
રાજસ્થાનમાં ગોધરાકાંડ પર પુસ્તક પર પ્રતિબંધ, મંત્રીએ કહ્યું- હિંદુઓને ગુનેગાર કહેવાતા ગોધરાની ઘટના પર આધારિત પુસ્તક હવે રાજસ્થાનમાં વાંચવામાં નહીં આવે : રાજસ્થાન સરકારે આ પુસ્તક પાછું ખેંચવાનો આદેશ જારી કર્યો : તમામ શાળાઓને વિતરિત પુસ્તકો પાછા બોલાવવા માટે કહેવામાં આવ્યું છે, અને આ પુસ્તક ખરીદવાની સૂચનાઓ રદ કરવામાં આવી 5:07 PM IST
મધ્યપ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્કમાં 48 કલાકમાં 8 હાથીઓના મોતથી દેશભરમાં ખળભળાટ : ભૂલથી કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો અથવા તો તેમને ઝેરી પદાર્થ ખવડાવવામાં આવ્યો હોવાની શક્યતા : 8 ડોક્ટરોની ટીમ દ્વારા મૃત હાથીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું : પોસ્ટમોર્ટમ અને પ્રાથમિક તપાસમાં ઝેરી ખુરાની અથવા કોડો કુટકી જેવા ફળો સાથે ઝેર આપવાથી મૃત્યુ થયું હોવાની પણ ડૉક્ટરોએ શંકા વ્યક્ત કરી5:03 PM IST
પ્રકાશના પર્વની ઉજવણીનો સર્વત્ર થનગનાટ : અત્ર - તત્ર અને સર્વત્ર ઉત્સાહ - ઉમંગ - હર્ષોલ્લાસનો માહોલ : મહાપર્વની મહાઉત્સાહ સાથે ઉજવણી કરવા લોકો સજ્જ : ઘેરઘેર આસોપાલવના શુકનવંતા તોરણો બંધાવ્યા : સુંદર રંગોળીઓનું નિર્માણ : રાત્રે ભવ્ય આતશબાજી : રાતભર ફુટશે ફટાકડા : ઠેરઠેર આકર્ષક રોશની : વેપારીઓ કરી રહયા છે ચોપડાપૂજન : હેપી દિવાળીની શુભેચ્છાઓની આપ-લે10:39 AM IST
ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનની ઉંમર પાંચ વર્ષથી વધારીને સાત વર્ષ કરવાને કારણે વિવાદ : ભાજપના ઉમેદવાર ગામલીલ હેમબ્રામે રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી : હેમંત સોરેનની જમીનના ભાવમાં તફાવતને લઈને પણ સવાલો ઉભા થયા : 2019માં જે જમીનની કિંમત 10 લાખ રૂપિયા કહેવાતી હતી તે આ વખતે 4 લાખ 45 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે : ગામલીલે કહ્યું, જમીનના ખોટા ભાવ આપ્યા, વાહનની માહિતી છુપાવી4:59 PM IST
કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ પડવાની ભારતીય હવામાન વિભાગ દ્વારા ચેતવણી : IMD દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ વચ્ચે શાળા, કોલેજો અને ઘણી સરકારી ઓફિસોમાં પણ રજા જાહેર : જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. તેમજ જરૂરી વસ્તુઓ જેમ કે રાશન વગેરેનો ઘરે જ સ્ટોક કરો : વહીવટી તંત્ર દ્વારા સૂચના4:46 PM IST
ફોક્સવેગનના ત્રણ પ્લાન્ટ બંધ થશે : જર્મનીમાં પણ આર્થિક સંકટ શરૂ ? : ફોક્સવેગનની મુખ્ય બ્રાન્ડનું પરફોર્મન્સ પણ એકદમ નબળું પડયું : નવ મહિનામાં તેનો ઓપરેટિંગ નફો ૨૧ ટકા ઘટયો છે જર્મનીમાં પોતાની ઓછામાં ઓછી ત્રણ ફેક્ટરીઓ બંધ કરવાની છે, હજારો લોકોની છટણી કરવાની છે અને બાકીના જે પ્લાન્ટ છે તેને પણ ડાઉનસાઈઝ કરશે : કંપનીમાં લગભગ ત્રણ લાખ કર્મચારીઓ કામ કરે છે અને હવે મોટા પાયે હડતાલ થાય તેવી શકયતા છે3:37 PM IST
આ દિવાળીએ સ્વયં ઝળહળીએ દીપની જેમ...12:10 PM IST
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં યુગો-યુગો સુધી લોકોને આશરો મળશે : અમિતભાઈ શાહ : 1100 રૂમના ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રી અને વડતાલ ગાદીના પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે લોકાર્પણ : શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીએ અમિતભાઈ શાહને ગર્ભગૃહમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની ચાંદીની મૂર્તિની ભેટ આપી : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દરેકના દુ:ખ દૂર કરે છે, મારા જીવનમાં જ્યારે મુશ્કેલી અને ચિંતા આવી ત્યારે દાદા સમક્ષ શિશ ઝૂકાવ્યું અને તે ચિંતા મુશ્કેલી દૂર થઈ છે : અમિતભાઈ શાહ2:00 PM IST
અહીં યુગ-યુગ સુધી લોકોને આશરો મળશે:સાળંગપુરમાં ગુજરાતનું સૌથી વધુ રૂમવાળું યાત્રિક ભવનનું અમિતભાઇ શાહના હસ્તે લોકાર્પણ : --- યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂમ અવેલેબલ :500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા1:42 PM IST
યાત્રિગણ કૃપીયા ધ્યાન દે :તહેવારો દરમિયાન, રૂટિન ટ્રેનો ફૂલ :વિશેષ ટ્રેનોમાં હજુ સીટ ખાલી :વહેલી ટિકિટ બુક કરો : રેલ્વે દ્વારા ચલાવાતી વિશેષ ટ્રેનો ખાલી જયારે નિયમિત ટ્રેનો મુસાફરોથી ભરેલી:નોર્થ ઈસ્ટર્ન રેલવેએ અત્યાર સુધીમાં 175 સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી પરંતુ આમાંથી ઘણી ટ્રેનોમાં પૂરતી સીટો અને બર્થ ખાલી1:35 PM IST
સીએમ યોગીએ પ્રથમ દીપોત્સવને યાદ કર્યો: અયોધ્યામાં મળેલ પરાજયની વેદના તેમના ભાષણમાં છલકાઈ ઉઠી : સીએમ યોગીએ અયોધ્યાથી ભાજપના ઉમેદવારની હારનું દર્દ વ્યક્ત કર્યું અને કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારે અયોધ્યા માટે કરેલા વચનો પૂરા કર્યા છે. સીએમ યોગીએ વધુમાં કહ્યું કે માતા સીતાની અગ્નિપરીક્ષાનું વારંવાર પુનરાવર્તન ન થવું જોઈએ.9:19 PM IST
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ નિવૃત્ત થતા પહેલા મદરેસા સહિતના પાંચ મહત્ત્વના કેસમાં ચુકાદો આપશે. : CJI ચંદ્રચૂડની ખંડપીઠે 4 થી 8 નવેમ્બર દરમિયાન ઘણા મોટા કેસમાં પોતાનો ચુકાદો આપશે : શનિવાર અને રવિવારના કારણે 9 અને 10 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ બંધ રહેશે:ડી. વાય. ચંદ્રચૂડ માટે 8 નવેમ્બર CJI તરીકે છેલ્લો દિવસ હશે9:07 PM IST
અખનૂર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા: કાશ્મીરમાં મોટા હુમલાની યોજના બનાવતા હતા : આતંકવાદીઓ પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) જૂથના સભ્યો હતા: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ઘૂસણખોરી કરી:જપ્ત કરાયેલા વાયરલેસ સેટે જૈશ-એ-મોહમ્મદ સાથે તેના જોડાણની પુષ્ટિ કરી 10:05 PM IST
પ્રસૂતિની પીડાથી મહિલા કણસતી રહી :અધિકારીએ રજા આપવાની ના પાડી: બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું : પ્રિયદર્શિનીએ આરોપ લગાવ્યો છે કે સીડીપીઓ સ્નેહલતા સાહુએ તેની સાથે અમાનવીય વર્તન કર્યું જેના કારણે તેણીએ સાત મહિનાની ગર્ભાવસ્થા ગુમાવી દીધી: પીડિત પ્રિયદર્શિનીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે જિલ્લાના ડીએમ અને એસપીને લેખિત ફરિયાદ આપી1:19 AM IST
એક જ પરિવારના ત્રણ હાથીઓના કરંટ લાગવાથી મોત : શ્રદ્ધાંજલિ આપવા હાથીઓના ટોળા ઉમટયા : મરનારા ત્રણેય હાથીઓ પર 11KVનો વીજળીનો તાર તૂટી પડ્યો જેના કારણે ઘટનાસ્થળ પર જ ત્રણેય હાથીઓના તડપીને મોત થયા : ડ્રોનથી પેટ્રોલિંગ કરતી વખતે વન વિભાગને જાણ થઈ: અધિકારીઓએ મરનારા હાથીઓની જગ્યા પાસે ખાડો ખોદીને ત્યાં જ દાટ્યા11:22 PM IST
દારૂના નશામાં ધૂત પુત્રએ વૃદ્ધ અંધ માતા પર પેટ્રોલ રેડીને જીવતી સળગાવી: સંભાળ બાબતે ઘરમાં ઝઘડા થતા હતા. : બાલાગાંવ, હરદામાં, એક નશામાં ધૂત પુત્રએ તેની અંધ માતા પર પેટ્રોલ રેડ્યું અને તેને આગ લગાવી દીધી. વૃદ્ધ મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી 9:40 AM IST
અકિલા સોશ્યિલ મીડિયા'''સમય જ બળવાન છે. કેવો વિચિત્ર જોગ-સંજોગ છે' :ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 'સમય બૉમ્બ 'ફોડ્યો : સલમાનને અપરાધી ગણાવ્યો !! : -ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટમાં લખ્યું છે કે, સમય જ બળવાન છે, કેવો વિચિત્ર જોગ-સંજોગ છે. 'જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે' આનું નામ જ સમય!11:18 PM IST
ગુજરાત પોલીસે ખાસ તાલીમ આપીને તૈયાર કર્યો ‘આલ્કોહૉલ ડિટેક્શન ડોગ'આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ રાજકોટમાં નોંધાયો : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ દ્વારા ‘આદ્રેવ’ને અપાઇ ખાસ તાલીમ : ૯ માસની તાલીમ પૂર્ણ કરીને પાસ થયેલા આદ્રેવે રાજકોટની ઢેબર કોલોની ખાતે એક મકાનમાંથી દારૂ બનાવવા વપરતો ઠંડો આથો શોધી કાઢ્યો : બુટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીનમાં ક્યાંય પણ સંતાડી રાખવામાં આવેલા આલ્કોહૉલને આ તાલીમબદ્ધ ડોગ શોધી લેશે : આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઇ સામગ્રીની સુગંધ પરખતા જ ડોગ પગના પંજા મારીને કે બાર્કીંગથી ડોગ હેન્ડલરને આલ્કૉહોલ અંગે સંકેત આપી દેશે12:47 PM IST
આલ્કોહોલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ'ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ રાજકોટમાં નોંધાયો : ગુજરાત પોલીસે ખાસ તાલીમ આપીને તૈયાર કર્યો ‘આલ્કોહોલ ડિટેક્શન ડોગ : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ દ્વારા ‘આદ્રેવ'ને અપાઇ ખાસ તાલીમ : ૯ માસની તાલીમ પૂર્ણ કરીને પાસ થયેલા આદ્રેવે રાજકોટની ઢેબર કોલોની ખાતે એક મકાનમાંથી દારૂ બનાવવા વપરતો ઠંડો આથો શોધી કાઢયોઃ બુટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીનમાં કયાંય પણ સંતાડી રાખવામાં આવેલા આલ્કોહોલને આ તાલીમબદ્ધ ડોગ શોધી લેશે : આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઇ સામગ્રીની સુગંધ પરખતા જ ડોગ પગના પંજા મારીને કે બાકશ્નગથી ડોગ હેન્ડલરને આલ્કાહોલ અંગે સંકેત આપી દેશે3:35 PM IST
પ્રખ્યાત સંગીતકાર શંકર - જયકિશનની જોડી બનવાથી લઇ તૂટવા સાથે મોત પણ દર્દનાક મળ્યું : કામ શોધતા બંને એક દિવસ ફિલ્મ નિર્દેશકની ઓફિસમાં મળ્યા અને મિત્રતા થઇ : શંકરસિંહ રઘુવંશીને ભણવામા મન લાગતું નહી : તબલા વગાડવાનું મન થયું તો તબલા શીખ્યા : જયારે જયકિશન ડાયાભાઈ પંચાલ હાર્મોનિયમ વગાડવામાં એટલા નિપુણ હતા કે તેમની સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નહતું : તેઓનું સપનું હીરો બનવાનું હતું : શંકર જયકિશન શૈલેન્દ્ર અને હસરત જયપુરીની કલમથી જ ગીતો લખાવતા : જયકિશનની જોડી થઈ ત્યારે બંનેએ એકબીજાને વચન આપ્યું હતું. પણ એક દિવસ જયકિશનજીએ વચન તોડ્યું અને... : મોહમ્મદ રફીએ આ અણબનાવને દૂર કરવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ ધીમે ધીમે આ અણબનાવ ખાઇ બની ગયો અને શંકર જયકિશનની જોડી : બહુ ઓછા લોકો જાણતા હશે કે લતાજી અન્ય ગાયકોની શૈલીની નકલ કરીને ગાતા હતા : શંકર જયકિશન જ હતા જેમણે લતાજીને સૌપ્રથમ પોતાની શૈલીમાં અને પોતાના અવાજમાં ગાવાનું કહ્યું હતું12:46 PM IST
દૂધની ડેરીમાં વિજય સખિયાનું સ્વાગત4:10 PM IST
વિક્રમ સંવત ર૦૮૧નું વાર્ષિક રાશિ ભવિષ્ય6:02 PM IST
‘પ્રભુ હાઇટસ' ને લકઝુરીયસ રહેણાંકનો ગૌરવવંતો એવોર્ડ : નામાંકીત બિલ્ડર રાજુભાઇ પોબારૂ અને દિશીતભાઇ પોબારૂના કેન્દ્રના કેબિનેટ મિનિસ્ટર અને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલજીના હસ્તે અદ્્કેરૂં સન્માનઃ ‘ધ મોસ્ટ એફોર્ડેબલ લકઝુરીયસ રેસીડેન્સીયલ બિલ્ડીંગ' તરીકે ‘પ્રભુ હાઇટસ' પ્રોજેકટે સમગ્ર રાજકોટમાં ડંકો વગાડી દીધોઃ લોકોનો ધસારો3:54 PM IST
વિજ્ઞાનમાં નવીનતાની સીમાઓને આગળ ધપાવતા રાજકોટના વૈજ્ઞાનિક ડો. કીર્તન દીક્ષિત : અમેરિકામાં નાસા ખાતે ઓપ્ટિકલ અને સેમિકન્ડક્ટર સંશોધનના : *ડો. કીર્તન પી. દીક્ષિત મૂળ રાજકોટના છે. શહેરની કોટક સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટથી બીએસસી, એમએસસી અને એમ.ફિલ કર્યુ : ત્યારબાદ યુએસએની ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી (૨૦૧૮)માંથી ભૌતિકશાષામાં એમ.એ. થયા. અમેરિકા યુનિ. ઓફ અલબામાં ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગ કર્યા બાદ પીએચડી થયા *તેઓ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમીનિસ્ટ્રેશન (નાસા)માં માર્શલ સ્પેસ ફલાઇટ સેન્ટર (MSFC) ખાતે NASA પોસ્ટડોક્ટરલ રિસર્ચ ફેલો છે * હાલ LYNX આવા જ મિશન હેઠળ લીંક્સ ટેલીસ્કોપનું મિશન ચાલી રહ્યું છે જે અંતર્ગત ૨૦૩૦ થી ૩૫ સુધીમાં આ લિંક્સ વેધશાળા ચંદ્ર વેધશાળાને રિપ્લેસ કરશેઃ જેમાં ડો. દીક્ષિત ઉચ્ચ-રિઝોલ્યુશન એક્સ-રે મિરર્સના વિકાસ, ડિઝાઇન અને પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. * ડો. દીક્ષિતના યોગદાનને કારણે તેમને પ્રતિષ્ઠિત NASAપોસ્ટડોક્ટરલ ફેલોશિપ (૨૦૨૪) અને SPIE ઑપ્ટિક્સ એન્ડ ફોટોનિક્સ એજ્યુકેશન સ્કોલરશિપ (૨૦૨૩) સહિત અનેક પુરસ્કારો મળ્યા છે 3:45 PM IST
કંકણ પ્રસ્તુત ‘‘માઁ ચાચર મોતીડે વધાવો'' ગરબા વિશ્વની અલૌકિક આરાધના : માઁ દુર્ગાના નવ રૂપ થકી માતાજીના સાનિધ્યની અનુભૂતિ : પદ્મશ્રી હેમંત ચૌહાણ દ્વારા દિપ પ્રાગટય : અરવિંદભાઇ પટેલ, મનેષભાઇ માદેકા, સુરેશભાઇ નંદવાણા, અશોકભાઇ (રાધિકા જવે.) અને પ્રભુદાસભાઇ (શિલ્પા જવે. નો આર્થિક સહયોગ : ૧૧પ૧ દિપજ્યોતના ઝળહળાટે કંકણના કલાકારો, માનનીય મહેમાનગણો, પ્રેક્ષક ગણ દ્વારા આદ્યશકિતની આરાધના : ગુણવંતભાઇ ડેલાવાળા, કિરણભાઇ પટેલ, ડો. અલ્પનાબેન ત્રિવેદી અને આર્કિટેક નિલેષભાઇ ભોજાણીનું આયોજન : આ શુભ અવસર પર અનુવાદક અશોકકુમાર હંસદેવજી સાગઠિયા દ્વારા અનુવાદ કરેલ પુસ્તક : ‘ડો. જિવાઓ (સંપૂર્ણ ભાવાનુવાદી, ડો. ઘોડાગાડી વાળા' નું વિમોચન કરવામાં આવેલ :‘અકિલા' જ્ખ્ઘ્ચ્ગ્બ્બ્ધ્ ન્ત્સ્ચ્ ઉપરથી ૧૭૦ દેશોમાં હજારો લોકોએ કંકણના કામણ માણ્યા : કંકણ પ્રેરણાષાોત હંસદેવજી સાગઠિયા, અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા અને ડો.ઘનશ્યામ જાગાણીના શુભાશીષથી કંકણ અવિરત અનન્ય કાર્યક્રમ : કાર્યક્રમનું સંચાલન કલાધારિત્રી સુશ્રી સોનલ શ્રીદેવી સાગઠિયા, ગુજરાતી અભિનેતા -લેખક હર્ષલ માંકડ તથા આરજે નૂપુર શ્રીમતી નિશિતા દીપ માંડવીયા દ્વારા કરવામાં આવેલ . જેમણે પ્રેક્ષકોને પોતાની વાક્્છટા દ્વારા મનોરંજન પુરૂ પાડયુ 3:44 PM IST
દ્વાર દિપાવતા શુકનવંતા આસોપાલવના તોરણ...3:49 PM IST
કેશોદમાં પ્રેમિકાને મળવા ગયેલા ચોરવાડના રવિનું અપહરણ કરી વાડીમાં લઇ જઇ રાતભર ધોકાવ્યો : ગાડીના ફેરા કરેવા આવતો હોઇ યુવતિ સાથે પરિચય થયા બાદ છએક માસથી ઇલુ ઇલુ ચાલતુ હતું : મોડી રાતે યુવતિના સગા જોઇ જતાં રિક્ષામાં નાંખી લઇ જવાયો હતોઃ ધોલધપાટ બાદ વહેલી સવારે જ્યાંથી ઉઠાવ્યો હતો ત્યાં ફેંકી દેવાયોઃ આખા શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયોઃ ગુનો નોંધવા તજવીજ11:08 AM IST
ઉપલેટા યાર્ડના ચેરમેને શુભેચ્છા પાઠવી12:15 PM IST
દિવાળી પછી 12 નવેમ્બરથી લાખો ભાવિકોના આસ્થાના પ્રતીક સમી ગિરનારની લીલી પરિક્રમા : યાત્રાળુઓના હેલ્થ ચેકઅપ માટે ઉભા કરાશે આરોગ્ય કેન્દ્રો : વયોવૃધ્ધ કે હૃદયની તકલીફ ધરાવતા લોકોને ગિરનાર પરિક્રમા ન કરવા અપીલ કરાઈ : પડતર ફળો તથા ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ન ખાવાની તકેદારી રાખવી : ખરાબ પાણી, નદી નાળાના પાણી પીવામાં ઉપયોગમાં લેવું નહીં5:00 PM IST
પોરબંદરની શ્રીનાથજી હવેલીમાં રવિવારે સાંજે અન્નકોટ મનોરથના દર્શન : પોરબંદરની શ્રીનાથજી હવેલીનું શ્રીનાથદ્વારામાં દર્શન જેટલું મહત્વ : શ્રીનાથદ્વારા હવેલીના રાકેશબાવાશ્રીની પ્રેરણાથી પોરબંદરમાં શ્રીનાથજીની હવેલી : વિશ્વમાં ર સ્થળે હવેલીમાં ધજા મનોરથ જેમાં રાજસ્થાન શ્રીનાથજી હવેલી સાથે પોરબંદરની હવેલીનો સમાવેશ : પુનમ ભરવા જતાં વૈષ્ણવો પોરબંદર હવેલીમાં પુનમ ભરી શકે તેવી આસ્થાઃ શ્રીનાથદ્વારા જેમ પોરબંદરમાં મુંડનવિધિ12:13 PM IST
મેંદરડા ખેતી બેંકના મેનેજરનો વિદાય સમારંભ12:23 PM IST
ગોંડલના ચોરડી પાસે ૩પ લાખનો વિદશી દારૂનો જથ્થો પકડાયો : દારૂ ભરી આવેલી બે બોલેરોમાંથી કટીંગ થતું'તુંને એલસીબી તથા એસઓજીનો કાફલો ત્રાટકયોઃ ૬રર૮ બોટલ દારૂ અને ૩ વાહન સહિત ૪૬ લાખના મુદામાલ સાથે બેની ધરપકડ : રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા તથા ટીમના દરોડાના પગલે નાસભાગઃ ડ્રાઇવરો નાસી છુટયાઃ બે મજુરો પકડાઇ ગયા2:19 PM IST
૩૦૦૦ દીવડાઓથી ઝગમગશે ભાવનગરનું અક્ષરવાડી પરિસર12:17 PM IST
ઔદ્યોગીક ગેસના સીલીન્ડરમાં દારૂનો જથ્થો છુપાવી ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશઃ લાખોનો દારૂ કબ્જે : તહેવારોમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા અવનવા કિમીયા અજમાવતા બુટલેગરો આટકોટના મોટા દડવા પાસે રૂરલ એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો, ટ્રક અને યુટીલીટી સહિત રર લાખનો મુદામાલ કબ્જે કર્યો આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર અલ્તાફ ઉર્ફે ૬ આંગળીનો હોવાનું ખુલતા અલ્તાફ તેના સાગ્રીત સોયેબની શોધખોળ2:17 PM IST
જાફરાબાદ ધાડના ગુનામાં ૧ર આરોપી ઝડપાયા3:13 PM IST
દિવાળી પર આ દેશમાં લગાવવામાં આવ્યું લોકડાઉન5:32 PM IST
રિષભ પંત, શ્રેયસ ઐયર, KL રાહુલને ના કરાયા રિટેન :ધોની IPL રમશે: જુઓ 10 ટીમોના સંપૂર્ણ રીટેન્શન લિસ્ટ : દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિટેન કર્યો નથી: કેએલ રાહુલ લખનૌ સુપરજાયન્ટ્સમાંથી બહાર :મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા :બેંગલુરુએ માત્ર ત્રણ ખેલાડીઓને જયારે પંજાબની ટીમે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા7:21 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
જુનાગઢના એડવોકેટ માર્કન્ડભાઇ દવેનો જન્મ દિવસ11:33 AM IST













































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




































































































































































































