તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 19th June 2024
ઘર ફૂટે ઘર જાય યુપીની અનેક બેઠકો ભાજપ એ અંદરો અંદરની લડાઈને લીધે ગુમાવી: હારી ગયેલા ભાજપના ઉમેદવારે યોગી સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપર ખુલ્લામાં આરોપ મૂક્યા :યુપીની સમેપુર લોકસભા સીટ ઉપરથી હારી જનાર ભાજપના રવિન્દ્ર કુશવાહાએ યુપીની યોગી સરકારના રાજ્યમંત્રી વિજય લક્ષ્મી ગૌતમ અને બલિયા ભાજપના જિલ્લા અધ્યક્ષ સંજય યાદવ પોતાની હાર માટે જવાબદાર હોવાનું કહ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે મને હરાવવા માટે આ બંને લોકોએ પ્રચાર કર્યો હતો. યુપીમાં લોકસભાની ૮૦ બેઠકમાંથી ભાજપ માત્ર ૩૩ બેઠકો ઉપર વિજેતા થયેલ છે. અનેક સીટો ઉપર હારનું કારણ ભાજપમાં અંદર અંદરની લડાઈ માનવામાં આવે છે અને હવે હારી જનાર ઉમેદવારો ખુલ્લામાં આવીને આક્ષેપો કરી રહ્યા છે.

(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
