News of Saturday, 24th August 2024
અમદાવાદમાં મેઘરાજાની જમાવટઃ અનેક વિસ્તારો ભીંજાયા : પોણોથી ૨ ઈંચ વરસાદ નોંધાયો અમદાવાદ, તા.૨૪ : અમદાવાદમાં સવારે ૬ થી લઈને ૧૦ સુધીમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ પડ્યો હતો પરંતુ અનેક વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. અમદાવાદના નરોડામાં સવારે ચાર કલાકમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો છે. કોતરપુરમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ચાંદખેડામાં પણ દોઢ ઇંચ વરસાદ જ્યારે સાયન્સ સીટી અને ગો સીટી અને ગોતા માં એક -એક ઇંચ વરસાદ પડ્યો હતો.

(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
