<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કાઠમંડુમાં કર્ફયુઃ નેપાળમાં સોશ્‍યલ મીડિયા બંધ કરી દેવાતા યુવાનો સંસદમાં ઘુસ્‍યા : નેપાળની રાજધાની કાઠમંડુમાં હજારોની સંખ્‍યામાં યુવકો - યુવતીઓ રસ્‍તા ઉપર ઉતરી આવ્‍યા છે અને સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર પ્રતિબંધો લાદવાના વિરોધમાં સંસદમાં ઘુસી ગયા છે : સ્‍થિતિ બગડતા પાટનગર કાઠમંડુમાં કફર્યુ લાદી દેવામાં આવ્‍યો છેઃ નેપાળમાં સત્તાધીશ ઓલી સરકારે એક્‍સ ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ, યુ ટયુબ, ફેસબુક સહિતના મોટાભાગના સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર પ્રતિબંધ લાદી દેતા ઓલી સરકાર વિરૂદ્ધ જનરલ ઝેડ ક્રાંતિ શરૂ થઈ છે : કાઠમંડુ ઉપરાંત મૈતીઘર અને ટોચના શહેરોમાંથી હજારોની સંખ્‍યામાં યુવાનો રેલીઓ યોજી રહ્યા છે : પોલીસે ટોળા ઉપર ટીયરગેસ સેલ છોડયા છે : કલાકો સુધી સરકારે ફોન અને ઈન્‍ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે 1:25 PM IST

વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી અને પૂર્વ સભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી : દિવંગત આત્માઓની પરમ શાંતિ માટે બે મિનિટ નું મૌન પાળી સમગ્ર ગૃહે શ્રદ્ધાંજલિ આપી : રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીના પ્રદાનને સૌએ યાદ કર્યું : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ અને પ્રતિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યશ્રીઓએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં જોડાઈને સૌ દિવંગત પૂર્વ સભ્યોને અને વિમાન દુર્ઘટના ના મૃતકોને ભાવાંજલિ આપી4:18 PM IST

અમદાવાદના નળકાંઠામાં સિંચાઈના પાણીથી વંચિત ૩૯ ગામો સુધી રૂ. ૧,૫૩૬.૮૬ કરોડના ખર્ચે પાણી પહોંચાડાવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે: ૩૭૪ કિ.મી લાંબા પાઇપલાઈન નેટવર્કથી ૩૫,૪૮૬ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ માટેનું પાણી પૂરું પાડવામાં આવશે : મંત્રી ઋષિકેશ પટેલ : પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણતાના આરે; ૨૬.૧૮ કિ.મી. પૈકી ૨૨.૭૮ કિ.મી.માં પાઇપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ : દ્વિતીય તબક્કાની કામગીરી ટેન્ડર પ્રક્રિયા હેઠળ; દ્વિતીય તબક્કામાં ૩૪૮ કિ.મી. લાંબુ પાઈપલાઈન નેટવર્ક નાખવામાં આવશે : સિંચાઈના પાણીથી વંચિત રહેલા આ ગામના ખેડૂતો પાણીની ઉપલબ્ધતાથી બે સીઝન લઈને વધારે આવક મેળવી શકશે4:54 PM IST

વિરોધ વચ્‍ચે હેલ્‍મેટની ડ્રાઇવઃ ૩ કલાકમાં ૨૫૭૧ને દંડઃ વાહન ચાલકોએ કહ્યું-ફાંસીએ ચડાવી દ્દયો! : અગાઉથી નક્કી કર્યા મુજબ જ સવારથી શહેરભરના ૪૦ પોઇન્‍ટ પર પોલીસના ધાડા ઉતરી પડયાઃ સ્‍થળ પર ૫૦૦નો રોકડ દંડ, ઇ-ચલણ ઇશ્‍યુ કરાયાઃ લોકોએ જુદા જુદા બહાના આપ્‍યાઃ એક વાહનચાલકે રોષ પુર્વક કહ્યું-વરસાદમાં કોણ હેલ્‍મેટ પહેરે, ખાડાઓમાં લોકોની પીચોટી ખસી જાય છે, રોડ રસ્‍તા તો જુઓઃ હેલ્‍મેટ પહેર્યુ હોય તો'ય માણસો મરે છે તો ફાયદો શું? ખાડાવાળા રસ્‍તા સુધારતાં નથી ને હેલ્‍મેટ પહેરાવવા બધા મંડી પડયા છેઃ અમુકે કહ્યું-ઘડીકવાર માટે નીકળ્‍યા એમાં શું હેલ્‍મેટ પહેરવું : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક વી. જી. પટેલની રાહબરીમાં સમગ્ર ટીમોએ ડ્રાઇવની કામગીરી કરી 2:51 PM IST

દિલ્‍હીની લલનાઓને રાખી હોટેલ વેલ્‍વેટમાં ચલાવાતું કૂટણખાનુ ઝડપાયું: મેનેજર, વેઇટરની ધરપકડ : ગોંડલ રોડ પર વિજય પ્‍લાઝા કોમ્‍પલેક્ષના બીજા માળે એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડો :બે સંચાલક, દલાલની શોધખોળઃ દલાલ જીતેન્‍દ્ર ઉર્ફ જીતુ રાઠોડ બે યુવતિને અહિ લાવ્‍યો હતોઃ ગ્રાહકો પાસેથી ૨૫૦૦ વસુલી હોટેલ સંચાલકને ૫૦૦ આપી ૧ હજાર લલનાને આપી ૧ હજાર દલાલ પોતે રાખી લેતોઃ પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાત, પીએસઆઇ ગોસ્‍વામી અને ટીમની કાર્યવાહી : હોટેલ સંચાલક હરિશ ખાવડુ, પ્રવિણ ઉર્ફ પપ્‍સી નાધેરા, મેનેજર કિશન માણેક, વેઇટર રાહુલ મારૂ અને દલાલ જીતેન્‍દ્ર ઉર્ફ જીતુ રાઠોડ વિરૂધ્‍ધ ગુનો નોંધાયો : ઓયો થકી બૂક કરાવીને આવેલા યુવક-યુવતિ પણ એક રૂમમાંથી મળ્‍યાઃ માત્ર મુલાકાત માટે આવ્‍યાનું કહેતાં જવા દેવાયા3:28 PM IST