<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th April 2024

લોકસભાના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સીટોની દ્રષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે : નાગપુરમાં RSS ના વડા મોહન ભાગવતે પણ મતદાન મથક પર પહોંચીને પોતાનો મત આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ લોકોને હિન્દી, તમિલ, મરાઠી સહિત 5 ભાષાઓમાં ભરપૂર મતદાન કરવાની અપીલ કરી છે. પ્રથમ તબક્કામાં 1,625 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 1,491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે. આ વખતે 8 કેન્દ્રીય મંત્રીઓ, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ પણ ચૂંટણી મેદાનમાં છે : બંગાળના કૂચ બિહારમાં મતદાન ફરજમાં રોકાયેલા એક CAPF જવાનનું મોત થયું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકનું નામ નિલેશ કુમાર છે. તેઓ બિહારથી ચૂંટણી ફરજ પર આવ્યા હતા.

(12:29 PM IST)