<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

છાપરવાડી-ર માં પોણા દસ ફુટ નવુ પાણી આવ્‍યું: પરંતુ જીવંત સપાટી ઝીરો કુલ ૯ ડેમોમાં નવા નીર આવ્‍યા : મેઘરાજાની હળવા-ભારે ઝાપટા-કયાંક-ધોધમાર વરસાદને કારણે રાજકોટ-મોરબી-જામનગર-સુરેન્‍દ્રનગર જીલ્લાના કુલ ૯ ડેમોમાં નવા નીરની પધરામણી થઇ છેઃ જેમાં ખાસ કરીને રાજકોટ જીલ્લાના છાપરવાડી-ર ડેમમાં એકી સાથે પોણા દસ ફુટ નવુ પાણી આવ્‍યું છે, પરંતુ ડેડ વોટર નીચે હોય, જીવંત સપાટી ઝીરો જાહેર થઇ છે. અન્‍ય ૮ ડેમોમાં મોજ-૧.૭૭, ફોફળ-૦.૮ર, મચ્‍છુ-ર-૦પર, ઘોડાધ્રોઇ-૦.૩૩, ઉંડ-૩-૧ ફુટ, ફુલઝર-ર.૩૦, અને લીંબડી ભોગાવોમાં ૦.૧૬ ફુટનો વધારો થયો છે

(11:04 AM IST)