News of Tuesday, 25th June 2024
રાજકોટ બંધનો પ્રારંભ: સવારના પહોરમાં શાળા કોલેજો મહદ અંશે બંધ રહી: પ્રારંભમાં બજારોમાં સોંપો: કોંગીજનો શાંતિપૂર્ણ બંધ રાખવા અપીલ કરી રહ્યા છે : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે અને આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા અપાયેલ રાજકોટ બંધના એલાનને સવારે ૯ વાગ્યાના અહેવાલ મુજબ પ્રારંભમાં જોરદાર પ્રતિભાવ મળ્યો છે. : શહેરની મોટાભાગની સ્કૂલો બંધ રહી છે. તસવીરમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલ બંધ કરી રજા પાડવામાં આવી. : જ્યારે જ્યાં જ્યાં દુકાનો ખુલી છે ત્યાં શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસના અને એનએસયુઆઇના કાર્યકર ભાઈ બહેનો બંધ પડાવવા અપીલ કરી રહ્યા છે.. તસવીર સંદીપ બગથરીયા અકિલા.

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
