<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં તાત્કાલિક સ્પેશિયલ હીટ વેવ યુનીટો ઉભા કરવા આરોગ્ય મંત્રી નડ્ડાનો આદેશ: પાટનગરમાં પ્રચંડ હીટવેવ : પાટનગર દિલ્હીમાં સરકારી હોસ્પિટલો દ્વારા ભયાનક હિટવેવ પરિસ્થિતિ અને તેને પહોંચી વળવાની તૈયારીઓનો કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ કયાસ કાઢ્યો હતો. અસરગ્રસ્તોને શ્રેષ્ઠ અને ઝડપી સારવાર મળે તે માટે તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત સ્પેશિયલ હીટ વેવ યુનીટો, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલમાં શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

(8:20 PM IST)