<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

આંધ્રપ્રદેશમાં NDA એ TDP સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટ્યા : 12 જૂને સવારે 11.27 વાગ્યે, નાયડુ અને અન્ય પક્ષના સભ્યો કેસરાપલ્લી આઈટી પાર્ક ખાતે શપથ લેશે : વિજયવાડા - TDP પ્રમુખ એન ચન્રબાબુ નાયડુને મંગળવારે સર્વસંમતિથી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જનસેનાના વડા પવન કલ્યાણે વિજયવાડાના કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી એનડીએની બેઠકમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નાયડુના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડી પુરંદેશ્વરીએ સમર્થન આપ્યું હતું.

(1:39 PM IST)