<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

મહારાણી ૫માં ફરી જોવા મળશે રાની ભારતીનો દબદબો

ફરી આવી રહી છે રાની ભારતી! હુમા કુરેશીની મહારાણી ૫માં જોવા મળશે રાજકારણની મોટી રમત : હુમાની આ સિરીઝ જાન્‍યુઆરી ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છેઃ આ સિરીઝનું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે હવે ચાહકોની નજર તેના ટીઝર પર ટકેલી છે

નવી દિલ્‍હી તા.૨: હુમા કુરેશી ફરી એકવાર વેબ સિરીઝ મહારાણીની પાંચમી સિઝનમાં રાની ભારતીના પાત્રમાં પોતાની છાપ છોડવા આવી રહી છે. અહેવાલો અનુસાર, આ રાજકીય ડ્રામા સિરીઝની આગામી સિઝન જાન્‍યુઆરી ૨૦૨૭માં આવી શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. નિર્માતાઓ ટૂંક સમયમાં તેના ટીઝરની તૈયારી પણ કરી રહ્યા છે. હવે ચાહકોએ આ સિરીઝ માટે વધારે રાહ જોવી નહીં પડે.

હુમા કુરેશીએ પોતાની કારકિર્દીમાં દરેક પ્રકારનાં પાત્રો ભજવ્‍યાં છે. જોકે, તેમનું મહારાણીનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્‍યું હતું. હવે આ સિરીઝનો આગામી ભાગ આવવા માટે તૈયાર છે. હુમાના ચાહકો માટે આ સમાચાર કોઈ ભેટથી ઓછા નથી. હવે સૌની નજર આ સિરીઝના ટીઝર પર ટકેલી છે.

ફરી રાજકારણની દુનિયામાં તાકાત બતાવશે હુમા કુરેશી હુમા કુરેશીએ વર્ષ ૨૦૨૧માં આવેલી સિરીઝ મહારાણીમાં રાની ભારતીનું પાત્ર ભજવીને દર્શકોને આヘર્યચકિત કરી દીધા હતા. આ સિરીઝમાં તેમણે એક સામાન્‍ય ગૃહિણીમાંથી શક્‍તિશાળી રાજકીય નેતા બનવાની કહાની પડદા પર રજૂ કરી હતી. હવે આ સિરીઝની પાંચમી સિઝન આવવાની છે. આ વખતે પણ હુમા રાની ભારતીના પાત્રમાં પોતાની છાપ છોડવા આવી રહી છે. આ વખતે કહાનીમાં ઘણું નવું જોવા મળશે. 'વેરાયટી ઇન્‍ડિયા'ના અહેવાલ અનુસાર, સિરીઝનું ટીઝર ૧ નવેમ્‍બરે રિલીઝ થવાની અપેક્ષા હતી. જોકે, રવિવારે બપોરે ૧ વાગ્‍યા સુધી નિર્માતાઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નહોતી. આવી સ્‍થિતિમાં ટીઝરની રિલીઝને લઈને દર્શકોનો ઉત્‍સાહ યથાવત્‌ છે.

મીડિયા અહેવાલો અનુસાર, મહારાણી ૫નું શૂટિંગ દિલ્‍હી, ભોપાલ અને લદ્દાખ જેવાં સ્‍થળોએ થયું છે. આ વખતે સિરીઝ ખૂબ મોટા પાયે બનાવવામાં આવી છે. અગાઉની સિઝનમાં રાની ભારતીની રાજકીય લડાઈ બિહારની સીમાઓથી આગળ વધતી જોવા મળી હતી. આવી સ્‍થિતિમાં નવી સિઝનમાં તેમની રાજનીતિ કઈ દિશામાં આગળ વધશે અને તેમને કયા પડકારોનો સામનો કરવો પડશે, તે જોવું રસપ્રદ રહેશે. આ સિરીઝના નિર્માતા સુભાષ કપૂર છે. તેની કહાની બિહારના રાજકારણની આસપાસ ફરે છે, જેમાં રાની ભારતી એક સામાન્‍ય ગૃહિણીમાંથી પ્રભાવશાળી નેતા બનવા સુધીની સફર નક્કી કરે છે.

તમને જણાવી દઈએ કે આ સિરીઝની પહેલી સિઝન વર્ષ ૨૦૨૧માં આવી હતી. બીજી સિઝન વર્ષ ૨૦૨૨માં આવી હતી. ત્‍યારબાદ ત્રીજી સિઝન ૨૦૨૪માં આવી હતી. તેમાં રાની પોતાની રાજકીય પકડ ફરી મજબૂત કરવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. ચોથી સિઝન વર્ષ ૨૦૨૫માં રિલીઝ થઈ હતી. હવે આ સિરીઝની પાંચમી સિઝન આવી રહી છે. પાંચમી સિઝનમાં કહાની કયા વળાંક પર પહોંચશે, એતો સિરીઝ રિલીઝ થાય પછી જ ખબર પડશે.

 

(9:56 AM IST)