News of Tuesday, 6th August 2024
શનિવારે જે.પી.નડ્ડા રાજકોટમાં: તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે રાજકોટઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી.નડ્ડા રાજકોટ આવી રહ્યા છેઃ તેઓ રાજકોટમાં તા. ૧૦ શનિવારે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશેઃ ૧૫ ઓગસ્ટ નિમિતે દેશભરમાં તિરંગા યાત્રા યોજાનાર છેઃ ફરી કેન્દ્રીય મંત્રી બન્યા બાદ શ્રી જે.પી.નડ્ડા પ્રથમવાર રાજકોટ આવી રહ્યા છેઃ ભાજપ દ્વારા સ્વાગત અને તિરંગા રેલી માટે પ્રદેશના માર્ગદર્શન મુજબ તડામાર તૈયારીઃ રાષ્ટ્રીય અધ્યક્ષના સાથે પ્રદેશના નેતાઓ પણ રાજકોટ આવશેઃ વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે.

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
