News of Thursday, 11th July 2024
કાલે કલેકટરના અધ્યક્ષ પદે R.O. મીટીંગ મામલતદારો પાસેથી શરતભંગના કેસોનો સર્વેનો રીપોર્ટ મંગાશેઃ દબાણો અંગે સમીક્ષા : રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કાલે સવારે ૧૧ વાગ્યાથી તમામ મામલતદારો-પ્રાંત અધીકારીઓ-ડે. કલેકટરોની R.O. મીટીંગ યોજાશેઃ જેમાં ખુલ્લા પ્લોટના તથા અન્ય બિનખેતી કેસોમાં શરતભંગના કેસોમાં સર્વે અંગે મામલતદારો પાસેથી રીપોર્ટ મંગાશેઃ દબાણ હટાવ ઝુંબેશ અંગે સમીક્ષા થશેઃ આ ઉપરાંત કાલે લેન્ડ ગ્રેબીંગ કમિટીની મીટીંગ મળશેઃ જેમાં પ૦ થી વધુ કેસો અંગે નિર્ણય થશેઃ કાલે કાયદો-વ્યવસ્થા અંગે પણ મીટીંગ યોજાઇ છે..

(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
