<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

8 અને 9 જુલાઈના રોજ રશિયાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે રૂપિયા-રુબલ ડીલ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. રશિયન ઓઇલ જાયન્ટ રોઝનેફ્ટ ભારતમાં વધુ રોકાણ કરવાની યોજના બનાવી રહી છે અને આ બેઠક દરમિયાન તેની જાહેરાત થવાની સંભાવના છે. રોઝનેફ્ટ ઉપરાંત, અન્ય એક રશિયન કંપની મેટિયોવેગનમાશ ભારત માટે વંદે ભારત ટ્રેનોના ઉત્પાદન માટે રોકાણ કરવાની જાહેરાત કરે તેવી પણ શક્યતા સેવાય રહી છે. રશિયાથી, પ્રધાનમંત્રી મોદી 9મી જુલાઈના રોજ ઑસ્ટ્રિયા (વિયેના) પણ જઈ શકે છે. વડાપ્રધાન મોદીનો સત્તાવાર પ્રવાસ 3-4 દિવસમાં જાહેર થવાની સંભાવના છે. (ન્યુઝફર્સ્ટ)

(9:27 PM IST)