<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

લોકસભા ચૂંટણીના પરિણામોમાંથી મોદી સરકાર કોઈ સબક લઈ રહી નથી: યુએપીએ કાનૂન બેહદ ક્રૂર છે: હજારો લોકો જેલમાં સબડે છે: ઓવૈસીના પ્રહારો : એઆઈએમઆઈએમ ના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ યુએપીએ (અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન લો) એક્ટ હેઠળ જેલ ભેગા કરાયેલા મુસલમાનો, આદિવાસીઓ અને દલિતો માટે ચિંતા દર્શાવવા સાથે ભાજપ ઉપર પ્રહારો કરતાં કહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામોથી મોદી સરકાર કોઈ સબક લઈ રહી નથી. આ કાનૂન બેહદ ક્રૂર છે અને હજારો લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા છે, તેમની જિંદગી બરબાદ થઈ રહી છે. : ૨૦૦૮ અને ૨૦૧૨ માં કોંગ્રેસે આ કાનૂનને વધુ સખત બનાવ્યા અને ૨૦૧૯માં ભાજપ તેમાં પણ ફરી વધુ સખત જોગવાઈઓ અને છૂટ લઈને આવેલ, જેનો મેં વિરોધ કરેલ.

(11:43 AM IST)