<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

  અંધશ્રદ્ધા અને ધતિંગ કરનારાઓ સામે ૩૭ વર્ષથી સતત જંગ લડતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કરી નિવૃત્તિની મોટી જાહેરાત : ૭૦ વર્ષ પૂર્ણ કર્યા બાદ ભૂવા ભારાડીઓ સામેની સીધી કાર્યવાહીઓ સમેટી લેવાશે અને સંસ્થા પણ બંધ કરી દેવાશે તેવી જાહેરાતથી સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા : જુઓ વિડીયો : દોરા ધાગા અને ચમત્કારના નામે લોકોને છેતરતા તત્વોના પર્દાફાશની સતત ભાગદોડ અને ધતિંગબાજો તરફથી મળતી ધમકીઓ વચ્ચે હાલ ૬૯માં વર્ષમાં ચાલી રહેલા જયંત પંડ્યા હજુ એક વર્ષ કામ કરીને નિવૃત્ત થશે : અત્યાર સુધીમાં ૨૮૪૫ ધુણતા અને સવારી આવવાના તૂત તેમજ ૧૨૮૮ ભૂવા મુંજાવર અને પાદરીઓના ધતિંગ બંધ કરાવ્યાનો દાવો6:11 PM IST

ડબલ એન્‍જીનની સરકારે ગુજરાતને સમગ્ર વિશ્વમાં ડેસ્‍ટીનેશન સેન્‍ટર બનાવ્‍યું: અર્જુનભાઈ મોઢવાડીયા : વાયબ્રન્‍ટ ગુજરાત રીજનલ સમિટઃ દાહોદઃ પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્‍યક્ષતા હેઠળ દાહોદ જિલ્લા કક્ષાનો : કાર્યક્રમ યોજાયોઃ ૫૪ લાખથી વધુના આર્થિક લાભોનું લાભાર્થીઓને વિતરણઃ ગુજરાત રાજ્‍યમાં ઉદ્યોગનીતિઓ સાથે....વિકસિત દાહોદ બનાવવા માટે દાહોદનું એકેએક ઘર, નાગરિક, પરિવાર અને ખેડૂતનો વિકાસ જરૂરીઃ દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાઃ દાહોદ જિલ્લો શિક્ષણ-આરોગ્‍ય જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસ તરફ આગળ વધી રહ્યો છેઃ રાજ્‍યમંત્રી રમેશભાઈ કટારા10:46 AM IST

શિક્ષણના નામે ઉઘાડી લૂંટઃ પેપર લીક પરીક્ષા કૌભાંડો સામે છાત્ર-ગૂંજ : ૨૨-૨૩ જૂને રાજ્‍યભરના જિલ્‍લાઓમાં પ્રેસ કોન્‍ફરન્‍સ દ્વારા વિદ્યાર્થીઓના અવાજને વાચા અપાશેઃ અમિત ચાવડા : શિક્ષણ વ્‍યવસ્‍થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશેઃ તમામ જિલ્‍લાઓમાં પ્રેસ કોન્‍ફરન્‍સઃ વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો અને ફરિયાદોને વાચા અપાશેઃ અમિત ચાવડાઃ ૨૨ લાખ NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ રૂ.૧.૩૨ લાખ કરોડ- જ્‍યારે દેશનું શિક્ષણ બજેટ ૧.૪૦ લાખ કરોડઃ પેપરલીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર, માનસિક તણાવ અને આત્‍મહત્‍યાના બનાવોમાં વધારોઃ કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન રાજીનામું આપેઃ મોદી સરકારના ૧૦ વર્ષમાં ૮૯ પેપરલીક અને ૪૮ પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવીઃ NEET, JEE, UPSC, SSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ દેશના પરિવારોનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારેઃ અમિત ચાવડા4:14 PM IST

પ્રસિદ્ધ શિવરાજપુર અને પોશિત્રા ડોલ્‍ફિન સાઇટ માટે ‘બેસ્‍ટ સ્‍પોટ': અર્જુનભાઈ મોઢવાડિયા : ડોલ્‍ફિન સંરક્ષણમાં ગુજરાતનું યોગદાન મહત્‍વનું: રાજ્‍યના સમુદ્ર કિનારાના વિસ્‍તારમાં અંદાજે ૬૮૦થી વધુ ડોલ્‍ફિનની હાજરીઃવન અને પર્યાવરણ મંત્રી ડોલ્‍ફિનનો શિકાર કે નુકશાન પહોંચાડવું તે બિન-જામિનપાત્ર ગુનોઃ‘સ્‍વસ્‍થ ઇકોસિસ્‍ટમ' માટે ડોલ્‍ફિન ખુબ જ મહત્‍વનું જળચરપ્રાણીઃ કચ્‍છના અખાતમાં આવેલો ભારતનોપ્રથમ દરિયાઈ રાષ્‍ટ્રીય ઉદ્યાન ડોલ્‍ફિનનું મુખ્‍ય ઘરઃ ‘માનવમિત્ર જળચર' તરીકે ઓળખાતી ડોલ્‍ફિન દેશ-વિદેશનાપ્રવાસીઓ માટે નવું આકર્ષણ ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જળચર- વન્‍ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષપ્રયાસોના પરિણામે વર્ષ-૨૦૨૫ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્‍તારમાં અંદાજે ૬૮૦થી વધુ ડોલ્‍ફિન નોંધાઈ 1:15 PM IST

શાપરમાં વૃધ્‍ધને બંધક બનાવી અઢી કરોડની લૂંટ : લૂંટનો ભોગ બનેલા વૃધ્‍ધના પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા શાપરમાં મારૂતિ પેટ્રોલ પંપ ધરાવે છેઃ તેઓ પરિવાર સાથે રાજકોટ રહે છેઃ રેન્‍જ આઇજી નિર્લિપ્‍ત રાય, એસીપી વિજયસિંહ ગુર્જર, ગોંડલ ડીવાયએસપી કે. જી. ઝાલા, રૂરલ એલસીબી, એસઓજી, શાપર પોલીસે ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરી : પાંચ લૂંટારાનું પગેરૂ શોધવા, ફુટેજ મેળવવા ટીમો કામે લાગતાં પારડી નજીકના કેમેરામાં શકમંદો નજરે ચડયા : ૭૭ વર્ષના જીતેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ શાપરમાં હાલ બીનખેતીની જમીન વેંચવાનું ચાલુ કર્યુ હોઇ તેની રકમ શાપરના ઘરે જ રાખતાં હતાં અને પોતે પણ અહિ જ રહેતાં હતાં: જીલ્લાભરની પોલીસ કામે લાગીઃ નાકાબંધી કરાવાઇઃ લૂંટારાઓ જાણભેદુ હોવાની શંકાએ પણ તપાસનો ધમધમાટ : ૨ કરોડ ૪૭ લાખ રોકડા, ૭થી ૮ તોલા સોનાના દાગીના અને ૩૨ બોરની રાયફલ, મોબાઇલ ફોન લૂંટી ગયા : મધરાતે ઘટનાથી ખળભળાટ : રાતે દરવાજા તોડી ઘરમાં ઘુસેલા લૂંટારૂઓ પૈકી ઍક વૃધ્ધ જીતેન્દ્રસિંહની છાતી પર ઉભો રહી ગયોઃ બીજા ચારે લૂંટ કરીઃ પછી તેમને રૂમમાં પુરીને ભાગી ગયા2:46 PM IST

ઇમિટેશનના કામના બહાને વેપારીએ પરિણીતાને ઘરે બોલાવી દેહ પીંખ્‍યો : ફોટા વાયરલ કરવાની ધમકી દઇ વારંવાર બળજબરી : પતિને મદદરૂપ થવા પરિણીતાએ ઇમિટેશનનું કામ ચાલુ કર્યુઃ કામ આપતો વેપારી તેણીના વ્‍હોટ્‍સએપ સ્‍ટેટસ લાઇક કરતો ને કહેતો-મારી પત્‍નિ બીજા સાથે ભાગી ગઇ છેઃ આવી વાતો કરવાની ના પાડી છતાં બહાના કરી મેસેજ-કોલ કરતો : એક વખત બળજબરી આચરી લીધા પછી ફોન કરી કહ્યું-હવે હું જેમ કહું તેમ કરવાનું, નહિતર તારા પતિને ફોટા મોકલીશઃ તેણીને બાથરૂમમાં પરાણે ન્‍હાવા મોકલી વિડીયો કોલ કરી તેનું પણ રેકોર્ડીંગ કરતોઃ છેલ્લે છુટાછેડા લઇ લેવા ધમકાવી અને તેણીના પતિને પણ ફોન કરી ધમકી દીધીઃ આજીડેમ પોલીસે રીન્‍કલ આંબલીયા સામે ગુનો નોંધ્‍યો 2:24 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST