News of Wednesday, 28th October 2026
કિંગમાં જોવા મળશે છમ્મક છલ્લો જેવી ધમાલ, ફેન્સ માટે ખુશખબર
શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાને એક ગીત માટે શુટિંગ શરૂ કરી દીધું

મુંબઈ તા.૨૮: છમ્મક છલ્લો ગીત જ્યારે આવ્યું ત્યારે સુપરડુપર હિટ સાબિત થયું હતું, એમાં પણ અકોનનો અવાજ અને શાહરૂખ ખાનના ડાન્સ સ્ટેપ. આ ગીત પાર્ટી સોંગ બન્યું હતું અને હજુ પણ વાગે ત્યારે પગ થિરકવા લાગે છે. શાહરૂખની નવી આવી રહેલી ફિલ્મમાં પણ આ જોડી ફરીવાર જોવા મળી શકે છે. શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાને એક ગીત માટે શુટિગ શરૂ કરી દીધું છે. આ ગીત તેના અગાઉના ગીત છમ્મક છલ્લો જેવું હોઈ શકે છે. ગીતમાં ફરીવાર બન્નેની કેમેસ્ટ્રી જોવાની મજા આવશે. કિંગ ફિલ્મ માટે આ ગીતની પસંદગી કરવામાં આવી છે.
લગભગ ત્રણ વર્ષ બાદ શાહરૂખ ખાનની સ્ક્રિન પર વાપસી થઈ રહી છે. સ્ક્રિન પરથી ધડાકો કરવા માટે કિગખાન તૈયાર છે. તાજેતરમાં જ 'કિગ' ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં તેનો એક દમદાર લૂક જોવા મળી રહ્યો છે. કિંગ ફિલ્મમાં એક દમદાર ડાન્સ પર્ફોમન્સ જોવા મળશે. ડાન્સ નંબર માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કરીના અને શાહરૂખ આ ગીતના શુટિગ માટે તૈયારીઓ કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર કરીનાએ શાહરૂખ ખાનની ફિલ્મ રા-વનમાં આ ગીત કર્યું હતું. એ પછી હવે તે કિંગ ફિલ્મ માટે આ ગીત કરે એવું જાણવા મળ્યું છે. બન્નેએ ગીતના શુટિગ માટે લાઈનઅપ કર્યું છે. શુટિગ પણ શરૂ કરી દીધું છે. આ ગીતની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટ કરી રહી છે. આ ગીતમાં બીજા કેટલાક ઈન્ટરનેશનલ ડાન્સર પણ જોવા મળશે. આ ગીત પણ એક હાઈ એનર્જી અને પાર્ટી સોંગ હશે.
હાલમાં ગીતને એક મોટા સ્કેલ પર શુટ કરવામાં આવી રહ્યું છે. આ ગીતની હાઈલાઈટ્સ પણ પછીથી રિલીઝ કરવામાં આવશે. શાહરૂખ અને કરીના એક લાંબા બ્રેકબાદ ફિલ્મી ગીતમાં જોવા મળશે. આમ તો શાહરૂખે કરીના સાથે છમ્મક છલ્લો સિવાય પણ મરાજાણી, યે મેરા દિલ, સન સનનન, રાત કા નશા, રૌશની સે હરેભરે, જેવા એકથી એક ચડિયાતા ગીત કર્યા છે.
તમામ ગીતમાં બન્નેની કેમેસ્ટ્રી પણ ફેન્સને પસંદ પડી રહી છે. આશરે ૩ વર્ષ બાદ કિગ ખાન સ્ક્રિન પર કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મ તેની દીકરી સુહાનાની ડેબ્યૂ ફિલ્મ છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, બોબી દેઓલ, અભય વર્મા, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત, અરસદ વારસી, સૌરભ શુક્લા, અક્ષય ઓબેરોય જેવા મોટા કદના કલાકારો જોવા મળશે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
