News of Saturday, 24th August 2024
વલસાડ અને દાદરાનગર હવેલી ઉપરાંત ગુજરાતના ૮ જીલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર : બાકીના ગુજરાત માટે યલ્લો એલર્ટઃ વરસાદ ધમધોકાર આવી રહ્યો છે દાદરાનગર હવેલી અને વલસાડમાં રેડ એલર્ટ અપાયા બાદ ગુજરાતના ૮ જીલ્લામાં પણ હવામાન ખાતાએ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે : આ જીલ્લાઓમાં અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા અને ભરૂચ જીલ્લા માટે ઓરેન્જ એલર્ટ જયારે આ ૮ જીલ્લાને બાદ કરતા અન્ય સમગ્ર ગુજરાત માટે યલ્લો એલર્ટ હવામાન ખાતાએ જાહેર કર્યુ છે. ઉપરોકત ઈનસેટ ઉપગ્રહની તસ્વીર બપોરે ૨:૫૬ કલાકે લેવામાં આવી છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, મોટાભાગના કચ્છ અને દક્ષિણ ગુજરાત ઉપર ભારે વાદળાઓ જોવા મળે છે. આ ઉપરાંત મુંબઈ, ગોવા સહિત મહારાષ્ટ્ર ઉપર પ્રચંડ વાદળા સાથે વરસાદ છે. દક્ષિણ ભારતમાં ભારે વાદળાઓ છવાયેલા છે.

(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
