<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જામનગર શહેરમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રણજીત સાગર રોડ પર નર્સરી તથા હોટલનું દબાણ દૂર કરાયુ : જામનગર શહેરમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા રણજીત સાગર રોડ પર આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. એસ્ટેટ શાખા દ્વારા નર્સરી તથા હોટલનું દબાણ દૂર કરાયું હતું. જોકે ઘણા સમય થી દબાણ હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. પરંતુ આખરે લોકોની રજૂઆતો ને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા રણજીત સાગર રોડ પર પહોંચી ત્યાં નર્સરી તથા હોટલનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. (અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:00 PM IST)