<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

કોર્પોરેશનના ચોક્કસ અધિકારીની અબજોની મિલકતો વિશે સોશ્યલ મીડિયામાં વાયરલ થયા સંદેશાઓ ગેમઝોન દુર્ઘટનાના જવાબદાર અધિકારીઓ સામે એસીબીની તવાઈ ઉતરવાના અહેવાલો વચ્ચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ચોક્કસ અધિકારીએ એકઠી કરેલી કરોડોની મિલકતો જેમાં ૩ પેટ્રોલ પંપો, ૧૦ એકર જગ્યા, લોઠડામાં દવાની ફેકટરી, શાપરમાં મોટા ઈન્ડસ્ટ્રીયલ શેડ, ખીરસરા નજીક રીસોર્ટમાં ૩ બંગલાઓ, ગોંડલ રોડ પર કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ઓફીસ, આલીશાન નવનિર્મિત બંગલો, બીએમડબલ્યુ, ઓડી, ઈનોવા, વર્ના કાર સહિતની મિલકતો વિશે સોશ્યલ મીડિયામાં સંદેશાઓ વાયરલ થઈ રહ્યા છે. જે ચર્ચાનો વિષય બન્યા છે.

( IST)