<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

રાજકોટ મધ્યસ્થ જેલના 60 વર્ષથી ઉપરના ૧૫ પુરૂષ અને ૧૭ સ્ત્રીઓ, કુલ ૩૨ કેદીઓને દિવાળીના પાવન તહેવાર નિમિત્તે પરિવાર સાથે ખુશાલીથી ઉજવણી કરવા માટે ૧૫ દિવસની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગના જેલ સુધારણા અને કલ્યાણ પ્રવૃત્તિના સંવેદનશીલ નિર્ણય તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ અનુસાર આ કેદીઓ હવે પોતાના કુટુંબીજનો સાથે હર્ષોલ્લાસપૂર્વક આ વર્ષે દિવાળીનો તહેવાર મનાવી શકશે.

(6:50 PM IST)