News of Friday, 5th July 2024
AAPમાં સંજય સિંહનું કદ વધ્યું : પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને AAP સંસદીય પક્ષના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા : હું પાર્ટી સંસદીય દળના અધ્યક્ષ તરીકે કેજરીવાલ જી દ્વારા આપવામાં આવેલી જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવીશ. : આમ આદમી પાર્ટીએ આજે પોતાના સંસદીય દળના નેતાની જાહેરાત કરી છે. રાજ્યસભા સાંસદ સંજય સિંહને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સિંહને AAP સંસદીય દળના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ સંજય સિંહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી સિંહે આગળ લખ્યું કે હું પાર્ટી સંસદીય દળના અધ્યક્ષ તરીકે કેજરીવાલ જી દ્વારા આપવામાં આવેલી જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવીશ.

(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
