પશ્ચિમ એશિયામાં શાંતિના ચીંથરા ઉડ્યા : માત્ર 12 કલાકમાં સીઝફાયરનો કરુણ અંત અને તેહરાન પર અમેરિકાના ભીષણ હવાઈ હુમલા : ઈરાને હોર્મુઝની સામુદ્રધુની સીલ કરતા વિશ્વભરમાં હાહાકાર : મધ્યસ્થીઓની મહેનત પાણીમાં ગઈ : ઇઝરાયેલ દ્વારા લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરાતા ઈરાને તેલ ટેન્કરોનો માર્ગ રોક્યો : હોર્મુઝમાં સેંકડો જહાજો ફસાયા અને વૈશ્વિક ક્રૂડ તેલના સંકટની દહેશત વચ્ચે તેહરાનમાં ભીષણ વિસ્ફોટોથી પશ્ચિમ એશિયા મહાયુદ્ધની જ્વાળામાં હોમાયું11:22 PM IST
બે સપ્તાહનો યુધ્ધ વિરામઃ વિશ્વભરમાં હાંશકારો : પશ્ચિમ એશિયામાં એક મહિનાના લોહિયાળ જંગ બાદ ઉગ્યો શાંતિનો સૂરજઃ હોર્મૂજ ખોલવા પણ સહમતી : ઈરાનની સભ્યતા સમાપ્ત કરવાની ધમકી બાદ થોડી જ વારમાં ટ્રમ્પે સંઘર્ષ વિરામનું એલાન કર્યુઃ પાકિસ્તાન-ચીન-તુર્કી વગેરેની મધ્યસ્થતાઃ ઈરાનની ૧૦ સૂત્રી માંગનો સ્વીકાર10:56 AM IST
સંઘર્ષવિરામને શેરબજારનું ગ્રાન્ડ વેલકમ : આખલો ફરી ગાંડોતૂર બનતાં રોકાણકારોનાં જીવમાં જીવ આવ્યોઃ બપોરે સેન્સેકસ ૨૯૦૦ પોઇન્ટ અપઃ ચોતરફ ખરીદીઃ તમામ સેકટર ગ્રીન ઝોનમાં: ડોલર સામે રૂપિયો ૯૨.૬૨: ઇન્ટ્રા-ડે સેન્સેકસ ૩૦૦૦ પોઇન્ટ વધ્યોઃ નીફટી ૨૪૦૦૦: રોકાણકારોને એક જ ઝાટકે ૧૫ લાખ કરોડનો ફાયદો2:38 PM IST
શું રાઘવ ચઢ્ઢા નવી પાર્ટી બનાવવાનું વિચારે છે ?: કેજરીવાલ સાથે તેમના સંઘર્ષ વચ્ચે AAP માં રાજકીય ગતિવિધિઓ વધી : રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા પછી, તેમણે સોશિયલ મીડિયા પર એક સૂચનને "રસપ્રદ વિચાર" ગણાવ્યું. ચઢ્ઢાએ AAP પર તેમને ચૂપ કરાવવાનો આરોપ લગાવ્યો, જ્યારે પાર્ટીએ તેમના પર સંસદમાં પંજાબના મુદ્દાઓ ટાળવાનો આરોપ લગાવ્યો.12:08 AM IST
બંગાળમાં મતદાર યાદીમાંથી મીર જાફરના વંશજોના નામ હટાવી દેવાયા :શું હવે તેમણે દેશ છોડવો પડશે? : મુર્શિદાબાદના લાલબાગમાં નવા આદર્શ હાઇસ્કૂલના બૂથ નંબર ૧૨૧ પરથી નવાબ પરિવારના અનેક સભ્યો સહિત આશરે ૩૪૬ મતદારોના નામ દૂર કરાયા :મીર જાફરના ૧૫મી પેઢીના વંશજ અને સ્વ-ઘોષિત "છોટે નવાબ" સૈયદ રઝા અલી મિર્ઝા ચૂંટણીના દિવસે તેમના મતદાન મથક પર ચાલશે.12:05 AM IST
ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો કડાકો : અમેરિકા-ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાતથી બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર : ભારતીય બજારમાં તેજીનો કરંટ : હોર્મુઝની સામુદ્રધુની ખુલતા સપ્લાય ચેઈનનું જોખમ ટળ્યું : ઈન્ડિગો અને એશિયન પેઈન્ટ્સ સહિતના ક્રૂડ-સેન્સિટિવ શેરોમાં 10 ટકા સુધીનો ઉછાળો : ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ફર્ટિલાઈઝર સેક્ટરમાં જોરદાર લેવાલી10:31 AM IST
ઘોસ્ટ મર્મર': માઇલ દૂરથી હૃદયના ધબકારા શોધી કાઢે છે; આ જાદુઈ ઉપકરણે ઈરાનમાં એક અમેરિકન સૈનિકનો જીવ બચાવ્યો : યુએસએ ઈરાનના પર્વતોમાં તેના એરમેનને શોધી કાઢ્યો :CIA એ ઘોસ્ટ મર્મર નામના ટેકનોલોજીકલી અદ્યતન ટ્રેકિંગ ડિવાઇસનો ઉપયોગ કર્યો:આ ઉપકરણ ઘણા કિલોમીટર દૂરથી વ્યક્તિના હૃદયના ધબકારા ટ્રેક કરી શકે 11:32 PM IST
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: ઈઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા બાદ ઈરાને હોર્મુઝની સામુદ્રધુની કરી સીલ : અમેરિકા અને ઈરાન વચ્ચેના ટૂંકા ગાળાના યુદ્ધવિરામનો ફિયાસ્કો: લેબનોનમાં ઈઝરાયેલી સૈન્યની આક્રમક કાર્યવાહીને પગલે તેહરાને વૈશ્વિક તેલ પુરવઠાની જીવાદોરી સમાન દરિયાઈ માર્ગને ફરીથી બંધ કરતા દુનિયાભરમાં તેલના ભાવ ભડકે બળવાની આશંકા10:23 PM IST
પત્રકારે જેડી વાન્સને ઈરાન વિશે પ્રશ્ન પૂછ્યો, જેના કારણે તેમને પોતાના મોબાઈલ ફોન પર જાતે જ પ્રશ્ન તપાસવાની ફરજ પડી : બુડાપેસ્ટમાં પ્રેસ કોન્ફરન્સ વેળાએ જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ઈરાન પરના અમેરિકાના હુમલાઓ, જેમ કે ખાર્ગ ટાપુ પરના હુમલાથી અજાણ દેખાયા, ત્યારે તેમની ભૂમિકા અંગે પ્રશ્નો ઉભા થયા.11:28 PM IST
શાસક પક્ષ ચૂંટણી પંચથી કેમ ડરે છે? સિંઘવીએ સીઈસીની છબી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ નોટિસ ફગાવી દેવાયા બાદ વિપક્ષી પક્ષોએ પત્રકાર પરિષદ યોજી:કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ તેને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ ગણાવ્યું: તેમણે સરકાર પર લોકશાહીનું ગળું દબાવવાનો અને ચૂંટણી પંચથી ડરવાનો આરોપ લગાવ્યો10:14 PM IST
LPG સંકટ સામે કેન્દ્રનો માસ્ટરપ્લાન: હવે સામાન્ય જનતાને નહીં પડે હાલાકી :રાજ્યોને 70% ક્વોટા અને ઉદ્યોગો માટે નવા નિયમો જાહેર : હોર્મુઝની કટોકટી બાદ ભારત સરકારનો મોટો નિર્ણય: ઘરેલું ગ્રાહકોને અવિરત પુરવઠો મળે તે માટે વાણિજ્યિક વપરાશ પર અંકુશ અને PNG ને પ્રોત્સાહન આપવા માટે 10% વધારાની ફાળવણીની વ્યૂહરચના10:06 PM IST
પાકિસ્તાનમાં મડદાંઓને પણ નસીબ નથી શાંતિ: લઘુમતી કબ્રસ્તાનોમાં જગ્યા ખૂટી પડતા જૂની કબરો ખોદીને નવા શબ દફનાવવાની નોબત : ભૂ-માફિયાઓના અતિક્રમણ અને સરકારની ઉદાસીનતા વચ્ચે પેશાવરના ખ્રિસ્તી, હિન્દુ અને શીખ સમુદાયો પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બની રહ્યા છે : વસાહતી કાળના જૂના કબ્રસ્તાનો હવે હાઉસફુલ થતા નૈતિક અને ધાર્મિક કટોકટી સર્જાઈ10:10 PM IST
પંજાબના રાજકારણમાં નવજોત કૌર સિદ્ધુનો મોટો ધડાકો: 'ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી' સાથે ચૂંટણી જંગમાં ઉતરશે, રાઘવ ચઢ્ઢાના વખાણ કરી વિપક્ષી ખેમામાં જગાવી ચર્ચા : "હું હોઈશ મુખ્યમંત્રી પદનો ચહેરો": નવજોત કૌરે નવી પાર્ટીની જાહેરાત સાથે વિરોધીઓને પડકાર્યા, રાહુલ-પ્રિયંકાને ભાઈ-બહેન ગણાવ્યા પણ કોંગ્રેસ નેતૃત્વ સામે વ્યક્ત કરી નારાજગી9:36 PM IST
એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! 'NoVoice' નામનો અત્યંત ખતરનાક માલવેર ત્રાટક્યો: ફેક્ટરી રીસેટ કરવા છતાં ફોનમાંથી દૂર નથી થતો આ ભયાનક વાયરસ : McAfee નો ચોંકાવનારો ખુલાસો: 23 લાખથી વધુ વખત ડાઉનલોડ થયેલી 50 જેટલી એપ્સમાં છુપાયેલો છે વાયરસ, જૂના અને બજેટ સ્માર્ટફોન સોફ્ટવેર રીફ્લેશ વગર શુદ્ધ નહીં થાય9:35 PM IST
વૈષ્ણવ દેવીના ભક્તો અને પ્રવાસીઓ માટે રેલવેની મોટી રાહત: કટરા-બનિહાલ વચ્ચે બે દિવસ સ્પેશિયલ ટ્રેન દોડશે, રસ્તા બંધ હોવાથી ફસાયેલા હજારો લોકોને મળશે આશરો : 9 અને 10 એપ્રિલના રોજ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન મુસાફરોની વહારે આવશે: NH-44 પર ટ્રાફિક જામ અને ભારે વરસાદને જોતા ઉત્તર રેલવેનો મહત્વનો નિર્ણય, સાંગલદાન અને રિયાસી સ્ટેશને અપાશે સ્ટોપેજ9:33 PM IST
જામનગરમાં ફરી સેલેબ્સનો મેળાવડો: અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે બોલિવૂડના દિગ્ગજોનો જમાવડો, કિંગ ખાનથી લઈને રણવીર સિંહ સુધીના સ્ટાર્સ પહોંચ્યા : અંબાણી પરિવારના લાડકવાયાના બર્થડે સેલિબ્રેશનમાં જામનગર બન્યું ગ્લેમરનું કેન્દ્ર: એરપોર્ટ પર સ્ટાર્સના આગમનથી ચાહકોમાં ભારે ઉત્સાહ, 10 એપ્રિલના ખાસ દિવસ માટે અત્યારથી જ શરૂ થઈ તૈયારીઓ9:33 PM IST
વિશ્વનું સૌથી અનોખું 'વ્હિસ્કી વોર': ન ગોળા, ન બારૂદ... માત્ર દારૂની બોટલોથી કેનેડા અને ડેનમાર્ક વચ્ચે 38 વર્ષ સુધી ચાલી અજીબોગરીબ જંગ : હંસ આઈલેન્ડના ટુકડા માટે બે શાંતિપ્રિય દેશોએ લડી 'દારૂની લડાઈ': એક દેશ વ્હિસ્કી મુકે તો બીજો દેશ જિન્ન મૂકીને જતો, લોહીનું એક ટીપું વહાવ્યા વગર જંગનો આવ્યો અંત9:32 PM IST
બિહારના મુંગેરમાં ખીલી ઉઠશે કુદરતી સૌંદર્ય: ઢોલ પહાડી બનશે રાજ્યનું નવું 'ઇકો-ટુરિઝમ હબ', નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ₹12.49 કરોડ મંજૂર કર્યા : પિકનિક સ્પોટથી લઈને સોલર લાઈટિંગ સુધીની આધુનિક સુવિધાઓથી સજ્જ થશે ઢોલ પહાડી: સ્થાનિક કારીગરો માટે હાટ બજાર અને હસ્તકલાની દુકાનો ખુલશે, રોજગારીની નવી તકો સર્જાશે9:32 PM IST
તેલ સંકટનો કાયમી તોડ: અરુણાચલ પ્રદેશ બનશે ભારતનું નવું 'એનર્જી હબ', મોદી સરકારે ₹40,000 કરોડના બે મેગા પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી : ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે: ચીનની સરહદ પાસે જળવિદ્યુતનું પાવરહાઉસ ઉભું કરી દેખાડી ભારતની તાકાત, હજારો યુવાનોને રોજગારી અને મફત વીજળીથી ચમકશે પૂર્વોત્તરનું ભાગ્ય9:31 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના આંગણે ગૌ-સેવાનું મહાપર્વ : અંબાણી પરિવાર બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના ૩૧માં જન્મદિનના શુભ અવસરે અંબાણી પરિવારે શ્રી હનુમાન દાદાના ચરણોમાં ₹૧૦ કરોડની ગૌ-સેવા અર્પણ કરી : સાળંગપુર ધામના ૨૮ એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની ૧૩૦ વર્ષ જૂની વિખ્યાત "DeLaval" કંપનીના સહયોગથી ₹૧૫ કરોડના કુલ ખર્ચે અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે8:54 PM IST
ફ્રાન્સનો ગોલ્ડ માસ્ટરસ્ટ્રોક: અમેરિકામાં રાખેલું સોનું વેચીને પેરિસમાં નવું ખરીદ્યું, એક ઝાટકે ₹1.38 લાખ કરોડનો જંગી નફો કર્યો : ટ્રાન્સપોર્ટેશન અને રિફાઇનિંગના ખર્ચ વગર જ તિજોરી ભરાઈ ગઈ: જૂના સ્ટાન્ડર્ડના ગોલ્ડ બારને બદલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સોનું વસાવ્યું, ફ્રાન્સની આર્થિક ચાલથી દુનિયાભરના દેશો અચંબિત8:18 PM IST
બ્રહ્માંડના 'ભક્ષક' હવે ભૂખ્યા તરસ્યા! બ્લેક હોલના વિકાસની ગતિ 22 ગણી ધીમી પડી, 10 અબજ વર્ષોથી કદ કેમ નથી વધ્યું તેનું રહસ્ય ખુલ્યું : NASA એ બ્લેક હોલને 'ચોરી' કરતા પકડ્યા: બ્રહ્માંડમાંથી ઠંડો ગેસ ખતમ થતા સુપરમાસિવ બ્લેક હોલના 'સુવર્ણ યુગ'નો અંત, 13 લાખ આકાશગંગાઓના ડેટાએ વૈજ્ઞાનિકોને પણ ચોંકાવ્યા8:17 PM IST
વ્હાઇટ હાઉસની બ્રીફિંગમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: સંરક્ષણ સચિવ પીટ હેગસેથ પત્રકાર પર ભડક્યા, લાઈવ કેમેરા સામે પૂછ્યું - "તમે આટલા અસંસ્કારી કેમ છો?" : ઈરાન-યુએસ યુદ્ધવિરામ પર સવાલ પૂછતા જ મામલો બિચક્યો: હેગસેથે મિસાઈલ પ્રોગ્રામના વિનાશનો દાવો કર્યો, જ્યારે પત્રકારના અણિયાળા સવાલો પર સંયમ ગુમાવતા વીડિયો થયો વાયરલ8:16 PM IST
ડ્રેગનની મધ્યસ્થી છતાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે મડાગાંઠ યથાવત: ઉરુમકીમાં અઠવાડિયા સુધી ચાલેલી વાટાઘાટો કોઈ પણ લેખિત કરાર વિના પૂર્ણ : આતંકવાદના મુદ્દે ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચેના મતભેદો ઉકેલવામાં ચીન નિષ્ફળ: વ્યાપક ઉકેલ શોધવા પર માત્ર મૌખિક સહમતિ, યુએનના અહેવાલે પાકિસ્તાનની મુશ્કેલી વધારી8:17 PM IST
થાણેના કોપરી ફ્લાયઓવર પર બાંધકામની ક્રેન પલટી ગઈ: મુંબઈ જતો માર્ગ કલાકો સુધી બ્લોક થતા ટ્રાફિકનું 'મહાભારત', ઉનાળાની ગરમીમાં સેંકડો વાહનચાલકો અટવાયા : સાકેત એલિવેટેડ રોડના કામ દરમિયાન સર્જાયો અકસ્માત: સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધી વાહનોની લાંબી કતારો લાગતા મુસાફરોની 90 મિનિટ સુધીની કસોટી થઈ8:15 PM IST
કુદરતનું અલૌકિક સર્જન: હિમાલયમાં 8 વર્ષે એકવાર ખીલતું 'બ્રહ્મ કમળ' જોઈ નેટીઝન્સ મંત્રમુગ્ધ, 10 હજાર ફૂટની ઊંચાઈએ ખીલેલા ફૂલનો વીડિયો વાયરલ : વર્ષોની તપસ્યા બાદ ખીલે છે આ પુષ્પ: હાડ થીજવતી ઠંડી અને પથ્થરો વચ્ચે ટકી રહેતા સ્નો લોટસના દર્શન દુર્લભ, પરંપરાગત આયુર્વેદમાં માનવામાં આવે છે 'સંજીવની' સમાન8:15 PM IST
ક્રૂડના ભાવ ઘટવા છતાં વિમાન પ્રવાસમાં રાહત મળવાની આશા ઠગારી: એરલાઇન્સ કંપનીઓ ફ્યુઅલ સરચાર્જ પાછો ખેંચવાની ઉતાવળમાં નથી, હજુ મહિનાઓ સુધી ટિકિટના ભાવ ઊંચા રહેશે : તેલના ભાવ યુદ્ધ પૂર્વેના સ્તર કરતા હજુ પણ 40% વધારે: મધ્ય પૂર્વમાં રિફાઇનરીઓ પ્રભાવિત થતા જેટ ઇંધણના પુરવઠામાં અનિશ્ચિતતા, મુસાફરોએ મોંઘી ટિકિટો માટે તૈયાર રહેવું પડશે8:09 PM IST
ચોરાયેલી બાઈકનો મેમો ઘરે આવ્યો! હૈદરાબાદના યુવકની બાઈક ચોર્યા પછી ચોર બિન્દાસ્ત રસ્તા પર રખડતો દેખાયો, ઈ-ચલણના ફોટાએ પોલીસની ઊંઘ ઉડાડી : ક્રાઈમ ડેટાબેઝ અને ટ્રાફિક સિસ્ટમ વચ્ચેના તાલમેલનો અભાવ છતો થયો: ત્રણ મહિના પહેલા નોંધાયેલી ફરિયાદ છતાં પોલીસ જે ચોરને ન પકડી શકી, તેને ટ્રાફિક કેમેરાએ ઝડપી પાડ્યો6:34 PM IST
"ભાઈ, આ ભારત નથી, ગંદકી ન કરો": નેપાળના રસ્તા પર ગુટખાની પિચકારી મારતા ભારતીય પ્રવાસીઓને સ્થાનિકે ખખડાવ્યા, ડાઘા સાફ કરાવીને માફી મંગાવી : "તમે આટલા મોટા દેશથી આવો છો અને અહીં આવીને ગંદકી કરો છો?": નેપાળી નાગરિકનો વીડિયો વાયરલ થતા ભારતીયોમાં નાગરિક સમજ મુદ્દે ઉગ્ર ચર્ચા, પ્રવાસીઓના વર્તનથી દેશની છબી ખરડાઈ6:32 PM IST
ઓફિસ બની ગઈ ક્લાસરૂમ! બેંગલુરુની યુવતીના માતા-પિતાએ મેનેજર સાથે કરી 'પેરેન્ટ્સ-ટીચર મીટિંગ', સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ લોકો હસી-હસીને લોથપોથ : "સાહેબ, અમારી દીકરી કામ તો બરાબર કરે છે ને?": વર્કપ્લેસ પર પહોંચેલા 'બ્રાઉન પેરેન્ટ્સ'ની પૂછપરછે બાળપણની યાદો તાજી કરી, ઈન્ટરનેટ પર વાયરલ થઈ ઓફિસ મુલાકાતની ફની ક્ષણો6:33 PM IST
મુંબઈના ગોરાઈ બીચ પર 'ક્રૂર દોડ': ગેરકાયદે ઘોડા ગાડી રેસમાં લાખોનો સટ્ટો રમાયો હોવાની આશંકા, વિરોધ કરનાર પ્રાણી પ્રેમી કાર્યકરો પર ભીડ તૂટી પડી : વહીવટી મંજૂરી વગર પરોઢિયે જામ્યો જુગારનો અખાડો: હિંસક અથડામણ બાદ પોલીસ હરકતમાં, આયોજકો અને સટ્ટાબાજીના સિન્ડિકેટ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ તેજ6:29 PM IST
અવકાશમાં માનવીની સૌથી લાંબી છલાંગ: પૃથ્વીથી 2.52 લાખ માઇલ દૂર પહોંચી આર્ટેમિસ II ના અવકાશયાત્રીઓએ રચ્યો ઇતિહાસ, ચંદ્ર પરના નવા ક્રેટરને કમાન્ડરની સ્વર્ગસ્થ પત્નીનું નામ અપાયું : એપોલો 13નો 56 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: ચંદ્રની 'ડાર્ક સાઇડ' પાસેથી પસાર થતી વખતે અવકાશયાત્રીઓ થયા ભાવવિભોર, કેન્સર સામે જંગ હારેલી 'કેરોલ'ના નામે હવે અવકાશમાં ચમકશે એક તારો6:32 PM IST
"અમેરિકા યુદ્ધ જીતી શકે તેમ નહોતું એટલે જ યુદ્ધવિરામની ફરજ પડી": ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિનો વોશિંગ્ટન પર આકરો પ્રહાર : "પરમાણુ હથિયાર બનાવવા એ અમારા ધર્મમાં 'હરામ' છે": અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ અમેરિકાના દાવાઓને ફગાવ્યા, શાંતિ માટે ઈરાનની શરતો સ્વીકારવી અનિવાર્ય હોવાનું જણાવ્યું6:28 PM IST
'ટ્રમ્પ અને નેતન્યાહૂ યુદ્ધથી થાક્યા છે, પણ ઈરાન નહીં': અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર સંજય રાઉતનું વિવાદાસ્પદ નિવેદન, ઈરાનની 10-મુદ્દાની યોજનાએ વિશ્વમાં જગાવી ચર્ચા : પાકિસ્તાનની મધ્યસ્થીથી બે અઠવાડિયા માટે શાંતિના પગરવ: હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિતની શરતો સાથે ઈરાને 'મહાન વિજય'નો કર્યો દાવો, વૈશ્વિક નેતાઓની બોડી લેંગ્વેજ પર રાઉતે સાધ્યું નિશાન6:30 PM IST
બેંગલુરુના રસ્તા પર જીવતો જાગતો 'ઝોમ્બી' દેખાયો? યુવક કલાકો સુધી પૂતળાની જેમ સ્થિર ઉભો રહેતા લોકોમાં ફફડાટ, ડ્રગ્સના દુરુપયોગની આશંકાથી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ : ચંદીગઢ બાદ હવે સિલિકોન વેલીમાં 'ઝોમ્બી ડ્રગ'નો પગરવ? ભયાનક નશામાં વ્યક્તિ ભાન ભૂલીને રસ્તા વચ્ચે ગતિહીન થઈ જતી હોવાના દાવા, પોલીસ તપાસ તેજ6:28 PM IST
ભારતીય રાજનીતિના એક સુવર્ણ અધ્યાયનો અંત: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિડવાઈનું 94 વર્ષની વયે અવસાન : ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વિશ્વાસુ સાથી ગણાતા કિડવાઈએ અંતિમ શ્વાસ લીધા: આઝમગઢની ઐતિહાસિક જીતથી રાષ્ટ્રીય રાજકારણમાં છવાઈ જનાર નેતાની વિદાયથી શોકનું મોજું6:27 PM IST
પશ્ચિમ એશિયામાં શાંતિના પગરવ: ભારતે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામને હૃદયપૂર્વક વધાવ્યું, હોર્મુઝની સામુદ્રધુની સુરક્ષિત રાખવા પર મૂક્યો ભાર : 'સંવાદ અને રાજદ્વારી જ સંઘર્ષનો એકમાત્ર ઉકેલ': વિદેશ મંત્રાલયે કાયમી શાંતિની આશા વ્યક્ત કરી, ઉર્જા સુરક્ષા અને વૈશ્વિક વેપાર માટે સ્થિરતાને અનિવાર્ય ગણાવી6:27 PM IST
ટ્રમ્પની ભવિષ્યવાણી: અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ મધ્ય પૂર્વમાં લાવશે 'સુવર્ણ યુગ', 'બિઝનેસ અને મોટા પૈસા' કમાવવાની તક ઊભી થવાનો રાષ્ટ્રપતિનો દાવો : હોર્મુઝની સામુદ્રધુની ખુલતા જ તેલના વેપારમાં આવશે તેજી: ટ્રમ્પે ઈરાન સામેના ઓપરેશનને ગણાવ્યું 'સંપૂર્ણ વિજય', વિશ્વભરના નેતાઓએ યુદ્ધવિરામના નિર્ણયને વધાવ્યો6:26 PM IST
શેરબજારમાં ઐતિહાસિક 'સુનામી': યુએસ–ઇરાન યુદ્ધવિરામથી સેન્સેક્સમાં 2,946 પોઈન્ટનો તોફાની ઉછાળો, નિફ્ટી 24,000ની સપાટીએ — રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડોનો વધારો : ક્રૂડના ભાવ ઘટતા અર્થતંત્રને મળ્યો બૂસ્ટર ડોઝ: ઓટો, બેંકિંગ અને રિયલ્ટી શેરોમાં ધૂમ ખરીદી, સેન્સેક્સ 77,500 ને પાર કરી નવા શિખરે પહોંચ્યો6:26 PM IST
શહબાઝ શરીફની સોશિયલ મીડિયા પોસ્ટમાં 'ડ્રાફ્ટ' શબ્દ દેખાતા પાકિસ્તાનના શાંતિ સંદેશ પર ઉઠ્યા સવાલો : ભારે વિવાદ છેડાયો : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં પાકિસ્તાનની ભૂમિકા વચ્ચે શહબાઝ શરીફની પોસ્ટ એડિટ થતા જ સોશિયલ મીડિયા પર હોબાળો : વિદેશી પ્રભાવ હેઠળ સંદેશ લખાયો હોવાના આક્ષેપો10:03 AM IST
મધ્ય પૂર્વમાં શાંતિ વચ્ચે ઉત્તર કોરિયાની ઉશ્કેરણી : ૨૪ કલાકમાં બે વાર અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડતા જાપાન-દક્ષિણ કોરિયામાં હાઈ એલર્ટ : વોનસાન વિસ્તારમાંથી જાપાનના સમુદ્ર તરફ ટૂંકા અંતરની મિસાઈલોનો મારો : એક મિસાઈલે ૭૦૦ કિમીનું અંતર કાપતા જાપાનમાં ઈમરજન્સી એલર્ટ જારી : વૈશ્વિક ધ્યાન મધ્ય પૂર્વના યુદ્ધવિરામ તરફ ફંટાયું ત્યારે કિમ જોંગ ઉનનું શક્તિ પ્રદર્શન5:47 PM IST
ભારતીય રાજકારણમાં ગરમાવો: અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં પાકિસ્તાનની ભૂમિકા મુદ્દે કોંગ્રેસનો પીએમ મોદી પર આકરો પ્રહાર, 'વિશ્વગુરુ'ના દાવા પર ઉઠાવ્યા સવાલો : '56 ઇંચની છાતી સંકોચાઈ ગઈ': જયરામ રમેશે પીએમ મોદીની વિદેશ નીતિને ગણાવી નિષ્ફળ, ટ્રમ્પની ભાષા પર મૌન રહેવા બદલ વડાપ્રધાનની કરી આકરી ટીકા4:50 PM IST
પુત્રીના અકાળે અવસાનના દુઃખને સેવામાં બદલ્યું: ગોળીબારમાં જીવ ગુમાવનાર સવિતા શાનની સ્મૃતિમાં પરિવારે શરૂ કરી $10 લાખની શિષ્યવૃત્તિ, ગરીબ વિદ્યાર્થીઓનું સ્વપ્ન થશે સાકાર : ટેક્સાસ યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થીનીનો વારસો રહેશે જીવંત: પિતા શાન મુથિયને પુત્રીના અધૂરા સ્વપ્નને પૂરું કરવા માટે આદર્યું ભગીરથ કાર્ય4:47 PM IST
બ્રહ્માંડમાં ગુંજ્યું માનવતાનું ગાન: પૃથ્વી પર યુદ્ધના નરક વચ્ચે આર્ટેમિસ II મિશને જીત્યા દુનિયાના દિલ, ચંદ્રની પેલે પારથી અવકાશયાત્રીઓએ મોકલ્યો ખાસ સંદેશ : યુદ્ધ, ટેરિફ અને તણાવ વચ્ચે આશાનું કિરણ બન્યું નાસાનું મૂન મિશન: કેનેડિયન અને અમેરિકન અવકાશયાત્રીઓએ અંતરિક્ષમાંથી પૃથ્વીવાસીઓને બતાવી 'એકતાની ઝલક'4:18 PM IST
જાપાનમાં નોકરી કરવા માંગતા પ્રોફેશલ્સ માટે 'રેડ એલર્ટ': ટ્રાન્સફર વિઝાના નિયમો થયા લોખંડી, હવે માત્ર ડિગ્રી નહીં પણ ટેક્સનો ઈતિહાસ પણ તપાસાશે : વિઝાના દુરુપયોગને રોકવા સાને તાકાઈચી સરકારનો મોટો નિર્ણય: કંપની ટ્રાન્સફર પર આવતા કર્મચારીઓએ હવે કામકાજના ફોટોગ્રાફ્સ અને વિગતવાર દસ્તાવેજો આપવા પડશે4:16 PM IST
ઈરાનનો હાથ ઉપર રહ્યોઃ શાંતિ મંત્રણામાં પાકિસ્તાન સાથે તુર્કી અને ઇજિપ્ત પણ સામેલઃ ઈરાનની ૧૦ મુદ્દાની શાંતિ યોજના પર ચર્ચા કરવા અમેરિકાની સહમતિઃ યુદ્ધની કાયમી સમાપ્તિ તરફ આગેકૂચઃ યુદ્ધવિરામના પ્રયાસો તેજ : ઈરાનની દસ શરતો કઈ છે ? આ યોજનામાં હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવી, તમામ અમેરિકન પ્રતિબંધો દૂર કરવા, લેબેનોનમાં ઈઝરાયેલી હુમલાઓ રોકવા અને ભવિષ્યમાં કોઈ હુમલા ન કરવાની બાંયધરી જેવી શરતો સામેલ1:43 PM IST
આરબીઆઈની એમપીસી બેઠકમાં મોટો નિર્ણય : રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો, સતત બીજી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં : મોનેટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે ‘ન્યુટ્રલ’ વલણ જાળવી રાખ્યું: અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સપ્લાય ચેઈન ખોરવાવાના ડરથી રિઝર્વ બેંક સતર્ક : જીડીપી ગ્રોથ પ્રોજેક્શનમાં સુધારો કરીને 7.6 ટકા કરાયો10:19 AM IST
અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર લશ્કરી હુમલાઓ રોકવાની સંમતિ આપી છે, જેના બદલામાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુની શરતોને આધીન ખુલ્લી મુકવાનો સ્વીકાર કર્યો : અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની ઐતિહાસિક જાહેરાત, પાકિસ્તાને કરી મધ્યસ્થી : યુદ્ધવિરામની સમજૂતી બાદ પણ દક્ષિણ ઈઝરાયેલમાં રેડ એલર્ટ, ઈરાન તરફથી બેલિસ્ટિક ક્લસ્ટર મિસાઈલો છોડાયાનો દાવો8:30 AM IST
ટ્રમ્પની જાહેરાત: અમેરિકાએ તેના તમામ સૈન્ય લક્ષ્યાંકો હાંસલ કરી લીધા છે અને લાંબા ગાળાના શાંતિ કરારની દિશામાં બંને દેશો ઘણું આગળ વધી ચૂક્યા છે. આ સકારાત્મક સમાચારને પગલે સવારે ૬ વાગ્યે ગિફ્ટ નિફ્ટીમાં ૬૯૩ પોઈન્ટનો (૩%) ઉછાળો: ન્યૂઝ ફર્સ્ટ : હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે ખોલવાની શરતે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા હુમલાઓ રોકવાનો નિર્ણય: ઈરાનનો ૧૦-મુદ્દાનો પ્રસ્તાવ સ્વીકાર્ય8:37 AM IST
ઈરાન ઈઝરાઇલ અને અમેરિકા વચ્ચે હવે ઈસ્લામાબાદમાં શુક્રવારે ૧૦ એપ્રિલે યોજાશે મહત્વની શાંતિ વાટાઘાટો: તમામ વિવાદોના ઉકેલ માટે બંને દેશો સહમત: ન્યૂઝ ફર્સ્ટ : આ યુદ્ધવિરામ લેબનોન સહિતના તમામ સંઘર્ષ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી લાગુ: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે આ મધ્યસ્થીમાં મહત્વની ભૂમિકા ભજવી8:49 AM IST
ઈરાને ગલ્ફ દેશોનું વર્ચસ્વ તોડી નાખ્યું: મધ્ય પૂર્વનું મહાસત્તા બન્યું : સાઉદી ક્રાઉન પ્રિન્સનો ડર સાચો સાબિત થયોઃ ઈરાન અમેરિકાને ઘૂંટણિયે પાડીને મધ્ય પૂર્વનો રાજા બની ગયું!! : ઈરાની મિસાઈલોએ યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત અને અન્ય હાઇડ્રોકાર્બન સમૃદ્ધ ગલ્ફ દેશો પર વિનાશ વેર્યો છેઃ અમેરિકા ઈરાનના વજૂદ, તેના અસ્તિત્વ અને તેની સભ્યતાને નષ્ટ કરવામાં નિષ્ફળ ગયું. ભવિષ્યમાં શું છે તે કોણ જાણે છે પરંતુ આજે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ઘૂંટણિયે પડેલા દેખાય છે : અમેરિકાનું ઘમંડ તુટયુઃ મધ્યપૂર્વમાં નવી રાજનીતિ2:53 PM IST
રૂપિયો ગગડયો, તેલના ભાવ વધ્યા, શેરબજારમાં ઉતાર-ચઢાવ આવ્યો : ૪૦ દિવસના યુદ્ધમાં ભારતે ભારે કિંમત ચૂકવી : અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષે ભારતમાં રૂપિયો નબળો પડ્યો, અને વિદેશી રોકાણકારોએ બજારમાંથી ભંડોળ પાછું ખેંચી લીધું. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો, જેના કારણે ભારતનો આયાત ખર્ચ વધ્યોઃ ઈંધણ અને ગેસ સિલિન્ડરની અછતને કારણે સ્થાનિક પુરવઠા પર અસર પડી, જેનાથી સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું10:25 AM IST
ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું: ટૂર ઓપરેટરોને અંદાજે ૫૦૦ કરોડનું આર્થિક નુકસાન : વેકેશન પર યુદ્ધનું ગ્રહણઃ ટ્રાવેલ્સ એજન્ટોએ દુબઈમાં હોટલ-રિસોર્ટમાં એડવાન્સ પેટે આપેલા લાખો કરોડો રૂપિયા પણ હાલ પૂરતા સલવાયા છે : બુકિંગ કેન્સલેશન વધતા ટુર ઓપરેટરોની મુશ્કેલી વધીઃ યુરોપ ટુર પેકેજોના ભાવમાં ૧૦% સુધીનો તોતિંગ વધારોઃ ડોમેસ્ટિક ટુર પેકેજોમાં પણ ૨૦-૨૫% બુકિંગ ઓછું10:17 AM IST
ઈરાનમાં યુદ્ધનો ભયાનક વળાંક: ભારતીય દૂતાવાસે જારી કરી 'ઇમરજન્સી' એડવાઇઝરી, ભારતીયોને આગામી 48 કલાક સુધી ઘરની બહાર ન નીકળવા આદેશ : ટ્રમ્પનું ઈરાનને છેલ્લું અલ્ટીમેટમ: "આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવશે" – પાવર પ્લાન્ટ અને પુલો પર અમેરિકી હુમલાના ખતરાને જોતા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકાર એલર્ટ9:57 PM IST
'કેરળને દેવામાં ડૂબાડ્યું, હવે ત્રીજી ટર્મનો કોઈ હક નથી': શશી થરૂરે LDF સરકાર પર કર્યા આકરા પ્રહાર, 'સત્તા વિરોધી લહેર'નો દાવો : વિધાનસભા ચૂંટણી પહેલા કેરળનું રાજકારણ ગરમાયું: થરૂરે FCRA બિલને ખ્રિસ્તી વિરોધી ગણાવ્યું, તો પિનરાઈ વિજયને વળતો પ્રહાર કરતા કહ્યું- "અમે 97% વચનો પૂરા કર્યા છે"9:59 PM IST
વિશ્વ વિનાશના આરે: હોર્મુઝ સ્ટ્રેટ પર UNSCમાં રશિયા-ચીનનો વીટો : ટ્રમ્પની ડેડલાઈન હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ : બહેરીન દ્વારા લાવવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને મહાસત્તાઓએ ફગાવ્યો : ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે ટ્રમ્પની ‘કરો અથવા મરો’ની ચેમવણીથી વૈશ્વિક તેલ બજાર અને સુરક્ષામાં ભયંકર ખળભળાટ11:23 PM IST
"સિકંદર આવ્યા ને મોંગોલો ગયા, આ પાગલ શું કરી લેશે?": ટ્રમ્પની વિનાશક ધમકી સામે ઈરાનનો વળતો પ્રહાર : ટ્રમ્પે ઈરાની સભ્યતાને નકશા પરથી ભૂંસી નાખવાની અલ્ટીમેટમ આપતા મધ્ય પૂર્વમાં યુદ્ધના નગારા વાગ્યા:ખાર્ગ ટાપુ પર અમેરિકી મિસાઈલ હુમલા બાદ ઈરાની દૂતાવાસે ઈતિહાસના પાના ટાંકીને આપ્યો સણસણતો જવાબ10:19 PM IST
હોર્મુઝની સામુદ્રધુની ખોલવાના અમેરિકાના પ્રસ્તાવ પર રશિયા-ચીનનો વીટો : યુએનમાં ટ્રમ્પ પ્રશાસનને મોટો રાજકીય ફટકો : ડોનાલ્ડ ટ્રમ્પની ડેડલાઈન પૂર્વે જ સુરક્ષા પરિષદમાં હોબાળો : અમેરિકી રાજદૂતે વીટો વાપરનારા દેશોની આકરી ટીકા કરી ચેતવણી આપી કે ઈરાન આખા વિશ્વને બંધક બનાવી શકે નહીં, હવે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે10:45 PM IST
અદાણી ગ્રુપનો અમેરિકી કોર્ટમાં વળતો પ્રહાર : ગૌતમ અદાણીએ SECના કેસને ફગાવવા કરી અરજી, હકુમત બહારની કાર્યવાહી ગણાવી : ન્યૂયોર્કની કોર્ટમાં કાનૂની દલીલો રજૂ કરી : અમેરિકી માર્કેટ રેગ્યુલેટરે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો, રોકાણકારોને કોઈ નુકસાન થયું નથી અને તમામ વ્યવહારો ભારતની સરહદમાં થયા હોવાથી અમેરિકી કાયદો લાગુ ન થઈ શકે12:35 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત યુનિવર્સીટીની પરીક્ષાની તારીખમાં ફેરફાર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે લેવાયો નિર્ણય:અંદાજે 1.50 લાખ વિદ્યાર્થીઓને થશે અસર : UG અને PGના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓના કાર્યક્રમમાં મોટા ફેરફારો : આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન સહિત તમામ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ આ ફેરફારથી પ્રભાવિત થશે. 8:47 PM IST
કરોડો ગુજરાતીઓને 'અભણ અને મૂર્ખ' કહેવા એ માત્ર શબ્દો નથી, પરંતુ તે ૬.૫ કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર:ગુજરાતની ગરિમા તેમજ અસ્મિતાનું ઘોર અપમાન: ડૉ. અનિલભાઈ પટેલ : અગાઉ મોદીજીને '૧૦૦ માથાવાળા રાવણ' કહેનારા ખડગેજી અત્યારે રાહુલજીની મોહબ્બતની દુકાનમાં વેચાતું નફરતનું ઝેર પી ગયા છે:ગુજરાતીઓને 'કૌભાંડી' કહેનારા રાહુલ ગાંધી અને હવે જનતાને 'મૂર્ખ' કહેનારા ખડગેજી માનસિક બીમાર :રાજનીતિનું સ્તર આ હદે ઉતારી દેવું એ શાહી પરિવારની કોંગ્રેસની બૌદ્ધિક નાદારી બતાવે છે: ડૉ. અનિલભાઈ પટેલ7:29 PM IST
અમદાવાદ ફૂડ વિભાગની મોટી કાર્યવાહી :વસ્ત્રાલ અને નવરંગપુરામાં બે એકમો સીલ ગોતા અને નરોડાની ડેરીમાંથી 244 કિગ્રા શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત : ફૂડ વિભાગ દ્વારા 452 એકમોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 235 એકમોને નોટિસ: પનીર, દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટસ સહિત કુલ 188 ખાદ્ય નમૂના તપાસ માટે મોકલાયા 6:48 PM IST
અમદાવાદ પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ : કમિશનર જી.એસ. મલિક દ્વારા 69 પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂક અને બદલીના આદેશ : વચેટીયાઓ અને ભલામણબાજોના ખેલ ખતમ કરી નિષ્ઠાવાન અધિકારીઓને મહત્વના સ્થાને મુકાયા : બદલી થઈને નવા આવેલા, બઢતી પામેલા અને શહેરના જૂના પીઆઈની કાર્યકુંડળી તપાસી સ્વચ્છ છબી ધરાવતા સીપીએ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ટ્રાફિક જેવા મહત્વના વિભાગોમાં કરી સર્જિકલ સ્ટ્રાઈક : રાજકોટના પૂર્વ પીઆઈ પી.એમ. ધાખડાને ક્રાઈમ બ્રાન્ચમાં સ્થાન12:33 PM IST
અમૂક બિનઅનામત બેઠકોમાં અનામત વર્ગને ટીકીટઃ માપદંડમાં બાંધછોડ : જો હાર સે ના કભી ડરતા હૈ ઔર ખુદ કો સમર્પિત કરતા હૈ, સંગ ઉસકે સફલતા રહતી હૈ, જીત ઉસકી હોતી હૈ... : રાજકીય પક્ષોએ જ્ઞાતિના સમીકરણો ગોઠવવા અસાધારણ નિર્ણયો કરવા પડશેઃ શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ અસરઃ સૌથી વધુ કસોટી ભાજપની : રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પૈકી ર૧ બેઠકો બિનઅનામતઃ ૧૦ બેઠકો બક્ષીપંચ માટેઃ અનૂસૂચિત જાતિ માટે ૪ અને અનૂસૂચિત જનજાતિ માટે ૧ બેઠકઃ આણંદપર, બેડલા, ભડલી, પીપરડી, વીંછીયા, વગેરે બેઠક સામાન્ય વર્ગ માટે છતાં રાજકીય પક્ષો બક્ષીપંચ વર્ગને ટીકીટ આપે તેવા એંધાણઃ રાજયમાં કેટલીયે બેઠકો પર જ્ઞાતિ આધારિત સમીકરણોના કારણે માપદંડમાં છૂટછાટ આપવી પડે તેવા રાજકીય સંજોગો3:55 PM IST
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ૯૦૦૦ તાલીમબદ્ધ LRD અને વન વિભાગ સ્ટાફને જોડવા ઐતિહાસિક નિર્ણય :ડો કે એન રાવ : લાંબા સમય થયા વોન્ટેડ આરોપીઓને પકડવા અને હિસ્ટ્રીશીટરો સામે કડક હાથે કામ લેવા રાજ્યભરના ટોચના અધિકારીઓ સાથેની વિડિઓ કોન્ફરન્સમાં ડો.કે એલ.એન રાવ દ્વારા તાકીદના આદેશ:૨૦૨૧ની સ્થિતિના અભ્યાસ સાથે નવી અપડેટ IB સાથે સંકલન કરી સંવેદનશીલ વિસ્તારમાં વધારાના પોલીસ બળ તૈનાત થશે : એડિશનલ ડીજી અમિત વિશ્વકર્મા નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા1:23 PM IST
ભાજપ સ્થાનિક હોદ્દેદારને ટિકિટ આપી શકેઃ ૬૦થી વધુ વય, ત્રણ ટર્મ અને પરિવારમાંથી કોઇને નહીં : બેઠકમાં અમદાવાદ મહાનગરને બાદ કરતાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના નિરીક્ષકોએ રજૂ કરેલા બાયોડેટા પર ચર્ચા-મંથન : CM ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ વિશ્વકર્મા, સી.આર. પાટીલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડમાં મંથન શરૂ10:23 AM IST
ભાવનગર પોલીસ હાથે ઝડપાયેલ ગેંગ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં ૨૧ કરોડ, ૩૭ લાખથી વધુ રકમનો ફ્રોડ કર્યો છે : મુખ્ય ગેંગસ્ટર સહિત ૧૦ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહીની વાયરલ કિસ્સા પરથી એસપી નીતેશ પાંડે અકિલા સમક્ષ ધડાકા જેવી વિગતો વર્ણવી જુદા જુદા અરજદારોને લલચાવી ફોસલાવી તેમના નામના એક્સાઉન્ટ્સના ભાડે અથવા બીજી રીતે મેળવી સાયબર ક્રાઇમના ભોગ બનનારા લોકોના નાણા જમા કરાવી, રોકડા અથવા પ્રતિબંધિત ક્રિપ્ટો કરન્સીમાં જમા કરાવી દેતા હોવાનો ઘટસ્ફોટ થયાનું ટીમ સુકાની જીલ્લા પોલીસ વડાનો વિસ્ફોટક ખુલાસો11:07 AM IST
મેલડી માતાજીની મૂર્તિ, આભુષણો ચોરનાર સગીર નીકળ્યોઃ વાયરલ ઘટનાની અંદરની વાત : લોકોની ધાર્મિક લાગણી દુભાતા પ્રયાસો થાય તે પહેલા મંદિર ચોરીનો વધુ એક કેસ સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા સીપી નરસિંહમા કોમાર ટીમે તુરંત ઉકેલી નાખ્યો : ગંભીર ઘટનાઓ અંગે માસ્ટર પ્લાન તૈયાર કરી સિનિયર IPS નિલેશ જાજડિયા, એડી સીપી સુધીર દેસાઈના માર્ગદર્શનમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને એક્ટિવ મોડમાં મૂકવાની રણનીતિ રામબાણ સાબિત3:29 PM IST
અમદાવાદમાં ફ્લાઈટમાં મોબાઈલ ચોરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ : વધુ બે સાગરીતની ધરપકડ : 21 મોબાઈલ જપ્ત : ઝોન 3 LCB દ્વારા ઝારખંડની આ ગેંગના બે મુખ્ય સભ્યો રઘુ મહતો અને વિક્રમ મહતોની ધરપકડ : ચોરી કરવા માટે તેઓ ફ્લાઈટમાં મુસાફરી કરતા:ક્રિકેટ સ્ટેડિયમ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ભીડભાડવાળા મેળાના સ્થળોને ટાર્ગેટ બનાવતા 10:50 PM IST
ડેટિંગ એપ્લિકેશન GRINDRની મદદથી પુરષોને ડેટિંગ માટે બોલાવી,વિડિયો ઉતારી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવતા શખ્સોને સુરત શહેર જહાંગીરપુરા પોલીસે ઝડપી લીધી : ડેટિંગ માટે મળવા આવનાર શખ્સના અન્ય સાથી શખ્શને પહેલેથી જ ત્યાં હાજર હોય જેઓએ પકડી લઈ, માર મારી, વિડિયો ઉતારી અને વિડિયો તેઓના માતાપિતાને મોકલવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા 7:23 PM IST
પાટણ કોંગ્રેસમાં ભડકો: દિગ્ગજ નેતા ભરત ભાટિયાએ પક્ષ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી, ચૂંટણી ટાણે જ પક્ષમાં ગાબડું પડતા નેતાઓ દોડતા થયા : ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓના મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ: વોર્ડ નંબર 8 માં ખેલાશે ત્રિપાંખિયો જંગ, નવા સમીકરણોથી હાર-જીતનું ગણિત બગડવાની શક્યતા4:52 PM IST
શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત સજ્જ : કોમનવેલ્થ સ્પોર્ટ ટીમની પ્રથમ મુલાકાત સાથે ગાંધીનગરમાં પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ શરૂ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટાઈમ બાઉન્ડ અને ઇફેક્ટિવ પ્લાનિંગના મંત્ર સાથે ભવ્ય આયોજન માટે વ્યક્ત કરી કટિબદ્ધતા : ટીમ અમદાવાદ-વડોદરા અને એકતાનગરમાં રમતગમતના સ્થળોની લેશે મુલાકાત12:06 PM IST
ગુજરાતમાં LPGમાંથી PNGમાં જોડાણની ૫૦ હજાર અરજી આવી : ૨૬,૯૦૯ ઘરોમાં છેલ્લા ૩૬ દિવસમાં PNG કનેક્શન આપી દેવાયા : રોજના પ હજાર PNG જોડાણ આપવાનો ૧૦ સિટી ગેસ એજન્સીઓને આદેશઃ ઈરાન યુદ્ધ છતાં રાજ્યમાં એકપણ CNG સ્ટેશન બંધ થયું નથીઃ ગેસ પુરવઠો જળવાઈ રહ્યો છેઃ GSPC: PNG માટે ખોદકામની મંજૂરી હવે ૨૪ કલાકમાં મળશેઃ નવા જોડાણ પર ચાહકોને રૂ.૫૦૦નું રિબેટ10:22 AM IST
ગુજરાતની ૧૬ યુનિવર્સિટીઓ માટે સમાન ક્રેડિટ સિસ્ટમ : ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યભરની યુનિવર્સિટીઓને એકસમાન શૈક્ષણિક માળખું અપનાવવાનો નિર્દેશ આપ્યો : પબ્લિક યુનિવર્સિટીઓ ૪ વર્ષના UG અભ્યાસક્રમો માટે ૧૭૬-ક્રેડિટ ફ્રેમવર્ક અપનાવશે; નવી સિસ્ટમથી ૧૪.૬૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશેઃ KCG10:55 AM IST
ગરીબ બાળકીનુ અપહરણ..5 Pi, 9 PSI, ૧૦૦૦ વોટ્સએપ ગ્રુપ, હજારો CCTV વિગેરે દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચે બાળકીને હેમખેમ આવી રીતે બચાવી લીધી : અધધ, પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત ટીમે ઓપરેશન મુસ્કાન હેઠળ બાળકો, યુવાનો અને વડીલો સહિત ૫૯૧ લોકોને શોધી આપતા હર્ષભાઈ સંઘવી હર્ષભેર જાહેરમાં ગૌરવપૂર્વક નોંધ લે છે ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્વ હેઠળની ટીમના ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જે જી પટેલ, Pi હીતેષ ગઢવી, મહિલા Pi હિલ્પા સિંધુ વિગેરે દ્વારા અશકયને શકય કરી બતાવ્યું11:08 AM IST
કોર્પોરેશન ચૂંટણીઃ કલેકટર-ઝોનલ કચેરીએ કાર્યકરો-અપક્ષ ઉમેદવારોની લાઇનોઃ ૮૦૦ ફોર્મ ઉપડયાઃ જીલ્લા પંચાયત માટે ૧૦૦ ફોર્મ ગયા : જેતપુર વિસ્તારમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાઃ EVM ડીસ્પ્લે આખા શહેરમાં શરૂ : તમામ કેન્દ્રો ઉપર સુરક્ષા-સીસીટીવી કેમેરાની ગોઠવણી ચાલૂઃ સ્ટાફની ફાળવણી પૂરીઃ કાલથી તાલીમનો ધમધમાટ2:40 PM IST
રાજકોટમાં કરોડોના રોકાણ કૌભાંડનો પર્દાફાશ : વડાલીયા ફૂડ્સના માલિક સાથેની છેતરપિંડી તો માત્ર શરૂઆત : 200 કરોડનું કૌભાંડ આચરનાર ઠગ ટોળકીની 15 મિલકતો ટાંચમાં લેવાશે : 70 થી 80 રોકાણકારોને વાર્ષિક 12 ટકા વળતરની લાલચ આપી નાણાં ઓળવી જનાર અમિત ભાણવડીયા અને માકડિયા બંધુઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની લાલ આંખ : ગૃહ વિભાગને સોંપાશે રિપોર્ટ10:39 AM IST
ટ્રસ્ટના મુખ્ય સંચાલકો દ્વારા, રોકડમાં પ્રિમીયમ લઈ નવા બહુમતી ટ્રસ્ટીને નિમી, ટ્રસ્ટને વેચવાનો ગોરખ ધંધો ફાલ્યો ફુલ્યો છે તે ચિંતાજનક : ઈન્કમ ટેક્સ હેઠળ લાભ મેળવતા ટ્રસ્ટના આડકતરા વેચાણ દ્વારા રોકડમાં પ્રિમીયમ લેવુ તે આકરણી વખતે ધ્યાને લઈ મની લોન્ડરીંગ એકટ હેઠળ ઈન્ફોર્સમેન્ટ ડિરેકટર્સ(ઈડી)ને કેસ રીફર કરવો જોઈએ : કરોડની મિલ્કતોનું વેચાણ ચેરીટી કમિશ્નર દ્વારા કરવામાં આવતું હોય રોકડ લેવડ દેવડને કોઈ અવકાશ હોતો નથી, તેથી પ્રિમિયમ લઈને મેનેજમેન્ટ ટ્રાન્સફરનો માર્ગ પસંદ કરવામાં આવે છે : કોઇપણ ટ્રસ્ટમાં બહુમતી ટ્રસ્ટીઓ સામુહીક રાજીનામાં આપે અને તેની જગ્યાએ બહુમતી નવા ટ્રસ્ટીઓ આવે તેને શંકાસ્પદ વ્યવહાર તરીકે વર્ગીકૃત કરી સર્વગ્રાહી તપાસ કરવી અતિ આવશ્યક છે : રાજકોટની કેમ્બ્રીજ ગણાતી એક હાઇસ્કુલ, રીંગરોડ સ્થિત એક બોર્ડિગ સહિત અનેક ટ્રસ્ટમાં મોટી રકમના રોકડ વ્યવહારો થયાનું ખુલેઆમ ચર્ચાઇ રહ્યું છે. તેની મની લોન્ડરીંગ એકટ હેઠળ તપાસ થવી જોઈએ2:28 PM IST
ચૂંટણીની અસરઃ અડધા દિ'માં વેરાની માત્ર ૧.૨૫ કરોડની આવક : પ્રમાણીક કરદાતાઓએ તંત્રની તિજોરી ભરવાનું શરૂ કર્યુ : કોર્પોરેશનને આગોતરી આવકઃ કરદાતાઓને વળતરનો લાભઃ વળતર યોજનાના પ્રારંભે બપોરના ૧ વાગ્યા સુધીમાં અંદાજીત રર૦૦ લોકોએ લાભ લીધોઃ ર હજારથી વધુ મિલ્કત ધારકોએ ૧.રપ કરોડનો વિશેષ ૧ ટકાનો લાભ લીધો3:03 PM IST
સોમવારે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯મો પ્રાગટય ઉત્સવ ઉજવાશે : રાજકોટ શહેરની ૨૦થી વધુ પુષ્ટિમાર્ગીય આચાર્યોની હવેલીઓ દ્વારા રાજકોટ શહેર સમસ્ત વૈષ્ણવ સમાજના ઉપક્રમે સહીયારૂ આયોજન : બાલભવન ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે, ૨૦થી વધુ વૈષ્ણવાચાર્યશ્રીઓ પણ પદયાત્રા કરશે, ધર્મસભા, મહાપ્રસાદઃ શહેરની ૨૬ ગૌશાળાઓમાં બે હજાર કિલો લાડુનો ભોગ અને પાંચ હજાર મણ ઘાસચારો અપાશેઃ વૈષ્ણવોને ઉમટી પડવા આહવાન3:34 PM IST
ગેસના અસહ્ય ભાવ સામે મોરબી સિરામિક ઉદ્યોગકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો : ગુજરાત ગેસની કચેરીએ કર્યા દેખાવ. : પેટ્રોલિયમ પેદાશોના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટ્યા હોવા છતાં ગુજરાત ગેસે 79.85 ના ઊંચા ભાવની લિંક મોકલતા ઉદ્યોગકારો વિફર્યા:કચેરીએ જઈને નારા લગાવ્યા :નવો ભાવ આપવા રજૂઆત કરી: ગુજરાત ગેસને ભાવ મામલે સદબુદ્ધિ મળે તે માટે ઉદ્યોગકારો એ ગેસની ઓફિસમાં જ બેસી અને રામ ધૂન બોલાવી 2 મિનિટનું મૌન પાડ્યું12:18 AM IST
અમરેલીના મીતીયાળા પંથકમાં ધરા ધ્રૂજી : વહેલી સવારથી પાંચ કલાકમાં ભૂકંપના 8 આંચકા નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ અને ભયની લાગણી : સવારે 4 થી 9 વાગ્યા સુધી ખાંભા અને સાવરકુંડલા પંથકમાં 1.0 થી 3.58 ની તીવ્રતાના આંચકાઓએ મચાવ્યો હોબાળો : કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિમી દૂર હોવાની સિસ્મોલોજી વિભાગની પુષ્ટિ10:12 AM IST
ટંકારા પાસે ટ્રકમાંથી પ૬ લાખનો દારૂ પકડાયો12:20 PM IST
કારનું ચીટીંગ કરનારા જામનગરના પિતા પુત્ર આઈજી સમક્ષ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયાની ફરિયાદ કરવા પહોંચ્યાઃ જોકે પોતેજ ચિટર સાબિત થયા : સતવારા પિતા પુત્રનું કાર ભાડેથી ચલાવવા માટે લઈ જઈ ચીટીંગ કર્યાનું મોટું કારસ્તાનઃ ૧૪ જેટલી ગાડીઓ ભાડેથી ફેરવવા માટે લીધા બાદ તમામ વાહનો ગીરવે મૂકીઃ આઠથી વધુ ગાડીઓ કબજે કરી લેવાઇઃ અંદાજે અડધા કરોડથી વધુનું ચીટીંગ10:54 AM IST
ડીઆઈજીની મુલાકાત1:11 PM IST
અમેરિકા-ઈરાનની જંગમાં 'ઓમાન'ને લોટરી લાગી: હોર્મુઝની સામુદ્રધુની પર દબદબો વધશે:વિશ્વના તેલ વેપારનું નવું કેન્દ્ર બનવા ભણી : બે બળિયાના ઝઘડામાં 'શાંત' પાડોશી ફાવ્યો: ઈરાન પરના પ્રતિબંધો અને અમેરિકાની સખ્તાઈ વચ્ચે ઓમાનનું વ્યૂહાત્મક મહત્વ વધ્યું:અબજો ડોલરના રોકાણની વણઝાર: શું મિડલ ઈસ્ટના વેપારનો નવો શહેનશાહ બનશે મસ્કત? ખાડી દેશોમાં સત્તાનું નવું સમીકરણ5:56 PM IST
અફઘાનિસ્તાનમાં આકાશી આફત: મુશળધાર વરસાદ બાદ પ્રચંડ પૂરમાં ૨૨ જિંદગીઓ હોમાઈ:ચારેબાજુ તબાહીના દ્રશ્યો : મોતના પૂરમાં ઘરબાર વહી ગયા: ૩૨થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ: સેંકડો પશુઓના મોતથી હાહાકાર:કાચા મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી,:શું તાલિબાન શાસનમાં પીડિતોને સમયસર મદદ મળશે? કુદરતના કહેર સામે લાચાર બન્યું અફઘાનિસ્તાન5:57 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
ઈરાનનો 'તેલ અવીવ' પર વિધ્વંસક પ્રહારનો સંકેત: 'લેબેનોન પર હુમલા બંધ કરો: નહી તો ઈઝરાયલનું અસ્તિત્વ ભૂંસાઈ જશે': તેહરાનનો સીધો પડકાર : ઈઝરાયલના અણુ મથકો અને શહેરો ઈરાની મિસાઈલોના નિશાને? 'નેતન્યાહૂ' ને હટાવવાની ગર્જના સાથે ઈરાને આપી લોહીની હોળી ખેલવાની ધમકી:શું મિડલ ઈસ્ટમાં તબાહીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું? અમેરિકાના જીવ અધ્ધર5:56 PM IST
વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો: ઈરાન શાંત પડતા જ 'ઉત્તર કોરિયા' લાલઘૂમ:કિમ જોંગ ઉને સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલો ઝીંકી મચાવ્યો હાહાકાર : દક્ષિણ કોરિયા અને જાપાનના જીવ અધ્ધર: તાનાશાહની પરમાણુ ધમકીથી એશિયામાં યુદ્ધના નગારા વાગ્યા:અમેરિકાના સૈન્ય મથકો પણ ઉત્તર કોરિયાના નિશાને? શું 'કિમ જોંગ' દુનિયાને રાખ કરી દેવા માંગે છે? પાયોંગયાંગની ઉશ્કેરણીથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ5:57 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
બેઝબોલનું મેદાન બન્યું કુસ્તીનો અખાડો! લાઈવ મેચમાં ખેલાડીઓએ ખેલદિલી નેવે મૂકી એકબીજા પર મુક્કા વરસાવ્યા, જોર્જ સોલર અને રેનાલ્ડો લોપેઝ વચ્ચેની લડાઈનો વીડિયો વાયરલ : પાંચમી ઇનિંગમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: પિચ ફેંકવા બાબતે ઉશ્કેરાયેલા બેટ્સમેને પિચર પર કર્યો હુમલો, મેનેજરો અને સાથી ખેલાડીઓએ વચ્ચે પડી માંડ-માંડ મામલો થાળે પાડ્યો8:11 PM IST
મેદાન પર રનનો વરસાદ અને સ્ટેન્ડમાં ચોકલેટનો જાદુ! આઈપીએલના ચાહકે ચીયરલીડર્સને ચોકલેટ આપી જીત્યા દિલ, વીડિયો જોઈ નેટીઝન્સ બોલ્યા - 'આને કહેવાય અસલી જેન્ટલમેન' : MI, RR અને SRH ની મેચોમાં જોવા મળી હૃદયસ્પર્શી ક્ષણો: ચીયરલીડર્સ પણ અણધારી ભેટ જોઈને થઈ ગઈ ગદગદ, હરીફાઈના માહોલમાં એક અજાણ્યા પ્રશંસકે ફેલાવ્યું સ્મિત8:11 PM IST
બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતની મિશ્ર શરૂઆત: પીવી સિંધુ અને પ્રણોયનો દમદાર વિજય, પણ લક્ષ્ય સેન અને શ્રીકાંત હારતા ચાહકો નિરાશ : ઉભરતા સ્ટાર આયુષ શેટ્ટીએ વિશ્વના 7માં નંબરના ખેલાડીને હરાવીને સર્જ્યો ઉલટફેર: સિંધુએ એક કલાકથી વધુ ચાલેલા સંઘર્ષ બાદ મલેશિયન ખેલાડીને હંફાવી, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કરી એન્ટ્રી8:10 PM IST
"ભૂલ આલિયાની નહીં, સામે બેઠેલા મુડદા જેવા પ્રેક્ષકોની છે": એવોર્ડ શો હોસ્ટિંગ બદલ ટ્રોલ થયેલી આલિયા ભટ્ટના સમર્થનમાં ઉતરી સોના મહાપાત્રા, બોલીવુડ સેલેબ્સને ગણાવ્યા 'નિસ્તેજ' : "લાઈવ પરફોર્મ કરવું એ કોઈ નાની વાત નથી": સોનાએ સેલ્ફી મોડમાં મસ્ત રહેતા સ્ટાર્સનો ઉધડો લીધો, રણવીર સિંહને ગણાવ્યો સાચો કલાકાર જ્યારે અન્યોને હસવાનું શીખવા આપી સલાહ8:14 PM IST
'ધુરંધર'ની ઐતિહાસિક સફળતા બાદ આદિત્ય ધર અને મુકેશ છાબડા થયા ભાવુક: બોલિવૂડમાં ભાગ્યે જ જોવા મળતા પરસ્પર આદર અને પ્રેમની પોસ્ટ થઈ વાયરલ : "તમે દરેક ક્રૂ મેમ્બરને જે સન્માન આપો છો તે અજોડ છે": કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ આદિત્ય ધર માટે લખી હૃદયસ્પર્શી નોંધ, ફિલ્મે બોક્સ ઓફિસ પર 1,000 કરોડનો આંકડો વટાવ્યો6:30 PM IST
ફિલ્મ 'ધુરંધર'ની સ્ક્રિપ્ટ ચોરીના વિવાદમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ: દિગ્દર્શક આદિત્ય ધર વિરુદ્ધ પાયાવિહોણા આરોપો લગાવવા પર ફિલ્મ નિર્માતા સંતોષ કુમારને રોક્યા : "વ્યાવસાયિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું બંધ કરો": કોર્ટે સંતોષ કુમારને નોટિસ ફટકારી, સ્ક્રિપ્ટ ચોરીના દાવાઓનું પુનરાવર્તન કરવા પર મૂક્યો વચગાળાનો પ્રતિબંધ8:13 PM IST




































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































































