તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 27th August 2024
જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં અડધો થી પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો : સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં અડધો થી પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો: જિલ્લામાં ગઈકાલે સવારે ૬ વાગ્યાથી આજે સવારે છ સુધીમાં ૨૪ કલાકમાં જુનાગઢ ત્રણ ઇંચ, માણાવદર સવા ઇંચ, વંથલી પોણો ઈંચ, ભેસાણ ત્રણ ઇંચ, વિસાવદર પોણા ચાર ઇંચ, મેંદરડા બે ઇંચ, કેશોદ બે ઇંચ, માંગરોળમાં ઝાપટા, માળીયાહાટીનામાં એક ઇંચ વરસાદ પડી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં સવારે છ થી આઠ બે કલાકમાં એક થી બે ઇંચ વરસાદ પડ્યો. ગિરનાર પર્વત ઉપર સવાર સુધીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. (વિનુ જોશી જુનાગઢ અકિલા)

(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
