<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

છેલ્લા કેટલાક દિવસોથી સતત વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, જેના કારણે મુસાફરો પણ ભયમાં છે. હવે, દિલ્હીથી લંડન જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટને શનિવારે સવારે બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે ફ્લાઈટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરવી પડી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા તપાસ બાદ કોઈ ખતરો જોવા મળ્યો ન હતો, અને ફ્લાઈટે લંડનની મુસાફરી ફરી શરૂ કરી હતી. આ ઘટના તાજેતરના દિવસોમાં અસંખ્ય ખોટી ધમકીઓનો એક ભાગ છે, જેમાં એક અઠવાડિયામાં 15 ફ્લાઇટ્સ આવી સમાન ધમકીઓનો સામનો કર્યો છે. આમાંની ઘણી ફ્લાઇટને ટેક-ઓફ પહેલા સ્ક્રીનીંગ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી હતી.7:57 AM IST

આ અઠવાડિયે ગુલાબી ઠંડી અને ઝાકળ વર્ષાનો મિજાજ શરૂ : માવઠાની મુશ્‍કેલી મંદ પડશે રાજકોટ : હાલ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હજુ ત્રણેક દિવસ ૨૧ ઓકટોબર સુધી માવઠાની મુશ્‍કેલી ચાલુ રહેશે. કારણ કે અરબી સમુદ્રમાં એક સિસ્‍ટમ્‍સ છે જે સિસ્‍ટમ્‍સ સીધી ગુજરાતમાં નહિ આવે પણ તેની અસરથી સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં અલગ-અલગ દિવસે અલગ વિસ્‍તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ૧૮ થી ૨૧ ઓકટોબર સુધી દેખાશે. પછી અસર ઘટી જશે. તા. ૨૪ ઓકટોબરથી ભારતના પહાડી વિસ્‍તારમાં હિમવર્ષા થાય તેવી સંભાવના છે. જેની સીધી અસર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં તાપમાનમાં ઘટાડો લાવી ઠંડીનો અહેસાસ કરાવશે. હવામાન નિષ્‍ણાંત રમેશ બસીયા. (નાના ખીજડીયા - ટંકારા)11:58 AM IST

દિવાળી -૨૦૨૪ને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને લાભ મળશે : મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૬૬૬૬૬૬ જાહેર કરાયો : એસ.ટી નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો થકી ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે : સપ્ટેમ્બર મહિના કરતા ઓક્ટોબર મહિનામાં તહેવારોના પરિણામે દૈનિક એડવાન્સ બુકિંગમાં ૧૮%નો વધારો નોંધાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ4:44 PM IST

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવના વિજેતાઓને અધ...ધ...ધ.. લાખેણા ઇનામો : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આયોજીત : *અકિલા-લોહાણા મહાજન કિંગ ચિરાગ કોટક તથા કવીન મૌલી ચંદારાણાને રપ-રપ ગ્રામ (અઢી-અઢી તોલા) સોનું મહાનુભાવોના હસ્‍તે અર્પણ કરાયુ *કીડઝમાં ફર્સ્‍ટ પ્રિન્‍સ વેદાંત જીમુલીયા તથા ફર્સ્‍ટ પ્રિન્‍સેસ હરી ઉનડકટને ૪૩ ઇંચ એલઇડી ટીવી અપાયા :હીરો એકસ્‍ટ્રીમ બાઇક, હોન્‍ડા, ડીઓ સ્‍કુટર, ૧૦ ગ્રામ અને પ ગ્રામ ગોલ્‍ડ, ૩ર ઇંચ એલઇડી ટીવી, સાઉન્‍ડ બાર સહિતના લાખેણા ઇનામો મહાનુભાવો -સ્‍પોન્‍સર્સ -રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી કારોબારી પ્રમુખ ટ્રસ્‍ટીઓના હસ્‍તે આપવામાં આવ્‍યા : કુલ ૮૦ ગ્રામ (આઠ તોલા) ગોલ્‍ડ અપાયું :અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી આદરણીય કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ-માર્ગદર્શન સાથે રાજકોટ લોહાણા મહાજન સમાજ ઉત્‍કર્ષના વિવિધ કાર્યો અવિરતપણે-સફળતાપૂર્વક કરી રહ્યું છે : રાજુભાઇ પોબારૂ ;‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ'માં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ અસામાન્‍ય અમૂલ્‍ય રહ્યા : ડો. નિશાંતભાઇ ચોટાઇ :રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી, પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા અભૂતપૂર્વ-અવિસ્‍મરણીય રાસોત્‍સવ સંપન્ન2:36 PM IST