News of Tuesday, 27th August 2024
રાજકોટનો આજીડેમ ઓવરફ્લો થયો: મનોરમ્ય દ્રશ્યો: ન્યારીના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા: રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ-૧ વધુ એક વખત ઓવરફલો થયો છે. આજે સવારે બે કલાકમાં વધુ ચાર ઇંચ વરસાદ પડી જ ગયો. સરકારની ગાઈડલાઈન મુજબ ન્યારી-૧ ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. ન્યારી ડેમ ૨૫.૯ ફૂટે ઓવરફ્લો થાય છે. અત્યારે ૨૩ ફૂટ આસપાસ સપાટી પહોંચી છે. આવક જોરદાર ચાલુ. (અમિત જોશી અને ભાવેશ કુકડીયા અકિલા)

(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
