<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, સરકાર નવીન માધ્યમો દ્વારા આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે : જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. : * શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જો આ વર્ષની NEET પરીક્ષાના આયોજનમાં ગેરરીતિઓ માટે દોષિત ઠરશે તો NTAના કોઈપણ અધિકારીને બક્ષવામાં આવશે નહીં. : * ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવન સંકુલમાં પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું : સંકુલને પ્રેરક અને પ્રેરણાદાયી ગણાવ્યું. : * ખરાબ હવામાને સિક્કિમના લાચુંગ અને ચુંગથાંગમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં ભારે અવરોધ ઊભો કર્યો. : * ભારત અને કંબોડિયા વચ્ચે પ્રથમ સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી. : * અંકિતા ભકટે પેરિસ ઓલિમ્પિક માટે તીરંદાજીનો વ્યક્તિગત ક્વોટા જીત્યો : અંતાલ્યા, તુર્કીમાં ક્વોલિફાયરની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

(9:16 AM IST)