<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમેરિકા સમજી લ્યે, અમે શરણાગતિ સ્વીકારવાને બદલે હસતા મુખે મોતને ભેટવા તૈયાર છીએ: ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફની અમેરિકાને ખુલ્લી ચેતવણી: નૌકા નાકાબંધી, આર્થિક દબાણ અને મીડિયા પ્રોપેગેન્ડા થકી ઈરાનમાં આંતરિક બળવો કરાવવાની અને દેશને અંદરથી તોડવાની દુશ્મનોની કોઈ પણ ચાલ અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ. : ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ હથિયાર મેળવતું અટકાવવા હું અમેરિકન શેરબજારમાં ૨૫ ટકાના મહાકડાકાને સહન કરવા પણ તૈયાર હતો: પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો બેબાક ખુલાસો: ક્રૂડ ઓઈલ ૩૦૦ ડોલરે પહોંચવાની તમામ આગાહીઓને ખોટી પાડીને મેં દુનિયાને બતાવી દીધું છે, અમેરિકાની તાકાત અકબંધ છે : અમેરિકાના આર્થિક પ્રતિબંધો હળવા થશે અને ઈરાન ૧૫ વર્ષ સુધી યુરેનિયમનું સંવર્ધન અટકાવશે: શાંતિ માટે ૧૪ મુદ્દાના ઐતિહાસિક ડ્રાફ્ટ પર બંને દેશો વચ્ચે મંથન: ન્યુક્લિયર સાઇટ્સ પર કડક નિરીક્ષણ અને હોર્મુઝ પર દેખરેખના મુદ્દે હજુ પણ ખેંચતાણ યથાવત, યુદ્ધ રોકવા પડદા પાછળના ધમધમાટ ચરમસીમાએ9:49 PM IST

સુરત બેંક લૂંટઃ ૧૪ કરોડની લૂંટના બિહાર જેલમાં બંધ માસ્‍ટર માઈન્‍ડ દ્વારા પ્‍લાન તૈયાર થયેલઃ અનુપમસિંહ ગેહલોત : ચૂંટણીમાં પોલીસ વ્‍યસ્‍ત હોય સમયે દેશના વિવિધ ભાગોમાં મોટી લૂંટ ચલાવવાની મોડેસ ઓપરેન્‍ડી ધરાવતા બિહારના કુખ્‍યાત કુંદન ભગતે કોઇ પુરાવા ન રહે તેવી સોલિડ યોજના બનાવી, પણ ક્રાઈમ બ્રાન્‍ચ અધિકારીઓ, સ્‍ટાફ ચાર ચાસણી ચઢિયાતા પુરવાર થયાઃ અકિલા સમક્ષ ઐતિહાસિક લૂંટની દિલધડક દાસ્‍તાન અકિલા સમક્ષ પોલીસ કમિશનર વર્ણવે છે : એડી પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં આંતરરાષ્‍ટ્રીય કોન્‍ટેક્‍ટ ધરાવતા ડીસીપી ભાવેશ રોજિયા ટીમના એસ.સેન. પરમારના ટેકનિકલ સર્વેલેનસ આધારે ઉતરપ્રદેશના એસીપી કિરણ મોદીના સંકલનમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જયરાજસિંહ ઝાલા સહિતની ટીમોનું ઉતરપ્રદેશના આવું હતું મેગા ઓપરેશન2:18 PM IST

સાયબર ગઠીયાઓએ ગાંધીગ્રામના સિક્‍યુરીટી ગાર્ડને ડિજીટલ એરેસ્‍ટ કરી ૧૫ લાખના શેર ખોટમાં વેંચાવી ૯ લાખ ખંખેર્યા! : હું કોલબા પોલીસ સ્‍ટેશન મુંબઇથી સંદિપ બોલુ છું, તમારા બેંક ખાતાનો મની લોન્‍ડ્રીંગમાં ઉપયોગ થયો છે, નરેશ ગોહિલ નામના નામીચા ગુનેગાર સાથે તમે સંડોવાયેલા છો કહી ડરાવી પછી કોલબા પી-એસ નામના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ કરી રાજેશ સર સાથે વાત કરાવી : નાઇટ શિફટ પુરી કરીને પ્રકાશભાઇ ઘરે આવે ત્‍યાં જ ગઠીયા વિડીયોકોલ કરતાં અને ડરાવતાં: ૧૭ દિવસ હેરાન કરી તેના માતાને મારી નાખવાની, મકાન સિલ કરવાની ધમકી આપી શેર વેંચાવી ૮ લાખ પડાવ્‍યાઃ પછી જામીન કરાવવાના નામે ફરી ૧ લાખ લઇ લીધાઃ અંતે મિત્રને વાત કરતાં પ્રકાશભાઇને ફ્રોડની ખબર પડી : ૧૭ દિવસ ડિજીટલ એરેસ્‍ટ રાખી માનસિક રીતે પણ પરેશાન કરી દીધાઃ પીઆઇ સી. વાય. મહાલેએ તપાસ હાથ ધરી 2:33 PM IST