઇ, ધર્મેશભાઇની બાતમી3:46 PM IST
૯ સપ્ટેમ્બરે ભુજમાં ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સાહિત્યકાર ‘કવિ કાન્તના સ્મરણોત્સવના આયોજન સાથે ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરાશે : કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવન અને પૂર્વાલાપ ફાઉન્ડેશન દ્વારા આયોજન : ઘણા મહીનાઓના ઊંડા સંશોધન દરમિયાન જય ખોલિયાએ કવિ કાંતના ભૂલાઇ ગયેલા અને ગુમ થયેલા સાહિત્યનું અનમોલ ખજાનો શોધી કાઢ્યો9:09 AM IST
કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ સહિતનાં ધર્મસ્થાનોથી દેદીપ્યમાન નવાનગર : ‘‘છોટીકાશી'' જામનગરનાં કળષ્ણ અને વિષ્ણુનાં પ્રાચીન - પ્રસિદ્ધ મંદિરો ધર્મનગરીની આગવી ઓળખ સમાનઃ વામન જયંતિ પર નગરનાં વિષ્ણુ મંદિરોની વિશેષતાઓ અને ઈતિહાસ : આજે ગુરૂવાર ઉપરાંત ભગવાન વિષ્ણુનાં વામન અવતારનો પ્રાગટય દિન એટલેકે વામન દ્વાદશી પણ છે ત્યારે આ શુભ સંયોગ પર નગરનાં કળષ્ણ મંદિરો તથા વિષ્ણુ મંદિરોની યાત્રા કરીએ... 2:01 PM IST
’’ગણેશ ચતુર્થી તહેવાર’’ તથા ’’ઇદે મિલાદ તહેવાર’’ અન્વયે ફુટ પ્રેટ્રોલીંગ તથા શાંતિ સમિતિની મીટીંગ આયોજન કરતી જામનગર પોલીસ : પોલીસ અઘિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓની અઘ્યક્ષ સ્થાને સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયવિરસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક જામ ગ્રામ્ય વિભાગ તથા વી.એમ.લગારીયા પો.ઇન્સ એલ.સી.બી. તથા બી.એન.ચૌધરી સહિતના ઉપસ્થિત11:28 AM IST
લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્તમાથી પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારુ સાથે ઝડપી પાડતા સનસનાટી : બોટાદના ખસ રોડ પર આવેલા મિલેટ્રી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી બાતમીવાળા વાહનને અટકાવી તલાશી લેતાં પાછળના ભાગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો5:05 PM IST
કાલે ૫ સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી ખારવા પ્રાથમિક શાળાના શિક્ષક વિદ્યાર્થીઓ માટે ફાળવે છે “એક્સ્ટ્રા સમય અને એક્સ્ટ્રા લેકચર” : પરેશભાઈ સોરઠીયાએ અત્યાર સુધી શાળાના ૧૪૩ વિદ્યાર્થીઓને CET, NMMS, જ્ઞાન સાધના, નવોદય જેવી પરીક્ષાઓમાં મેરીટ અપાવી કારકિર્દીનું ઘડતર કર્યું : સરકારી શાળાઓના શિક્ષણ પરનો વાલીઓનો વિશ્વાસ જાળવી રાખી બાળકોનું જીવન ઘડતર કરવું જ શ્રેષ્ઠ શિક્ષકની નિશાની : શાળાના શિક્ષક પરેશભાઈ સોરઠીયા : શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વિનામુલ્યે શિક્ષણ મેળવી શકે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવવા બદલ સરનો આભાર વ્યક્ત કરતી વિદ્યાર્થીની દુધાગરા પ્રિશા3:57 PM IST
મોડપર અને ગુંદા ગામમાં બે બોગસ તબીબ ઝડપાયા1:27 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 માં ભાગ લેનારી તમામ 8 ટીમોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું : UAE ની ટીમ મુહમ્મદ વસીમના નેતૃત્વમાં એશિયા કપમાં રમશે : આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી હોવાથી ઉત્સાહ4:36 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
બિગ બોસ ૧૯' ની સ્પર્ધક તાન્યા મિત્તલ ઐશ્વર્યા રાય કરતાં વધુ સુંદર માને છે : જે પહેલા અંબાણીનો બિઝનેસ સંભાળવાનું સ્વપ્ન જોતી હતી: 1૨મું પાસ ન થયા પછી પણ તેણે ૨ કરોડનો પોતાનો બિઝનેસ બનાવ્યો અને મિસ એશિયાનો ખિતાબ પણ જીત્યો : બિગ બોસ ૧૯' ની સ્પર્ધક તાન્યા મિત્તલ મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે. તે એક મોડેલ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને બિઝનેસવુમન છે6:54 PM IST
‘જેલર ૨'નો દબદબો યથાવત, વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કર્યો : ‘જેલર ૨' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. માત્ર ૧૮ દિવસમાં, ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે : ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન રૂ.૫૩૩.૭૫ કરોડ પર પહોંચી ગયું છે, જે તેને ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બનાવે છે10:16 AM IST
વિજય જાદવનો આજે જન્મદિવસ4:26 PM IST





























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































































































