<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

આંધ્રપ્રદેશ અને ઓડિશાની નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી રહેશે ઉપસ્થિત આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં નવી સરકારનો શપથ ગ્રહણ 12 જૂને થશે. ચંદ્રબાબુ નાયડુ બુધવારે સવારે 11 વાગ્યે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જ્યારે ઓડિશામાં સાંજે 4.45 કલાકે શપથ ગ્રહણ કરાશે. જોકે, ઓડિશામાં સીએમને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પીએમ મોદી આ બંને શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.

(9:26 PM IST)