<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમેરિકાએ ભારત સરકારને કેનેડા સાથે સહકાર સાધવા કહ્યું છે. ભારત શું જવાબ આપે છે તેના તરફ સૌની મીટ. જો બાયડન અને કમલા હેરીસની સરકારે કહ્યું છે કે ભારત સહકાર આપી રહ્યું નથી. અમેરિકા સરકારે કેનેડાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે જ્યારે કેનેડાની બાબત સામે આવે છે ત્યારે અમે સ્પષ્ટ કહ્યું છે કે આ આક્ષેપો અતિ ગંભીર છે અને તેને ભારતે ગંભીરતાથી લેવા જોઈએ.. મુંબઈના અંધેરી વેસ્ટ માં આવેલ રિયા પેલેસમાં ૧૪ માળના બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી છે. પ્રાથમિક અહેવાલ મુજબ ત્રણના મૃત્યુ થયા છે.. દિલ્હીમાં એર પોલ્યુશન વધવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ રહી છે આજે પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ઉમર અબ્દુલ્લા શપથ લઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસ નવી સરકારમાં જોડાયેલ નથી હરિયાણામાં ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક મળી છે. ૧૭ ઓક્ટોબરે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે11:10 AM IST

તબિબ યુવતિને ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ કારખાનેદાર હેમીલ પાદરીયાએ બ્‍લેકમેઇલ કરી ૧ લાખ પડાવ્‍યા : યુવતિ વલસાડ એમબીબીએસ કરતી હતી ત્‍યારે હેમિલે ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ મોકલીઃ તે સ્‍કૂલમાં પણ સાથે હોઇ રિક્‍વેસ્‍ટ સ્‍વીકારીઃ પછી ધરાર મિત્રતા રાખવા ધમકી આપવા માંડયોઃ એક વખત વલસાડ જઇ યુવતિને ધમકાવી બીચ પર બોલાવી તેની સાથે ફોટા પાડી લીધા : યુવતિ અભ્‍યાસ પુરો કરીને રાજકોટ આવતાં હેમીલે પરાણે મિત્રતા રાખવા દબાણ કર્યુઃ યુવતિના માતા-પિતાએ સમજાવ્‍યો છતાં ન સમજયોઃ મધરાતે ફોન કરી ગાળો ભાંડી અને બીજા દિવસે ફોટા પોતાના ફેસબૂક-ઇન્‍સ્‍ટાગ્રામમાં સ્‍ટેટ્‍સમાં મુકી તેણીના માતા-પિતાને પણ મોકલ્‍યા : નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્‍ડમાં પણ સતત પાછળ ફરી હેરાન કરતાં અંતે ફરિયાદ નોંધાવીઃ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ પી. એસ. ગોહિલ, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નાના મવા રોડ નહેરૂનગરમાં રહેતાં કારખાનેદારને નોંધી સકંજામાં લીધો3:00 PM IST

જેન્‍તીભાઇને વેવાઇ, વેવાણ કહેતાં જમીન અમારી દિકરીના નામે નહિ કરો તો તમારા દિકરાનો ઘરસંસાર બગાડશું! : ઓમનગર ન્‍યુ રાજદિપ સોસાયટીના વૃધ્‍ધના આપઘાતમાં પુત્રવધૂ-વેવાઇ પક્ષ સામે ગુનો દાખલ થયો : પુત્રવધૂ ભુમિકા કહેતી-ચાર વીઘા જમીન મારા નામે નહિ કરો તો તમારા પોૈત્રને સુખેથી રહેવા નહિ દઉઃ ભુમિકાના મામાજીએ પણ હેરાન કરી દેવાની ધમકી આપતાં અંતે જેન્‍તીભાઇ કારેણાએ જીવ દીધો હતો : આપઘાત કરનાર વૃધ્‍ધના પુત્ર સંદિપ કારેણાની ફરિયાદ પરથી તેની પત્‍નિ ભુમિકા, સસરા પરબત રામશી, સાસુ હંસાબેન, મામાજી જેન્‍તી રાજા વિરૂધ્‍ધ તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી :વેવાઇ પરબત પીપરોતર અને વેવાણ હંસાબેન કહેતાં કે-તમારા દિકરાને કોઇ દિકરી આપે તેમ નહોતું, અમે દિકરી આપી તો તમારે અમે કહીએ તેમ કરવું પડશે, સરખા નહિ ચાલો તો દિકરી પાછી લઇ જઇશું :જેન્‍તીભાઇના કારેણાના દિકરા સંદિપનો સાળો પિયુષ સટ્ટામાં ૮૫ લાખ હારી જતાં તેમની જમીન પર વેવાઇ પક્ષે ડોળો નાંખ્‍યો હતો3:44 PM IST