News of Thursday, 11th July 2024
રાજસ્થાન દિલ્હી ગોવા મધ્ય મહારાષ્ટ્ર કર્ણાટક સહિત ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવતા બે દિવસ ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ:દેશના અનેક રાજ્યોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ છે. ત્યારે હવામાન ખાતાએ દેશના સંખ્યાબંધ રાજ્યોમાં ફરીથી ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરેલ છે. :હવામાન ખાતાના સિનિયર સાયન્ટિસ્ટ ડો. નરેશ કુમારે કહ્યું છે કે આવતા બે દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે, તો ૧૨થી ૧૫ જુલાઈ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. :ચોમાસાની ધરી હવે ઉત્તર તરફ ફેરવાઈ રહી છે જેના પ્રભાવમાં ઉત્તરના રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ બની છે અને હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરેલ છે જેમાં આસામ મેઘાલય અને અરુણાચલ પણ સામેલ છે.:તેમણે વધુમાં કહ્યું કે વેસ્ટ ઝોનમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. હવે પછી રાજસ્થાન એમપી છત્તીસગઢમાં બે થી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દિલ્હી અને એનસીઆરમાં બે દિવસ હળવા વરસાદની સંભાવના છે.

(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
