તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
એરલાઈન મુસાફરો માટે ચેતવણી : એરબસ A320માં સોફ્ટવેરની ખામીને કારણે વિશ્વભરની ૬,૦૦૦ ફ્લાઇટ્સ પર બ્રેક : ભારતની ઇન્ડિગો અને એર ઇન્ડિયા સહિત ૧૫થી વધુ એરલાઈન્સમાં મોટો વિક્ષેપ : ફ્લાઇટ-કંટ્રોલના સંભવિત મુદ્દાને કારણે એરબસે A320 ફેમિલી જેટમાં સોફ્ટવેર રોલબેકનો ફરજિયાત આદેશ આપ્યો : ભારતમાં ૨૦૦ થી ૨૫૦ વિમાનોને અસર થવાની સંભાવના : એર ફ્રાન્સે ૩૫ ફ્લાઇટ્સ રદ કરી, જ્યારે કોલંબિયાની એવિયન્કાએ ૧૦ દિવસ માટે ટિકિટ વેચાણ સ્થગિત કર્યું8:58 AM IST
આજે ૨૯ નવેમ્બરના રોજ સોનાના ભાવમાં નજીવો વધારો : ગુજરાતના મુખ્ય શહેરોમાં ૨૪ કેરેટ સોનાનો દર ₹૧,૨૮,૫૨૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો : મુંબઈ અને કોલકાતામાં દેશના સરેરાશ ભાવ પ્રમાણે ₹૧,૨૮,૪૭૦ પ્રતિ ૧૦ ગ્રામના દરે વેચાણ : ચેન્નાઈમાં સૌથી વધુ ₹૧,૨૯,૧૭૦નો ભાવ : અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના નવ શહેરોમાં સમાન દર9:28 AM IST
સેન્યા૨ પછી 'દિતવાહ' વાવાઝોડાનો કહેર : શ્રીલંકામાં ૬૯ના મોત બાદ ચક્રવાત ભારત તરફ આગળ વધ્યું : દક્ષિણના પાંચ રાજ્યોમાં રેડ-ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગે તમિલનાડુમાં રેડ એલર્ટ અને આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, પુડુચેરી અને તેલંગાણામાં ઓરેન્જ એલર્ટ આપ્યું : વાવાઝોડું ભારતીય તટ પર નહીં ટકરાય પણ શનિવારે બપોર સુધીમાં તમિલનાડુ દરિયાકાંઠે પહોંચી ભારે વરસાદ લાવશે : ઓપરેશન સાગર બંધુ હેઠળ શ્રીલંકાને ભારતની તાત્કાલિક સહાય9:29 AM IST
ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ : ભક્તિમય ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે'એ વિશ્વભરમાં ₹૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બની રેકોર્ડ સર્જ્યો! : અકલ્પનીય સિદ્ધિ : રિલીઝના ૪૯ દિવસમાં જ 'લાલો'નું કુલ કલેક્શન ₹૯૯ કરોડને પાર : ભારતમાંથી ₹૯૩.૫૦ કરોડની જંગી કમાણી સાથે ફિલ્મ ૫૦મા દિવસના અંતે જાદુઈ આંકડો પાર કરવા સજ્જ : પ્રાદેશિક સિનેમાની વૈશ્વિક ક્ષમતા ઉજાગર થઈ9:30 AM IST
સુપ્રીમ કોર્ટમાં વર્ષો જૂની ‘વીઆઈપી કલ્ચર’ પર સર્જીકલ સ્ટ્રાઈક: ક્રાંતિકારી ફેરફારો: સીજેઆઇ સૂર્યકાંતનો ઐતિહાસિક નિર્ણય: ૧ ડિસેમ્બરથી સીનિયર વકીલો કેસ મેન્શન નહીં કરી શકે: જામીન માટે હવે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે : સામાન્ય અરજદારો માટે ન્યાયના દ્વાર વિસ્તૃત કર્યા: ૧ ડિસેમ્બર ૨૦૨૫થી લાગુ પડતા નવા ૪ પરિપત્રો મુજબ સુપ્રીમ કોર્ટમાંથી ‘તારીખ પે તારીખ’ અને મોટા વકીલોના પ્રભાવવાળી ‘વીઆઈપી સંસ્કૃતિ’નો અંત લાવવામાં આવ્યો: હવે જામીન, તોડફોડ કે વ્યક્તિગત સ્વતંત્રતાના કેસોમાં વકીલોએ કોર્ટમાં વિનંતી કરવી નહીં પડે: સીજેઆઈના આ નિર્ણયથી હવે સુપ્રીમ કોર્ટમાં સીનિયર અને જ્યુનિયર વકીલો સમાન સ્તરે આવી ગયા: ન્યાયાધીશોની નિમણૂક કરતી ‘કોલેજિયમ સિસ્ટમ્સ’ બદલવાના પણ સંકેત: રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ (એનજેએસી) ને ફરીથી લાગુ કરવા અને ૨૦૧૫ ના ચુકાદા પર ફેરવિચારણા કરવાન સંકેત આપ્યા12:30 AM IST
ચૂંટણી પંચનો મોટો નિર્ણય : લોકશાહીના પાયાને મજબૂત કરવા 'બૂથ લેવલ ઓફિસર્સ' (BLOs) ના વાર્ષિક મહેનતાણામાં સીધો બમણો વધારો : BLOs નો વાર્ષિક પગાર ₹૬,૦૦૦ થી વધારીને ₹૧૨,૦૦૦ કરાયો : BLO સુપરવાઇઝર્સના વેતનમાં ₹૬,૦૦૦ નો વધારો : EROs અને AEROs માટે પ્રથમવાર માનદ વેતન જાહેર : ચૂંટણી કર્મીઓના પડકારજનક કાર્યને પૂરતું વળતર આપવા કમિશન પ્રતિબદ્ધ10:51 PM IST
ઓપરેશન સિંદૂરની અસર: પાકિસ્તાને ૭૨ આતંકી ઠેકાણાં સરહદથી દૂર ઊંડા વિસ્તારોમાં ખસેડ્યા; બીએસએફ 'ઓપરેશન સિંદૂર ૨.૦' માટે તૈયાર: ડીઆઈજી વિક્રમ કુંવર : સિયાલકોટ અને ઝફરવાલના ઊંડા વિસ્તારોમાં ૧૨ લોન્ચપેડ્સ કાર્યરત: ૬૦ લોન્ચપેડ્સ સરહદથી ઘણા દૂરના વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા: આ લોન્ચપેડ્સ ત્યારે સક્રિય થાય છે જ્યારે આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાની હોય11:12 PM IST
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધશેઃ ૪૮ કલાક બાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધુ ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી : ઉત્તરાખંડમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં જોવા મળીઃ ડિસેમ્બરના પ્રારંભે ઠંડીમાં નોંધપાત્ર વધારો થશેઃ ૪ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતાઃ ‘ચક્રવાત દિત્વાહ'ને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી10:34 AM IST
ઇમરાન ખાનની મુક્તિ માટે પુત્રો સુલેમાન અને કાસિમ પર સૌની નજર! : પિતાના જીવિત હોવાના પુરાવા માંગ્યા અને શાહબાઝ શરીફ સરકારને ચેતવણી આપી : જેલમાં બંધ પિતાને મળવા ન દેવાતા પુત્રો લંડનમાં બેચેન: PTI નેતૃત્વનું કહેવું છે કે પુત્રોની ધરપકડના ડરથી પાકિસ્તાન આવવું સલામત નથી: વકીલે કોર્ટ પર આધાર રાખ્યો8:05 PM IST
વેસ્ટ બેંકમાં ઈઝરાયેલનો બીજા ઈન્તિફાદા પછીનો સૌથી ભયાનક સૈન્ય હુમલો: ૧૦ મહિનામાં ૨૨૭ પેલેસ્ટાઈનીઓના મોત અને ૫૨,૦૦૦ લોકો બેઘર : ઈઝરાયેલી બુલડોઝર્સ અને લશ્કરી વાહનોએ અનેક વિસ્તારોમાં રસ્તાઓ, પાણીની પાઈપલાઈનો અને વીજળી જેવી પાયાની માળખાગત સુવિધાઓને ખેદાન-મેદાન કરી નાખી: અનેક મહોલ્લાઓ જમીનદોસ્ત કરાયા: હજારો પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર7:31 PM IST
ગાઝામાં હૃદયદ્રાવક ઘટના: વર્ષોની પ્રતિક્ષા બાદ સામટા જન્મેલાં ૫ બાળકો અને માતા-પિતાનું ઈઝરાયેલના હુમલામાં મોત, આખો પરિવાર ખતમ : આ પાંચ જોડિયા બાળકોના મૃત્યુની ઘટનાએ યુદ્ધની ભયાનકતા અને સામાન્ય નાગરિકો પર તેની અસરને ફરી એકવાર વિશ્વ સમક્ષ ઉજાગર કરી:એક સમયે જે ઘરમાં પાંચ બાળકોના કિલકિલાટ ગુંજતા હતા, ત્યાં હવે માત્ર કાટમાળ અને ભયાનક શાંતિ પ્રસરી ગઈ 7:46 PM IST
શું SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) મિલેનિયલ્સ માટે સંપત્તિ નિર્માણનો 'સુરક્ષિત આધાર' બની ગયો છે? જાણો નિષ્ણાતો શું કહે છે! : લાંબા ગાળાના રોકાણ માટે SIP પર અતિશય નિર્ભરતા: શું યુવા રોકાણકારો 'સલામતીના ભ્રમ'માં જીવી રહ્યા છે? બજારના અનિશ્ચિત ચક્રમાં જોખમ-મુક્ત રોકાણનો અર્થ ફરી વિચારવાનો સમય6:41 PM IST
EDને બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં રૂા.૩૩૧ કરોડ મળ્યાઃ ઉદયપુરથી ગુજરાત સુધી તપાસ શરૂ : આ રકમ માત્ર આઠ મહિનામાં જમા કરવામાં આવી હતી.બાઇક ટેક્સી ડ્રાઇવર દિલ્હીના એક સામાન્ય વિસ્તારમાં બે રૂમની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો : ઉદયપુરમાં એક ભવ્ય લગ્નમાં રૂા.૧ કરોડ ખર્ચવામાં આવ્યાઃ આ લગ્ન ગુજરાતના એક યુવાન રાજકારણી સાથે જોડાયેલા છે, જેમને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે તેવી અપેક્ષા છે9:52 AM IST
કર્ણાટકનું રાજકીય યુદ્ધઃ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે નાસ્તાની ‘સમાધાન' બેઠક! : સત્તા-વહેંચણીના અઢી વર્ષ જૂના વચન પર રહસ્ય યથાવત્, યતીન્દ્ર સિદ્ધારમૈયાએ વિવાદને ગણાવ્યો ‘મીડિયાનો ભ્રમ' હાઇકમાન્ડના દિલ્હી દરબાર પહેલાં બે દિગ્ગજોનો મિલન, શું ખરેખર શાંતિ સ્થપાઈ કે માત્ર ‘તોફાન પહેલાની શાંતિ'?3:48 PM IST
જો તમે ધનવાન બનવા માંગતા હો તો રોજની બે કપ ચા છોડી દો : એક સામાન્ય કપ ચાની કિમત લગભગ ૧૦ રૂપિયા છે, બે કપ ચા બનાવવાના ૨૦ રૂપિયા છે. નિયમિત રીતે આ રકમનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાથી કરોડપતિ બનવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે.આ ફોર્મ્યુલા તમને ૫ કરોડ રૂપિયા કમાવવામાં મદદ કરશે દિવસમાં બે કપ ચા છોડીને ૨૦ રૂપિયા બચાવોઃ ચા છોડવાનો બેવડો ફાયદોઃ બે કપ ચાનું કરોડપતિ જોડાણ11:38 AM IST
નોકરીની લાલચ આપી યુવતીને બોસે બે મિત્રો સાથે મળી ફસાવીઃ ઓફિસમાં બળાત્કાર : પીડિતાને ઠંડા પીણામાં ભેળવેલા ડ્રગથી બેભાન કરવામાં આવી હતી, ત્યારબાદ બંને પુરુષોએ વારાફરતી તેના પર બળાત્કાર કર્યો હતો : મુંબઈના અંધેરી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવીઃ મુખ્ય આરોપી પીડિતાના બોસની ધરપકડ કરવામાં આવી10:41 AM IST
ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે ઇન્કમટેક્સ વિભાગની લાલઆંખ : રિવોર્ડ પોઈન્ટ મેળવવા માટે અન્યના પેમેન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારા કરદાતાઓ સામે આવકવેરા ખાતું પગલાં લેશેઃ વાર્ષિક આવક કરતા ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો ફસાઈ જશો : આવકવેરા ખાતા તરફથી આ સંદર્ભમાં નોટિસ મળે તો દરેક વહેવારની વિગતો અલગ અલગ દર્શાવી દો, માહિતી ન છુપાવો10:40 AM IST
LoC પાર મોકલવામાં આવતા માલ પર કર મુક્તિની માંગણી રદ : જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે કહ્યું - PoK ભારતનો ભાગ છે, તે આંતરરાષ્ટ્રીય વેપાર નથીઃ PoK ને ભારતનો ભાગ જાહેર કરતા કોર્ટે GST નોટિસ સામે વેપારીઓની અરજી ફગાવી દીધી. : ૨૦૧૭-૧૯માં GST ચૂકવતા ન હોય તેવા વેપારીઓ નોટિસ મળ્યા બાદ કોર્ટમાં ગયા હતા. કોર્ટે અરજીઓ ફગાવી દીધી9:54 AM IST
વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું ગોવામાં અનાવરણ: PM મોદીએ ૭૭ ફૂટની ભવ્ય કાંસ્ય મૂર્તિનું ઉદ્ઘાટન કર્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું મહાન યોગદાન! : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની ૫૫૦મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો અને સારસ્વત મઠમાં પૂજા અર્ચના કરી11:25 PM IST
'સત્યના માર્ગે ચાલો': BLO વિવાદ પર ECએ મમતાની TMC ને આપી કડક ચેતવણી; બંગાળના DGP ને પણ અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા નિર્દેશ! : ચૂંટણી પંચે SIR પ્રક્રિયા પર TMCના તમામ આરોપો નકારી કાઢ્યા, BLO/ERO/DEO પર દબાણ અને ધમકીઓ સહન નહીં કરવાની સ્પષ્ટતા કરી; CEO ઓફિસને વધુ સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ11:27 PM IST
દેશ ટૂંક સમયમાં નક્સલવાદની સમસ્યાથી મુક્ત થશે: DGP/IGP કોન્ફરન્સમાં અમિતભાઇ શાહનો વિશ્વાસ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે રાયપુરમાં ત્રણ દિવસીય 60મા DGP/IGP કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં, DGsP/IGsP કોન્ફરન્સ દેશની આંતરિક સુરક્ષા, પડકારો અને વ્યૂહરચનાઓને સંબોધવાથી લઈને નીતિનિર્માણ સુધીના મુદ્દાઓને સંબોધવા માટે એક મંચ તરીકે ઉભરી આવી છે11:37 PM IST
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પૈસાનો વરસાદ :ઉદ્ધવ ઠાકરેએ ગંભીર આરોપ લગાવ્યો : પ્રદૂષણ પર પણ નિશાન સાધ્યું : ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીઓમાં મોટા પ્રમાણમાં પૈસાનો ઉપયોગ થવાનો આરોપ લગાવ્યો ઠાકરેએ કાંજુરમાર્ગ મેટ્રો કાર શેડ અને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન વિકાસ યોજનાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી 12:26 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાવડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોના ગેસ્ટ હાઉસમાં બેગમાંથી રિવોલ્વર અને કારતૂસ મળતા ખળભળાટ :આરોપી ફરાર : ઇન એન્ડ આઉટ ડોડર્મેટરી’ ગેસ્ટ હાઉસમાં પલંગ નીચે રાખેલી બેગમાંથી એક રિવોલ્વર, 20 કારતુસ, રૂ. 26 હજાર રોકડ અને એક મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી:પોલીસની હાજરીની જાણ થતાં કિરીટ પટેલ નામનો વ્યક્તિ ચેક આઉટ કરી ભાગી છૂટ્યો10:38 PM IST
સરદાર @૧૫૦ યુનિટી માર્ચ: વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ફરી એકતા પદયાત્રા પહોંચી નવલખી મેદાન : કાયમી પદયાત્રીઓ સ્વયં કચરાનો નિકાલ કરી પાઠવ્યો સ્વચ્છતાનો સંદેશ: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વમાં ફરી રહેલા પદયાત્રીઓનું ઠેરઠેર ઉષ્માસભર સ્વાગત :કોઇ સ્થળે નૃત્યો તો કોઇ સ્થળે આશીર્વચન, દેશભરના પદયાત્રીઓને થયો સાંસ્કૃતિક નગરીનો પરિચય7:38 PM IST
કાલોલની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા નમૂનાનો ચોંકાવનારો રિપોર્ટ : ખાદ્ય પદાર્થોના નમૂના પાસ થયા:કઠોળમાં જીવાત અને મસાલા એક્સ્પાયરી હોવાનો આરોપ હતો: ધારાસભ્યએ ચોખામાંથી જીવાત મળ્યાની કબૂલાત કરી હતી:કડક કાર્યવાહીની સૂચના આપી હતી:ટકોર બાદ પણ નમૂના પાસ થઈ જતા ઉઠ્યા સવાલ 6:51 PM IST
વડોદરા શહેરમાં પહોંચેલી સરકાર@૧૫૦ એકતા પદયાત્રાની સરદાર ગાથામાં રમતવીરોનું કરાયું સન્માન : સરદાર પટેલે જોયેલા ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાકાર કરી રહ્યા છે:કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા: આ માત્ર પગપાળા કૂચ નથી, પરંતુ તે એક વૈચારિક યાત્રા છે જે દેશમાં એકતાનો સંદેશ ફેલાવે છે – કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા7:43 PM IST
એ જંગની સફળતાનો શ્રેય મને નહિ,મારી ટીમને જાય છે...નરસિંહમાં કોમાર... : ડ્રગ્સ, ગાંજો જેવા ૧૫ દિવસમાં ૧૩ કેસ કરી વિક્રમ સર્જનાર સેનાના સેનાપતિ વડોદરા (પોલીસ કમિશનર) ની આવી છે, નમ્રતા : પોલીસના દરેક સિપાહીને જંગમાં તરતા અગાઉ તેમની પારિવારિક મુશ્કેલી અંગે પૂછયું, સીબીઆઈ પદ્ધતિથી સીપીએ જાતે તાલીમ આપી, કાયદાની સમજ આપી, દરેક સાથે હાથ મિલાવી મેદાને ઉતાર્યા... વડોદરાના વાયરલ ન્યૂઝની ભીતરની વિશેષ વાતો...2:28 PM IST
લોકકલ્યાણ માટે યોજાતી રામકથા કે યજ્ઞ ‘ધાર્મિક પ્રચાર' નથી : રામકથા - ભાગવત કથા - યજ્ઞનાં આયોજન કોઇ પણ ધર્મના પ્રચારના હેતુથી નથી યોજાતા : લોકોના લાભ - કલ્યાણ માટે યોજાતા હોય છે : સમાજને નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવા પ્રેરે છે : ધર્મદાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટેક્ષ છુટની અપીલ આયકર ટ્રીબ્યુનલે મંજુરી રાખી11:15 AM IST
આણંદ પંથકમાં: પદયાત્રામાં જોડાતા નરહરિ અમીન2:12 PM IST
S.G. હાઈવે પર રૂા.૫૦૦ કરોડનો જમીનનો સોદો : સોદાથી બિલ્ડર અને ડેવલપર્સ ઉત્સાહમાં: કુલ ૧૦૦૦ કરોડના આ પ્રોજેક્ટમાં ૨૦૦ રૂમની ફાઇવ સ્ટાર હોટલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ૪ સ્ટાર એપાર્ટમેન્ટ બંધાશે : કર્ણાવતી કલબની સામે આવેલી ૨૫૦૦૦ ચો.વાર જમીન પ્રતિ ચો.વાર દીઠ ૭ ૨ લાખના ભાવે વેચાતાં જમીનની કુલ કિંમત રૂા.૫૦૦ કરોડ ઉપર પહોંચીઃ ૨૨ લાખ ચો.વારના બાંધકામ પાછળ રૂા.૫૦૦ કરોડનો ખર્ચ થશે10:07 AM IST
વિકસીત ગુજરાત ૨૦૪૭ માટે 'અર્નિંગ વેલ- લિવિંગ વેલ' ના બે પિલ્લર આધારિત વિકાસયાત્રાને ગતિ આપવા થીન્કિંગ-વેલ ડૂઇંગ વેલનો ભાવ જગાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આહવાન : ૧૨મી ચિંતન શિબિર-૨૦૨૫:ધરમપુરમાં સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ કહ્યું - ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસનું રોલ મોડેલ બન્યું તેનું શ્રેય આપણા સામૂહિક ચિંતન અને લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિને જાય છે: અધિકારીઓ ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતાથી કાર્યરત રહે:નાયબ મુખ્યમંત્રીએ ચિંતન શિબિરમાંથી કઈંક નવું શીખી લોકોના કલ્યાણ માટે જમીની સ્તર પર કાર્ય કરવાનો અનુરોધ7:23 PM IST
રિક્ષાગેંગ ફરી ઝળકીઃ કસ્તુરી રેસીડેન્સીના વૃધ્ધાના હાથમાંથી ૨ લાખની બંગડી ચોરી લીધી : ઘરેથી બ્લડપ્રેશરની દવા લેવા જવા નીકળેલા શાંતિદેવી મવડી બાપા સિતારામ ચોક સુધી જવા બેઠા હતાં: પાછળ બેઠેલી બે મહિલા, એક પુરૂષે ધક્કામુક્કી કરી બંગડીઓ કાઢી લીધીઃ પછી ચાલકે ‘પંચર પડયું છે' કહી ઉતારી મુક્યાઃ ભાડુ લીધા વગર ભાગી ગયોઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી2:30 PM IST
રાજકોટના જંકશન રેલ્વે સ્ટેશનેથી ૧ વર્ષની બાળકીનું અપહરણ કરી મહિલા અને શખ્સ ટ્રેનમાં બેસી ગયા : મુળ મોરબી પંથકની પરિણીતા દિલ્હી રહી ડ્રાયફ્રુટ વેંચે છેઃ પતિ સાથે ઝઘડો થતાં ટ્રેનમાં બેસી સંતાનો સાથે રાજકોટ આવી હતીઃ જંકશન સ્ટેશનેથી દિકરી ગાયબ થઇઃ ટ્રેન ઉપડી ત્યારે બાળકીને લઇ જતાં મહિલા-શખ્સ દેખાયાઃ રેલ્વે પોલીસે શકમંદોને દ્વારકાથી સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી3:56 PM IST
વાઘ બકરી ટી ગ્રુપ દ્વારા ‘મિલી ટી'ના પ્રમોશન માટે નવું કેમ્પેન શરૂ : અભિનેત્રી સાક્ષી તંવરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયાઃ સ્લોગન છે ‘સ્વાદ મસ્ત બચત જબરદસ્ત' : લીફ, ડસ્ટ, ફેની અને ઈલાયચી પ્રોડક્ટ લોન્ચઃ મિલી ટીને બોલ્ડ ફલેવર, શ્રેષ્ઠ સ્વાદ, બેસ્ટ ક્વોલીટી સાથે બનાવવામાં આવી છેઃ પત્રકાર પરીષદમાં વિગતો આપતા ગ્રુપના સીઈઓ સંજય સિંગલ : મિલી ટી તેના સેગમેન્ટમાં બેસ્ટ ક્વોલીટીની ચા છે, જે આકર્ષક કિંમતે બોલ્ડ સ્વાદ અને એક સમાન ક્વોલીટી આપે છે2:51 PM IST
‘કોર્ટ કેસ અને ધક્કા ખાઇને કંટાળી ગઇ છું' ભાઇના મિત્રને વિડીયો કોલ કરી ઉર્વશી ધોકીયાનો ફાંસો ખાઇ આપઘાત : જામનગર સાસરૂ ધરાવતી પરિણીતા હાલ ૭ વર્ષના પુત્ર સાથે રાજકોટ એકલી રહેતી હતી : વાવડી ૮૦ના રોડ પર ગોવિંદરત્ન એપાર્ટમેન્ટમાં બનાવઃ નજીકમાં ગોવર્ધન ચોકમાં રહેતાં ભાઇ તત્કાળ પહોંચ્યા ત્યારે ઉર્વશીબેન લટકતા મળ્યાઃ સારવાર માટે ખસેડયા પણ જીવ ન બચ્યોઃ પતિ નયન ધોકીયા ફર્નિચરનું કામ કરે છે11:40 AM IST
વાઘબકરીની ટીમ ‘અકિલા'ના આંગણે2:50 PM IST
પ્રેમસંબંધનો કરુણ અંજામ!!મોરબીમાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીનું પણ પોલીસ કસ્ટડીમાં હાર્ટએટેકથી મોત. : લિવ ઈન રિલેશનમાં રહેતા પ્રેમીયુગલની પ્રેમ કહાનીનો કરુણ અંત: મધ્યપ્રદેશનું પ્રેમી યુગલ ત્રણ મહિના પહેલા મોરબી આવ્યું હતું : ઝઘડાને કારણે પ્રેમીએ પ્રેમિકાને પટ્ટા અને લાકડીથી મારી પતાવી દીધી, બાદમાં તેનું પણ મોત નીપજ્યું.10:21 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST





























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































.jpg)




























































































































