News of Saturday, 13th July 2024
ઉત્તર ગુજરાત ઉપર હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ: અત્યારે ગુજરાતમાં અને બે દિવસ પછી સૌરાષ્ટ્રમાં ભારે અને સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી : આજે ઉતર ગુજરાત પર હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ટ્રફ પણ છે ત્યારે હાલ ગુજરાતમાં તેમજ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે અને વ્યાપકપણે (૭૫ ટકાથી વધુ વિસ્તારોમાં) વરસાદની ચેતવણી મૌસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. તા.૨૫ જૂલાઈ સુધી ગુજરાતમાં સામાન્યથી અધિક વરસાદનું પૂર્વાનુમાન છે અને આગામી છ દિવસ સુધી દેશભરમાં અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
