<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

પૂર્વ કેબિનેટ મંત્રી અને એનસીપીના નેતા પ્રફુલ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી પદની ઓફરને ફગાવી દીધી: કહ્યું કે અમારા વચ્ચે કોઈ મતભેદો નથી, મંત્રી પદની ઓફર પર એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું છે કે "અમારી વચ્ચે કોઈ મતભેદ નથી, હું કેબિનેટ મંત્રી રહી ચુક્યો છું, હું રાજ્ય મંત્રી પદ સ્વીકારી શકતો નથી, જેની અમને ઓફર થઈ છે. પ્રફુલભાઈએ કહ્યું હતું કે ગઈકાલે રાત્રે અમને કહેવામાં આવ્યું કે અમારી પાર્ટીને સ્વતંત્ર હવાલા સાથેનું રાજ્ય કક્ષાનું મંત્રીપદ મળશે. હું અગાઉ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી હતો, તેથી આ પદ સ્વીકારવું મારા માટે નાલેશીભર્યું હશે. શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે અમે ભાજપના નેતૃત્વને જાણ કરી દીધી છે અને તેઓએ અમને પહેલાથી જ કહ્યું છે કે થોડા દિવસો રાહ જુઓ, તેઓ ઉપાયાત્મક પગલાં લેશે...''

(5:46 PM IST)