<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

રાજકોટમાં ધીમીધારે વરસાદ : લોધીકામાં અડધો ઇંચ : ગોંડલ-જામકંડોરણામાં ઝાપટા : રાજકોટ શહેરમાં આજે સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે થોડીવારમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ જાય છે અને થોડીવારમાં આછો તડકો નીકળે છે આવા વાતાવરણ વચ્ચે આજે સવારથી સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં ૭ મી.મી. વરસાદ વરસ્યો છે. આ લખાય છે ત્યારે સાંજે ચાર વાગ્યે રાજકોટમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. : રાજકોટ જિલ્લાના લોધિકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ગોંડલ અને જામકંડોરણામાં ઝાપટા વરસી રહ્યા છે

(9:15 AM IST)