<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

દિલ્હીમાં પાણી પૂરું પાડવાની માગણી સાથે ઉપવાસ ઉપર ઉતરેલા કેબિનેટ મંત્રી આતિશીની તબિયત બગડી: હોસ્પિટલમાં દાખલ: કેજરીવાલની જામીન અરજી ઉપર આજે ચુકાદો : દિલ્હીમાં પાણીની ભારે અછત સર્જાય છે. ૨૮ લાખ લોકોને પાણી મળતું નથી ત્યારે દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશી અનિશ્ચિત મુદતના ઉપવાસ ઉપર ઉતર્યા છે. તેમના ઉપવાસના ચોથા દિવસે તબિયત બગડતા ગઈ રાત્રે લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું સુગર લેવલ ખૂબ ઘટી ગયું છે. દરમિયાન આજે દિલ્હી હાઇકોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો ચુકાદો આવશે.

(9:27 AM IST)