<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મોદી સરકારના અનેક પ્રધાનો ચૂંટણીમાં ભારે નિષ્ફળતા મેળવી રહ્યા છે : સાંજે સાડા પાંચ વાગે મળતા અહેવાલ મુજબ નરેન્દ્ર ભાઈ મોદી સરકારના અનેક પ્રધાનો પરાજય તરફ આગળ વધી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટના ૫૩ પ્રધાનો માંથી ૩૩ પ્રધાનો કાં તો વિજેતા બન્યા છે અથવા લીડ મેળવી ચૂક્યા છે, જ્યારે ૨૦ પ્રધાનો ખૂબ જ પાછળ ચાલી રહ્યા છે અથવા તો આ પરાજિત થઈ રહ્યા છે. આમ ૬૦% પ્રધાનો વિજેતા બની રહ્યા છે, તો ૪૦% પ્રધાનો પરાજય તરફ દોડી રહ્યા હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.

(5:38 PM IST)