<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ટાઇગર શ્રોફ પર ગોળીબાર કેસમાં મોટો ધડાકો : હથિયારો પહોંચાડનાર બે યુવતીઓ સહિત વધુ ચાર ઝડપાયા: અનિલ પંડિતની સૂચનાથી કુણાલે સુમિત સાથે અમૃતસર જઈ પિસ્તોલ તથા ૨૦ કારતૂસ મેળવ્યા: આ હથિયારો રાધા અને બબીતા મારફતે મુંબઈ પહોંચાડવામાં આવ્યાં : અમૃતસરથી હથિયારો મેળવી મુંબઈ પહોંચાડ્યાનો ઘટસ્ફોટ : લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેના સંપર્કોની તપાસ તેજ, કુલ સાત આરોપીઓ પોલીસની પકડમાં: ફૂલસિંહે પાંચ રાઉન્ડ ગોળીબાર કેેલ જ્યારે રેહાનનું હથિયાર જામ થઈ ગયેલ : હુમલાખોરોનું મૂળ નિશાન અન્ય એક જાણીતા બોલિવૂડ અભિનેતા હતા: તે અભિનેતાની કડક સુરક્ષાને કારણે હુમલાખોરો તેમના સુધી પહોંચી શક્યા નહોતા અને ત્યારબાદ ટાઇગર શ્રોફને નિશાન બનાવ્યો11:48 PM IST

ફ્રાન્સથી ઇટાલી, બેલ્જિયમ અને અલ્બાનિયા સુધી ૮ દેશોમાં હિંસા, વિરોધ પ્રદર્શન : યુરોપના અનેક દેશોમાં મોંઘવારી અને શિક્ષણના મુદ્દે જનઆક્રોશ: છ દેશોમાં મોટા આંદોલનો: સ્પેન અને પોર્ટુગલમાં મકાનભાડાં સામે વિરોધ, ઇટાલી અને બેલ્જિયમમાં પોલીસ સાથે અથડામણ : સમરી : યુરોપના અનેક દેશોમાં એકસાથે ઊભી થયેલી વિરોધની લહેર પાછળ મોંઘવારી, મકાનભાડામાં અસહ્ય વધારો, શૈક્ષણિક વ્યવસ્થાની મુશ્કેલીઓ અને સરકારી નીતિઓ સામેની નારાજગી જવાબદાર છે. ફ્રાન્સ ઉપરાંત ઇટાલી, બેલ્જિયમ, અલ્બાનિયા, સ્પેન અને પોર્ટુગલમાં મોટા વિરોધ પ્રદર્શનોની પુષ્ટિ થઈ છે. જોકે તમામ દેશોમાં એકસરખી હિંસક પરિસ્થિતિ નથી.9:32 AM IST

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘ગરબાનો ગુંજારવ': રાસ-ગરબા સાથે પ્રાચીન સંસ્‍કૃતિ આબેહૂબ ઉજાગર થઇ : ધોળકીયા સ્‍કૂલ્‍સની બાલિકાઓએ અદભુત રીતે કલા પ્રસ્‍તુતિ કરીઃ જ્ઞાતિજનો મંત્રમુગ્‍ધ : પવિત્ર માહોલમાં માંડવી રાસ, મોગલ રાસ, દીવડા રાસ, ત્રિશુલ રાસ, ટીપ્‍પણી રાસની સાથે-સાથે રાંદલમાં, ખોડીયાર માં, મોગલ માં, મહાપ્રભુજી- ઠાકોરજીના દર્શન કરીને લોકો ધન્‍ય બન્‍યાઃ કૃષ્‍ણકાંતભાઇ ધોળકીયા અને જીતુભાઇ ધોળકીયાની વિશેષ હાજરીઃ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્‍ટી મંડળ દ્વારા અદકેરૂ-અલોૈકીક આયોજનઃ ‘પરિવાર નોંધણી' માટે પણ અપીલ કરવામાં આવીઃ મહાનુભાવોની હાજરી2:45 PM IST