News of Thursday, 27th June 2024
ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. બુધવારે મોડી રાત્રે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. શ્રી અડવાણીની તબિયતમાં સુધારો થતાં તેમને દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તેમને યુરિન ઈન્ફેક્શનના કારણે બુધવારે મોડી રાત્રે AIIMSના પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSના તબીબોના જણાવ્યા અનુસાર તેમની તબિયત સ્થિર હતી અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેઓ એઈમ્સથી તેમના નિવાસસ્થાને જવા રવાના થઈ ગયા છે તેમ જાણવા મળે છે.

(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
