News of Sunday, 16th June 2024
પટનાના બાઢ શહેરમાં ઉમાનાથ ઘાટ ઉપર નૌકા પલટી મારી જતા ૧૫ લોકો ડૂબી ગયા : ગંગા દશેરા ઉપર પટનાના બાઢ શહેરમાં ઉમાનાથ ઘાટ ઉપર નૌકા પલટી મારી જતા ૧૫ લોકો ડૂબી ગયા છે. આજે મોટી સંખ્યામાં લોકો અહીં સ્નાન માટે આવ્યા છે. પોલીસ રાહત બચાવ કાર્યમાં લાગી ગયેલ છે. બોટમાં ૨૦ થી ૨૫ લોકો હતા. પાંચથી છ ને બચાવી લેવામાં આવેલ છે. લોકોમાં ભારે આક્રોશ છે. તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
