<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મમતા બેનર્જીના ભત્રીજા ૭ લાખ મતથી વિજેતા થયા : શત્રુઘ્‍ન સિન્‍હા ૫૨ હજાર મતે આગળ : જયાં તોફાન થયા હતા તે સંદેશ ખાલી બેઠક ઉપર ભાજપ ઉમેદવાર પાછળ રહી ગયા : પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીના રાઈટ હેન્‍ડ મનાતા અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બર બેઠક ઉપરથી ૭ લાખ મતે વિજેતા થયાનું જાણવા મળે છે : જયારે પヘમિ બંગાળની આસનસોલ બેઠક ઉપર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર અને જાણીતા અભિનેતા શત્રુઘ્‍ન સિન્‍હા ૫૨ હજાર મતે આગળ છે : જયારે પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્‍તારમાં ભાજપ સરકારે તૃણમુલ કોંગ્રેસના નેતા ઉપર દરોડા પાડી હથિયારોનો જથ્‍થો કબ્‍જે કરેલ તે બસીર હાર બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ખૂબ જ પાછળ ચાલી રહ્યાનું જાણવા મળે છે.

(6:07 PM IST)