<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

રાજસ્‍થાનના ચિતોડગઢના સાંવલિયા શેઠ મંદિરમાં ૧૮ કરોડનું દાન : રાજસ્‍થાનના ચિતોડગઢના સાંવલિયા શેઠ મંદિર, મંડફિયા ધામમાં સંપતિનો ભારે વરસાદ વરસ્‍યો છે. અહીં દાનપેટીઓમાંથી કરોડો રૂપિયાની નોટો અને સોના-ચાંદીના દાગીના મળી આવ્‍યા છે.સાંવલિયા શેઠ મંદિરમાં ગણતરીનો ચોથો રાઉન્‍ડ પૂર્ણ થતાં ૧૮ કરોડ રૂપિયા દાનમાં મળ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે. લગભગ ૭૦૦ ગ્રામ સોનું અને ૮૮ કિલો ચાંદી પણ પ્રાપ્‍ત થયું છે. અહીં દર મહિને દાનપેટી ખોલવામાં આવે છે. અને મોટા પ્રમાણમાં દાન પ્રાપ્‍ત થાય છે.

(4:11 PM IST)