<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અજીતમોૈલાની ક્રુરતાઃ ૧૪ વર્ષના શુભમની હત્‍યા બાદ ત્રણ દિવસ લાશ બાથરૂમમાં રાખીઃ બે સગીરને બાજુમાં બેસાડી છરાથી કટકા કર્યા'તા! : ૮ વર્ષ પહેલા રૂખડીયાપરા આજી નદીમાંથી મળેલું માથું બંગાળના ૧૪ વર્ષના બાળક શુભમ વિનોદભાઇ હસદાનું હોવાનો ક્રાઇમ બ્રાંચે શોધી કાઢતાં ભેદ ખુલ્‍યો અને બંગાળી ઠેકેદારની શૈતાનીયત પણ સામે આવીઃ નિર્દોષ બાળકને પતાવી દીધા બાદ નિરાંતે જમ્‍યો હતોઃ કૃત્‍યને જાણી ગયેલા બે બાળકને સતત ડરાવતો કે-કોઇને કહેશો તો તમારા પણ આવા હાલ થશે! ઢીકા-પાટા મારતાં શુભમ મરી ગયો તે બીજા બે સગીરને ખબર હોઇ બીજા કોઇને કહે નહિ તેથી તેને લાશના કટકા કરવા બેસાડયાઃ પણ બંનેએ ના પાડતાં બાજુમાં બેસાડયા હતાં: પહેલા ધડનો નિકાલ બેડી પાસે કર્યો, ત્‍યારે પણ એક સગીરને સાથે લઇ ગયો હતોઃ તેના બે દિવસ પછી માથાનો નિકાલ કર્યો હતોઃ રિમાન્‍ડ મેળવવા તજવીજઃ જેસીપી ચૈતન્‍ય માંડલીકે વિગતો વર્ણવી ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીએસઆઇ સી. બી. જાડેજા, જનકભાઇ, પ્રતિકભાઇ દ્વારા તપાસઃ ૧૦ દિવસના રિમાન્‍ડ મંજુર થતાં નક્કર પુરાવા એકઠા કરવા તપાસનો ધમધમાટ2:08 PM IST

ભાગી ગયેલી પત્‍નિ રેશ્‍મા અને તેની સાથેના કિશને ફોન કરી સતત હેરાન કરતાં અમિત પઠાણે આપઘાત કર્યો'તો : મારી ઘરવાળી રેશ્‍મા ત્રણ મહિનાથી જતી રહી છે, રેશ્‍મા, કિશન, રેશ્‍માની બહેનો તસ્‍લીમ, ઇરફાના બધા ભેગા થઇ મને શાંતિથી રહેવા દેતાં નથી જેથી મારે આ પગલા ઉપાડવા પડે છે...વિડીયો બનાવી ઝેર પીધું હતું વિવેકાનંદ નગરની ઘટનામાં મૃતકના પિત્રાઇ અબઝલ પઠાણની ફરિયાદ પરથી ભક્‍તિનગર પોલીસે રેશ્‍મા પઠાણ, કિશન ગમારા, રેશ્‍માની બેહનો કાલાવડ રહેતી તસલીમ, ઇરફાના સામે આપઘાતની દુષ્‍પ્રેરણાનો ગુનો દાખલ કર્યો આપઘાત પુર્વે અમિત પઠાણે વિડીયો બનાવ્‍યો હતો તે દ્રશ્‍ય, તેનો ફાઇલ ફોટો અને તેની પત્‍નિ રેશ્‍મા જોઇ શકાય છે. તસ્‍વીરો મૃતકના ભાઇએ મોકલી હતી આપઘાત પુર્વે અમિત પઠાણે વિડીયો બનાવ્‍યો હતો તે દ્રશ્‍ય, તેનો ફાઇલ ફોટો અને તેની પત્‍નિ રેશ્‍મા જોઇ શકાય છે. તસ્‍વીરો મૃતકના ભાઇએ મોકલી હતી2:06 PM IST