News of Thursday, 27th June 2024
આજથી ૩૦મી સુધીમાં જુનાગઢ પંથકમાં દે ધનાધન વરસાદ પડશે અંબાલાલ પટેલની આગાહી : સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ પડશે : ૮ થી ૧૨ જુલાઈ દક્ષિણ ગુજરાતમાં અને ૨૭ જૂનથી પાંચ જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ પડશે જાણીતા હવામાન એસ્ટ્રોલોજર અંબાલાલ પટેલે જુનાગઢવાસીઓ માટે તાકીદ કરી છે અને કહ્યું છે કે આજથી ૩૦ જૂન સુધી જુનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. મધ્ય, સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ પડે તેવી શકયતા છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શકયતા છે. ૮ થી ૧૨ જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ૨૭ જૂનથી પાંચ જુલાઈ વચ્ચે વાવણી લાયક વરસાદ પડશે તેમ અંબાલાલ પટેલ જણાવે છે...

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
