<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં રોહિતના ૧૯ હજાર રન પુરા નવી દિલ્‍હીઃ ભારતીય કેપ્‍ટન રોહિત શર્મા ઓસ્‍ટ્રેલિયા સામે ૮ રન થી સદી ચૂકી ગયો તેમણે ટી-૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૪ સુપર ૮ ના પોતાના ત્રીજા મેચમાં ૧૯ દડામાં અડધી ફીફટી ફટકારી જે આ વિશ્વકપની સૌથી ઝડપી ફીફટી છે. રોહિતે ઓસ્‍ટ્રેલીયાના સૌથી ખૂંખાર ઝડપી બોલર મીચેલ સ્‍ટાર્કને બહુ ધોયો હતો. તેણે સ્‍ટાર્કની એક ઓવરમાં ૪ છકકા અને એક ચોકા સાથે ૨૯ રન માર્યા હતા. પોતાની આ ઇનીંગ દરમ્‍યાન રોહિત શર્માએ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં ૧૯૦૦૦ રન પણ પુરા કર્યા હતા. ટી- ૨૦ ક્રિકેટમાં તે સૌથી વધારે રન બનાવનાર બેટસમેન બની ગયો છે

(1:24 PM IST)