<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ગુજરાતમાં મેઘમહેર શરૂ : સવારે ૬ કલાકમાં અનેક સ્‍થળે ૫ થી ૮ ઈંચ વરસાદ ત્રાટક્‍યો : નદીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ : સૌથી વધુ મહેસાણાના વીજાપુર પંથકમાં ૮ ઈંચ ખાબક્‍યો : કપડવંજમાં ૫ ઈંચ : સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી આગાહી મુજબ જ ગુજરાતમાં ભારે વરસાદના મંડાણ થઈ ગયા છે. આગામી ૨૯ સુધી ભારે વરસાદ ઠેર-ઠેર ચાલુ રહેશે તેવી શકયતા વચ્‍ચે આજે સવારે ૬ થી ૧૦ ૧૧૧ તાલુકામાં દોઢ ઈંચથી સવા આઠ ઈંચ સુધી વરસાદ પડી ગયો છે. મહેસાણા પંથકમાં અતિ ભારે વરસાદ પડયો છે અને વીજાપુરમાં ૮.૨ ઈંચ, કપડવંજમાં ૫ ઈંચ, માણસામાં ૪.૪ ઈંચ, છોટા ઉદેપુર ૩.૩, દહેગામ ૩.૨ ઈંચ અને ઉંમરપાડામાં ૨.૮ ઈંચ વરસાદ ખાબક્‍યો છે. છેલ્લા ૬ કલાકમાં ધરમપુરમાં ૪.૩ ઈંચ, પારડીમાં ૩.૫ ઈંચ, ઉંમરગામ ૩.૬ ઈંચ, વીસનગરમાં ૩.૪ ઈંચ, ઉંમરપાડા ૫ ઈંચ અને માણસા ૪.૪ ઈંચ જયારે ૨ કલાકમાં ડીસા માં ૨.૩ ઈંચ, સાગબારામાં ૧.૫ ઈંચ, કલોલમાં ૧.૪ ઈંચ અને ખેરગામમાં ૧.૪ ઈંચ વરસાદ પડયો છે. દરમિયાન ગુજરાતમાં અનેક જીલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર થયુ છે. સુરતમાં અત્‍યંત ભારે વરસાદની આગાહી છે. સુરતમાં આજે સવારથી ધમધોકાર ભારે વરસાદ બપોર સુધી પડયો છે. વલસાડથી મળતા અહેવાલ મુજબ નદીના પ્રચંડ પ્રવાહમાં એક મોટરકાર તણાઈ ગયેલ કોઝવે ઉપરથી પસાર થતાં સમયે આ કાર તણાઈ ગઈ હતી જો કે સ્‍થાનિક લોકોએ કારચાલકને બચાવી લીધેલ છે. પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી.

(4:06 PM IST)