News of Monday, 20th April 2026
તબુએ વર્સોવામાં ખરીદ્યો ૧૦ કરોડ રૂપિયાનો ફલેટ

મુંબઈ,તા.૨૦: હાલમાં તબુએ મુંબઈના વર્સોવામાં ગોદરેજ પ્રોપર્ટીઝ પાસેથી ૧૦ કરોડ રૂપિયામાં ૨૧૫૩ સ્ક્વેર ફુટનો ફલેટ ખરીદ્યો છે જેમાં અંદાજે ૧૨૭ સ્ક્વેર ફુટની બાલ્કની સામેલ છે. દસ્તાવેજો મુજબ આ ફલેટ વર્સોવામાં ગોદરેજ સ્કાયશોર બિલ્ડિંગમાં ખરીદ્યો હતો. આ ફલેટ ૨૦૨૬ની ૨૬ માર્ચે રજિસ્ટર કરવામાં આવ્યો હતો જેના માટે ૫.૨૪ લાખ રૂપિયા સ્ટેમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી ચૂકવવામાં આવી હતી. દસ્તાવેજમાંથી જાણવા મળે છે કે તબુએ આ ફલેટ સાથે બે કાર પાર્કિગ સ્લોટ પણ ખરીદ્યા છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
