News of Monday, 10th June 2024
પંજાબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ડ્રોન સાથે હેરોઈનનું પેકેટ ઝડપાયું : રતનખુર્દ ગામની બહાર ચીની બનાવટનું ડ્રોન અને 530 ગ્રામ હેરોઈનનું પેકેટ જપ્ત કરીને તપાસ : પંજાબ તા.૧૦ પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીકના ગામની બહારના વિસ્તારમાંથી ડ્રોન સાથે હેરોઈનનું પેકેટ મળી આવ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. : પ્રવક્તાએ કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન બીએસએફના જવાનોએ રતનખુર્દ ગામની બહાર ચીની બનાવટનું ડ્રોન અને 530 ગ્રામ હેરોઈનનું પેકેટ જપ્ત કર્યું હતું. : પ્રવક્તાએ કહ્યું કે પેકેટ પીળી એડહેસિવ ટેપમાં લપેટાયેલું હતું અને તેની સાથે એક નાનકડી 'એલઈડી લાઈટ' જોડાયેલ હતી.

(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
