તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 27th June 2024
પાકિસ્તાનમાં હાહાકાર પ્રચંડ ગરમી એ પોણા છસ્સો લોકોના જીવ લીધા: એકલા કરાચીમાં સાડા ચારસોથી સુધી વધુના મોત: મંગળવારે એક જ દિવસમાં ૧૪૧ મૃતદેહો શબઘરમાં આવ્યા : દક્ષિણ પાકિસ્તાનમાં છ દિવસમાં પ્રચંડ ગરમી અને કાતિલ હીટ વેવને લીધે ૫૬૮થી વધુ લોકોના મૃત્યુ થયા છે. : મંગળવારે એક જ દિવસમાં ૧૪૧ ના મોત થયા હતા. એકલા કરાંચીમાં સાડા ચારસોથી વધુ લોકોના મૃત્યુ થયા છે. : ઇદહી એમ્બ્યુલન્સ સર્વિસે કહ્યું છે કે કરાંચીના શબ ઘરમાં રોજના ૩૦ થી ૪૦ મૃતદેહોને લઈ જઈ રહેલ છે. ચોક્કસ મૃત્યુ આંક કહેવો અશક્ય છે. : કરાચીમાં ૪૦ ડિગ્રીથી વધુ ગરમી છે અને ભારે બફારાને લીધે ૪૯ ડિગ્રી જેવો તાપ મહેસુસ થાય છે.

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
