<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગઈકાલે રાત્રે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે, ગુરુવારે સવારે AIIMS દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર શ્રી અડવાણીની હાલત હાલ સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે, હોસ્પિટલે પૂર્વ ડેપ્યુટી PM અને ભારત રત્નથી સન્માનિત પીઢ નેતાના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી આપી નથી. શ્રી અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોવાનું માનવામાં આવે છે. એવી આશા સેવાય છે કે તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

(9:55 AM IST)